________________
૨૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪
જે વિકા૨ી ભાવનો અનુભવ, એનો અભાવ છે.
અહીંયા કહે છે કે ભાવક જે પવન એનો ઉત્તરંગ જે તરંગ ઊઠવું એ વ્યાપ્ય કર્મ એનો અભાવ છે. અહીં જીવમાં એ લેશે હજી તો. ( શ્રોતા :- મિથ્યાત્વમાંથી ભાવક ભાવ આવ્યો ) એ ભાવક છે એનું દર્શન મોહનો ઉદય અને એને અનુસારે થતો મિથ્યાત્વ ભાવ એનાથી ભિન્ન પડયો, એ ભાવ્ય થયો જ નહીં, તેથી એને આત્માની સ્તુતિ કીધી'ને ? ત્યાં ૫૨ની સ્તુતિમાં તો વિકલ્પ છે. અને આ નિજ સ્તુતિમાં તો એ ભાવ્ય થવા દીધું જ નહીં, અને સ્વભાવની એકતા થતા આનંદનું ભાવ્ય થયું. આહાહા ! ભાવક આત્મા થઈ અને આનંદની અવસ્થાનું ભાવ્ય થયું. ( શ્રોતાઃ– કષાયનો સમૂહ તે ભાવક ભાવ ) એ બધું કીધું ને. આ વાત તો થઈ પણ બધી, જેટલું કીધું એમાંથી કાંઈ ફેર પડે ? ભાવક ભાવ્ય ૩૨માં કીધું એ મોહ કર્મના ઉદયથી ભાવકથી ભાવ્ય જે હતો તેનાથી ભિન્ન પડયો, થયો જ નહીં, એનું નામ સ્તુતિ છે ને ? ભાવ્ય થયો અને પછી જીત્યો એમ નહિ. આહાહાહા ! ઓલામાં આવે છે ને ? એમ કે પરિષહ આવ્યો, પછી વિકલ્પ તો થયો, પછી જીત્યો, એમ નહિ. ફૂલચંદજી વચ્ચે જરી છે ને ? કળશ છે, વિચાર ભેદ, એમ કે પરિષહ આવે એટલે એમ વિકલ્પ તો થાય પછી એને જીતે, એમેય નથી. પરિષહને કાળે જ વિકલ્પ થવા ન દે એ પરિષ જીત્યો કહેવાય, આવું છે ભારે ભાઈ ! થોડા ફેરે અંદર બહુ ફેર પડી જાય છે હોં, બીજાને એમ લાગે કે આમાં થોડો ફેર છે પણ અંદર બહુ, ઘણો આંતરો પડી જાય છે મૂળમાં... આહાહા !
વળી હવે, ભાવ્યભાવકનું લે છે, પહેલાં કર્તાકર્મ લીધું. વળી તેમજ જેમ તે સમુદ્ર ભાવ્યભાવકભાવના અભાવને લીધે પવન જે ભાવક, તેનો અભાવ અને તેથી અહીં ભાવ્યનો અભાવ એમ નથી. ભાવ્ય એટલે તરંગનો અભાવ અનુભવવાનો ભાવ એમ નથી. જેમ તે સમુદ્ર ભાવ્યભાવકભાવ, ભાવક જે પવન એનો જે ભાવ્ય વિકાર તરંગ ઊઠવું તે એવા અભાવના અભાવને લીધે, ૫૨ભાવનું ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, ૫૨ભાવનું ૫૨ વડે અનુભવવું અશકય હોવાથી, ઉત્તરંગ-નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, ૫૨ભાવનું પવનનું આત્મા અનુભવતો નથી. પવનને આત્મા અનુભવતો નથી, પણ પવનના નિમિત્તના સંગમાં જે કાંઈ ભાવ્ય થયો વિકાર એ આ સમુદ્રની પર્યાય ઉત્તરંગ એને એ અનુભવે છે, ૫૨ને અનુભવવું અશકય હોવાથી ઉત્તરંગ નિસ્તરંગ પોતાને અનુભવતો થકો, જેમ તરંગ ઊઠે ને વિલય થાય તેનો કર્તા પોતે છે ને એનો ભોક્તા પણ પોતે છે. ૫૨નો ભોક્તા નહીં ને ૫૨ તેનો આ ભોક્તા નહીં ને ૫૨નો પોતે ભોક્તા નહીં. ૫૨થી ભોક્તાપણું નહીં અને પોતે ૫૨નો ભોક્તા નહીં. આહાહાહા ! આવી સિદ્ધાંતિક વાત લોજીકથી.
સમુદ્ર, તે જ સમુદ્ર એમ ભાવ્યભાવક કર્તાકર્મ કીધું'તું ને એટલે ભોક્તાનો, ભાવ્યભાવકભાવ. આહાહાહા! પવન ભાવક અને અહીં ભાવ્ય ભોગવવું એનું, સમુદ્રને તરંગનું ભોગવવું એનો અભાવ છે એવા ૫૨ભાવના ૫૨ વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ નિસ્તરંગ પોતાને અનુભવતો થકો, એ સમુદ્ર પોતાના તરંગને ઉત્પન્ન કરીને એને ભોગવતો થકો, એને કરતો થકો ને એને ભોગવતો થકો, ૫૨ને ક૨તો થકો અને ૫૨ને ભોગવતો થકો નહિ, એમ સિદ્ધ કરવું છે.