________________
ગાથા-૮૩
૨૯૩ છે. છતાં તે અભાવ છે માટે જ્ઞાન આંહી થયું એમ નથી. આહાહાહા ! આમાં વાણીયાને બધું યાદ જ્યારે રાખે ઘડીકમાં પરનું ને ઘડીકમાં સ્વનું. પરનો કર્તા નથી એમ કહીને વળી પાછું, ઝીણું ઝીણું પર પોતાનો કર્તા નથી. આહાહાહા !
સસંસાર અવસ્થામાં વિકારની દશાના કાળમાં, જીવ જ પોતે આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેનું કર્તા કર્મ કરે છે. એ કર્તા થઈને કર્મ તો એનું છે. વિકાર છે એ કર્તાને કર્મને વિકાર કાર્ય એમ છે નહીં, આવું છે. અને નિઃસંસાર અવસ્થામાં આત્માની મોક્ષ દશામાં પવિત્ર આનંદની દશાના કાળમાં કર્મનો અભાવ છે નિમિત્ત માટે તે તેનું કાર્ય છે એમ નથી. આહાહાહા... ઝીણી વાત છે ભાઈ, આ તો મહા લોજીકના ન્યાયના સિદ્ધાંતો છે, વીતરાગના સિદ્ધાંતો દિગંબર સંતોના સિદ્ધાંતો તો અલૌકિક વાતું છે. આહાહા !
નિઃસંસાર અવસ્થામાં કેવળજ્ઞાનની પર્યાય આત્મા પ્રાપ્ત કરે તે અવસ્થામાં કર્મના અભાવનું નિમિત્ત છે માટે તેનું એ વ્યાપ્ય છે એટલે કાર્ય છે એમ નથી. આહાહાહા... પોતાનો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ને જ્ઞાનસ્વરૂપ પ્રભુ એનું ધ્યાન કરીને જે કેવળજ્ઞાન પ્રગટ થયું, એ કેવળજ્ઞાનની પર્યાયની આદિ મધ્ય અંતમાં આત્મા પોતે છે, એ કેવળજ્ઞાન થયું માટે આધમાં કર્મનો અભાવ થયો માટે તે આધમાં હતું માટે કેવળજ્ઞાન થયું એમ નથી. આહાહાહા... સૂત્રમાં એમ આવે “કર્મ ક્ષયાત્” ઉમાસ્વામી “તત્ત્વાર્થ સૂત્ર” “મોહક્ષયાત્” જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય ક્ષયાત એ બધા નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. આહાહાહા !
આંહી તો ભગવાન આત્મા જે કાંઈ મિથ્યા ભ્રાંતિ કરે, શરીરનું કરી શકું, પરનું કરી શકું બીજાને જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સગવડતા દઈ શકું, એવી જે માન્યતા મિથ્યાત્વની એની આદિ મધ્ય અંતમાં આત્મા છે. એ મિથ્યાત્વની આદિમાં દર્શન મોહ હતો માટે મિથ્યાત્વ થયું છે, ઉત્પત્તિ કીધી'તી ને, સંભવ” દર્શન મોહની ઉત્પત્તિ ઉત્પન્ન છે માટે મિથ્યાત્વ થયું છે એમ નથી. આહાહા! એમ આત્મામાં થતો રાગ એ રાગની ઉત્પત્તિમાં આદિ, મધ્ય-અંતમાં આત્મા છે, એ રાગની ઉત્પત્તિમાં આદિમાં કર્મ હતો માટે રાગ થયો છે, એમ નથી. કહો, રસિકભાઈ ! આવી વાતું છે. (શ્રોતાઃ- જ્ઞાનીની વાત કરો ત્યારે એમ કહો કે રાગ કર્મનું કાર્ય છે) પણ એ વખતે તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ છે, બહુ તેથી ત્યાં તો બહુ ઝીણું બતાવ્યું છે, ઉત્પાદવ્યયને ધ્રુવ, દ્રવ્ય ગુણને પર્યાય છ બોલ લીધા'તા. ત્યાં એવું સ્પષ્ટીકરણ પહેલાં કર્યું નહોતું કોઈ દિ' એટલું કર્યું.
આત્મા જ્યાં રાગથી ભિન્ન પડીને સ્વરૂપનું જ્ઞાન કરે છે, ચિદાનંદ ભગવાન શાયકસ્વરૂપ છે, એવું ભાન કરે છે તેને જે કાંઈ રાગની ઉત્પત્તિ છે, તે તેનું કાર્ય નથી, રાગની ઉત્પત્તિ, રાગનો વ્યય અને રાગનું ધ્રુવપણું એ ત્રણેય પરના છે તેને જ્ઞાન જાણે, અને પોતાના જે જ્ઞાન પર્યાય નિર્મળ ઉત્પન્ન થાય, વ્યય થાય, ને ધ્રુવ એને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાય ને પરના દ્રવ્યગુણપર્યાય એને જાણે એ પોતાના દ્રવ્યગુણપર્યાય ને પરના દ્રવ્યગુણપર્યાય એને જાણે પણ પરને કારણે આત્મામાં થાય અને પોતાના કારણે પરમાં કંઈ થાય, એવું છે નહિ. આહાહાહા ! ઝીણી વાતું છે બાપુ, મારગ એવો ઝીણો છે. દુનિયાને નવરાશ ન મળે, દુનિયાના પાપના ધંધા આડે આખો દિ' પાપ પછી ભલે બધી પાંચ પચાસ લાખ ભેગા થાય ધૂળ, એ પાપ આખો દિ'