________________
ગાથા-૮૩
૨૯૧
પહેલું તો એમ કીધું, તો કર્મ ભાવક અને આત્માનું ભોગ્ય સમુદ્રનું ભોગ્ય એમ નથી. પણ હવે સમુદ્ર જે પોતાના ભાવ્યને ભોગવે છે તેમ પવનને પણ ભોગવે છે એમ નથી, છે એમાં રતીભાઈ ? છે એમાં લખ્યું છે. ઝીણું બહુ ઝીણું. આહાહાહા ! મારગ ઝીણો બાપા. આહાહાહા ! હજી તો દરિયાનો દાખલો છે. આત્મામાં તો હવે પછી ઊતરશે.
નિસ્તરંગ પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી. અહીં એ લેવું છે. અન્યને અનુભવવાનો એ તો પહેલાંમાં નકાર થઈ ગયો ૫૨ને અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી, એ સમુદ્ર પવનને ભોગવે છે એમ નથી. આહાહાહા... હવે એ તો દૃષ્ટાંત થયું.
હવે સિદ્ધાંત આત્મામાં– તેવી રીતે ‘સસંસાર' સંસાર અવસ્થામાં એ તરંગ ઉઠયું અને નિઃસંસાર અવસ્થામાં તરંગનો વિલય થયો વિકારનો, સસંસાર અવસ્થામાં ઉદય અવસ્થામાં અને ઉદયના અભાવની અવસ્થામાં, સસંસાર છે ને ? સંસાર સહિત દશામાં વિકારી પરિણામ, નિઃસંસાર અવસ્થામાં નિર્વિકારી પરિણામ, સસંસારઅવસ્થા એ સવિકારી પરિણામ, નિઃસંસાર અવસ્થા એ નિર્વિકારી આનંદની પર્યાય. એ પુદ્ગલકર્મના વિપાકનો સંભવ, એ સંસાર અવસ્થામાં રાગની અવસ્થામાં, કર્મના પુદ્ગલનો સંભવ વિપાકનો સંભવ નિમિત્ત હોવા છતાં, સંભવ એટલે થવું ઉત્પત્તિ અને અસંભવ કર્મના સંભવનો અભાવ એવો નિમિત્ત હોવા છતાં પણ, પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, એટલે ? કે કર્મનો ઉદય વિપાક તે વ્યાપક અને વિકારી અવસ્થા તે તેનું વ્યાપ્ય કાર્ય એનો અભાવ છે. પહેલું એ લીધું પછી લેશે કર્મનું કાર્ય એ આત્માનું નહિ પછી, સમજાણુ કાંઈ ? આહા... આ તો ભાઈ ધીરાનું કામ છે. આ તો ભાઈ સિદ્ધાંત વીતરાગી સિદ્ધાંતો છે એકલા. આહાહાહા ! દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. આહા !
સસંસાર દશામાં, કર્મના વિપાકનો સંભવ, ઉત્પત્તિ તે નિમિત્ત, ઉત્પતિ કર્મનું ઉત્પન્ન છે તે એમાં નિમિત્ત અને અસંભવ, નિઃસંસાર દશામાં કે મોક્ષ દશામાં કર્મના વિપાકનો નિમિત્તનો અભાવ, એવું નિમિત્ત હોવા છતાં, અસંભવ નિમિત્ત હોવા છતાં, ઓલામાં સંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્ય વ્યાપકભાવનો અભાવ, પુદ્ગલ કર્મ છે તે વ્યાપક છે અને જીવના ભાવ છે તે વ્યાપ્ય છે, એનો અભાવ છે. હવે આંહી તો એ સિદ્ધ કર્યું પહેલું, સમજાણું ? પછી જીવના પરિણામ વ્યાપક થઈને કર્મના પરિણામને ભોગવે છે ને ભાવ્ય છે એમ નથી એ પછી કહેશે. ઓહોહો ! પહેલું તો આંહીથી આમ લીધું.
સસંસાર નિઃસંસાર દશામાં, પુદ્ગલ કર્મનો વિપાક સસંસાર દશામાં ઉત્પત્તિ કર્મની, ઉત્પત્તિનું નિમિત્ત હોવા છતાં અને મોક્ષ દશામાં કર્મના ઉત્પત્તિના અભાવરૂપી નિમિત્ત, અભાવરૂપી નિમિત્ત એમ, પણ પુદ્ગલકર્મને અને જીવને એ પુદ્ગલકર્મ વ્યાપક કર્તા થઈને જીવની સંસા૨ અવસ્થા કરે એનો અભાવ છે. એમ પુદ્ગલકર્મનો અભાવ, કર્તા થઈને કેવળજ્ઞાન મોક્ષદશાને કરે એનો અભાવ છે. સમજાણું કાંઈ ?
શું કહ્યું ઈ ? કે સંસાર દશામાં રાગાદિ જે વિકાર છે એ કાળે કર્મની ઉત્પત્તિનું નિમિત્ત છે, છતાં તે ઉત્પત્તિનું નિમિત્ત તે વિકારને નિમિત્ત હોવા છતાં વિકારનું વ્યાપક કર્મ અને વિકાર