________________
ગાથા-૮૩
૨૯૫ વસ્તુ આવી છે ભાઈ તને ખબર નથી. આહા....!
એ સંસાર કીધો. હવે નિઃસંસાર દશા એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્રની પર્યાય તને જે પ્રગટ થાય તેની આદિ મધ્ય અંતમાં તું છો, તે સમ્યગ્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ થાય માટે કોઈ બીજા આધમાં છે, કાળ લબ્ધિ આધમાં છે, “હો” પણ આધમાં કાળ લબ્ધિ માટે આ થયું એમ નથી એમ કહે છે અહીં તો. આહાહાહા !
આવે છે ને એક ઠેકાણે? એ કાળલિબ્ધ પામીને, ગુરુઉપદેશ પામીને એ તો બધા નિમિત્તના કથનો છે. ( શ્રોતા:- દ્રવ્ય સંગ્રહમાં આવે છે) ઘણે ઠેકાણે કળશટીકામાં બહુ આવે છે. કળશટીકામાં આવે છે. પોતે કુંદકુંદાચાર્ય અષ્ટપાહુડમાં કાળાદિ લબ્ધિ પામીને, છે ને બધી ખબર છે ને? બધી ચારેકોરની ખબર છે. એક વખતે એક કહેતા હોય એમાંથી એની જ નજર છે એમ નથી. આહાહાહા...!
કહે છે આત્મામાં જે કાંઈ આ મોક્ષના ધર્મનાં પરિણામ થાય, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના વીતરાગી નિર્દોષ પરિણામ થાય, ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ ભગવાન પોતે છે તેનો આશ્રય લઈને જે કોઈ પરિણામ વીતરાગી થાય, ધર્મના થાય, મોક્ષમાર્ગના થાય તેની આદિ મધ્ય અંતમાં તારું સ્થાન છે, તેની આધમાં કર્મનો અભાવ ને એવું આધમાં હોય તો આ થાય ધર્મનો ભાવ ધર્મનો સભાવ એમ નથી. કેટલું આમાં યાદ રાખવું? આવો માર્ગ છે ભાઈ ! આહાહા ! ઘણું ગંભીર ઘણું તત્ત્વ ઉંડું. ઓહોહોહો! આહાહાહા! ભગવાનની સ્તુતિ કરી માટે સમ્યગ્દર્શનની આધમાં એ સ્તુતિનું કારણ હતું એમ નથી એમ કહે છે. એય! ભગવાનનો વિનય કર્યો તીર્થકરનો તે મહાત્માનો મુનિઓનો માટે ત્યાં આગળ સમકિત થયું એમ નથી. આહાહા!
સમકિત એટલે સત્ય દર્શન જેવું સત્ય પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે તેવું જ તેને દર્શન થવું, પ્રતીત થવી, જ્ઞાન થવું, એની આધમાં ભગવાન આત્મા પોતે છે. એની આધમાં કર્મનો અભાવ ને કોઈ કાળ ને ફલાણુ થાવું એમ છે નહીં, એમ અહીંયા સિદ્ધ એ કરે છે. આહાહા ! પેલામાં લખ્યું છે કળશટીકામાં “કાળલબ્ધિ” અપેક્ષાથી જ્ઞાન કરાવ્યું છે. આહાહા !
ભગવાન અહીં તો આત્માને ભગવાન તરીકે જ બોલાવ્યો છે પ્રભુ! આ ભગવાન અંદર ભગ નામ અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો વાન સ્વરૂપવાન છો એ એનું અંતરસ્વરૂપ તો પ્રભુ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ એ એનું સ્વરૂપ છે. એની એને ખબર નથી એણે કોઈ દી' જોયું નથી, સાંભળ્યું નથી, રાકો ભિખારી થઈને ફર્યા કરે છે. માંગણ માંગણ લાવો પૈસા લાવો, બાઈડી લાવો, છોકરા લાવો, આબરૂ લાવો, મોટો કહો મોટો ભિખારી માળો. આહાહાહા ! એ ભિખારીપણાના ભાવની આમાં પણ એ આત્મા છે. ચીમનભાઈ ! આહાહા !
અને જેને આમ આત્મા પુણ્ય ને પાપનાં વિકાર ને કર્મ શરીર આદિથી ભિન્ન એવું જે પ્રભુ આત્માનું સ્વરૂપ છે, તેવું જ્ઞાન ને શ્રદ્ધા ને શાંતિ થઈ તેની આધમાં પોતે આત્મા છે. મધ્યમાં આત્મા અંતમાં આત્મા છે. એને કોઈ કર્મનું મંદ પડ્યું, કર્મનું જોર કાંઈક મંદ પડ્યું માટે ધર્મ પર્યાય થઈ એમ નથી. (શ્રોતા:- કમ્મો બળીયો ધમ્મો બળીયો એમ તો આવે છે) એ બધાં નિમિત્તથી કથન છે. કમ્મો એટલે પોતાનો વિકારી પરિણામ એ કમ્પો બળીયો, જીવો બળીયો એટલે જે સ્વભાવ તરફ જોવે તે જીવો બળીયો, વિકાર ઉપર ગયો તો કમ્પો બળીયો, વિકાર