________________
૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ બળીયો. આહાહા ! આવું છે. હવે આવી જાતની વાત એ કેવી કહેવાય આવો ઉપદેશ કઈ જાતનો? બાપુ તને ખબર નથી ભાઈ, એ સત્યના તત્ત્વના ઉપદેશની રીત કોઈ અલૌકિક છે. આહાહા... અત્યારે તો બધું ગરબડ ગરબડ બધુ, સંપ્રદાયમાં ગરબડ ને અમથા સંપ્રદાય વિનાના માણસમાં તો ગરબડ છે જ તે.
આંહી કહે છે, પોતાને એકને પ્રતિભાસો, એટલે? કરવામાં, રાગના કરવામાં અને રાગના અભાવમાં થવામાં, પોતાને એકને કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો, અન્યને કરતો ન પ્રતિભાસો એમ લેવું છે. આંહીં કર્મને કરતો, કર્મ આંહીં કરતો, અન્યને કરતો પોતે અન્યને કરતો ન પ્રતિભાસો એમ, અન્યને કરતો ન પ્રતિભાસો એમ, પોતે અન્યને કરતો પ્રતિભાસો એમ નહિ. એ તો પહેલાંમાં આવી ગયું. ભાઈ ! આંહી તો અન્યને કરતો ન પ્રતિભાસો. કર્મને કરતો આત્માને ન પ્રતિભાસો એમ કહેવું છે. ઓલું તો પહેલું આવી ગયું, કર્મને લઈને આમાં છે એ નથી. એટલે કર્મ એનો કર્તા નથી. - હવે અહીં તો આત્મા પોતાના સવિકારી પરિણામને કે અવિકારી પરિણામને કરે એમ જાણો પણ તે કર્મને કરે એમ ન ભાસો. કર્મને બાંધે અને કર્મને કરે અને કર્મનો અભાવ કરે એમ ન ભાસો છે. ઈ પહેલાંમાં આવી ગયું છે. સમુદ્રમાં ય આવી ગયું. પરંતુ અન્યને, અન્યને કરતો ન પ્રતિભાસો અન્યને પોતે કરતો એમ ન ભાસો. અન્ય કરતો ન પ્રતિભાસો એ તો પહેલાંમાં આવી ગયું છે. ભાઈ ! એકએક અક્ષર બાપા! આ તો કાંઈ મફતની ચીજ નથી. આ તો અલૌકિક ધર્મની વાતો છે. આહાહાહા ! હવે એ કર્તા કર્મનું કીધું હવે થોડું છે.
વળી તેવી રીતે આ જીવ ભાવ્યભાવકભાવના અભાવને લીધે, કર્મ છે તે ભાવક છે અને વિકારી ભાવનો ભોક્તા તે જીવ છે, એનો અભાવ છે. શું કહે છે? કર્મ ભાવક છે અને આત્માના ભોગવવાના ભાવ દુઃખનાં કે સુખનાં આ સંસારમાં દુઃખના ભોગવવાના ભાવ, આ સંસારી પ્રાણી છે એ તો એકલા દુઃખને જ ભોગવે છે. સંયોગની ચીજને લઈને નહિ, દુઃખ અંદર જે અજ્ઞાનભાવ ને રાગભાવ છે તે દુઃખ છે. તે દુઃખને ભોગવે છે. આ બધા શેઠીયાઓ કહેવાય કરોડોપતિ અબજોપતિ એ બધાં દુઃખને ભોગવે છે, પૈસાને નહિ. (શ્રોતા – શેઠાઈને ભોગવે છે) શેઠાઈ એટલે શું? હું શેઠ છું એવા મિથ્યાત્વ ભાવને ભોગવે છે. આહાહાહા ! એનામાં હોય એને ભોગવે ને? પરમાં ક્યાં ગયો છે, તે પરને ભોગવે અને પર કયાં એને ભોગવવા આવે છે. આહાહાહા !
જીવ, ભાવ્યભાવકભાવનો અભાવ, કેટલા બધા ભાવ્યભાવક ભાવનો અભાવ આટલા બધા ભાવ ભાવ છે. ભાવ એટલે વિકારી દશા કે અવિકારી દશા એમાં ભાવક એટલે કર્મ ભાવક વિકારી દશામાં નિમિત્ત અને અવિકારી દશામાં નિમિત્તનો અભાવ એવા ભાવ્યભાવકભાવના અભાવને લીધે, પરભાવનું પરવડે અનુભવાવું અશકય હોવાથી કર્મનું આત્મા વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસાર દશામાં પોતાને અનુભવતો થકો, સંસારદશામાં અજ્ઞાનમાં રાગદ્વેષને પોતે પોતાને અનુભવતો થકો ભાસો, પર તને અનુભવાય છે એ તો નહિ, પણ તું પરને અનુભવે છો એ નહિ. આહાહાહા... શું કહે છે? જેમ કે આ સ્ત્રીનો વિષય લે છે જ્યારે ત્યારે ત્યાં એને રાગ થાય છે, તો એ રાગને ભોગવતો પ્રતિભાસો પણ પરને ભોગવું