________________
૨૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વ્યાપીને, ઉત્તરંગ અથવા નિતરંગ એવા પોતાને કરતો થકો, સમુદ્રએ પોતાના તરંગને ઉઠાવતો ને વિલય કરતો એ કરતો થકો, “પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે.” આહાહા ! પણ બે પવન અને સમુદ્ર ને તરંગ બે થઈને કામ થાય છે એમ નથી એમ કહે છે.
કાર્યના બે કારણ હોય કે નહીં? વ્યવહારનો અર્થ ઈ નહિ એમ એનો અર્થ નિમિત્ત એટલે વ્યવહાર એટલે કે નહિ, ઉપચારથી કથન છે, આવું છે. પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી, એટલે? અહીં એમ લેવું છે, પવન અને કરતો નથી એમ નહીં, પણ પવનને સમુદ્ર કરતો નથી એમ પ્રતિભાસતો નથી એમ, સમુદ્ર પોતાના ઉત્તરંગ તરંગને કરતો પ્રતિભાસે છે, પણ પવનને કરતો પ્રતિભાસતો નથી, પવનને કરતો એમ પવન આને કરતો નથી, એ તો સાધારણ વાત પહેલાં આવી ગઈ પણ પવનને લાવવું-વાવું અને ઊઠવું એને આ સમુદ્રની તરંગ કરતું નથી. શું કહ્યું સમજાણું?
પવનનું નિમિત્તપણું હોવા છતાં તે પવનને કારણે ઉત્તરંગ નિતરંગ નથી અને ઉત્તરંગ નિતરંગ જે થાય છે એ સમુદ્ર પોતે વ્યાપીને કરે છે. છતાં તે પોતાને કરતો પ્રતિભાસે છે, પણ પવનને લાવવું અને નો લાવવું એનો કર્તા પ્રતિભાસે નહીં. પવનનું આંહી નહીં કરતા અથવા પ્રતિભાસનો એ તો પહેલાં અંદર આવી ગયું. આહાહા !
આ તો સમયસાર શાસ્ત્ર છે બાપા! એકએકમાં ઘણો ગર્ભ ઉંડો ભર્યો છે. ઓહો! હેં? દરિયાઈ પવન ફવનને કારણે જ તરંગ ઉઠતું નથી. એ તો ઠીક પણ તરંગની આદિ મધ્યમાં સમુદ્ર છે, તો પોતાના તરંગને ઉઠાવતાનો ને કરતો પ્રતિભાસે છે, તો પવનનું લાવવું એનો કર્તા પ્રતિભાસો નહીં. સમજાણું કાંઈ ? પવન વ્યાપક થઈને તરંગને ઉઠાવે અને પવનનો અભાવ થઈને અહીંયા તરંગને વિલય કરે એ તો નહીં, પણ આત્મા સમુદ્ર પોતાના તરંગને ઉત્પન્ન કરતો ને વિલય કરતો પ્રતિભાસે છે, પણ તે પવનને લાવે અને પવનનું કર્તાપણું ને પવનનું કાર્ય આનું છે એમ છે નહીં. પવનનું આનું કાર્ય તો નથી પણ આનું પવનનું લાવવું એ કાર્ય નથી એમ. છે કે નહીં અંદર જુઓ કહો, આવું ઝીણું છે. તમારાં ઓલા નામાને લખવો હોય તો ચક્રવર્તી વ્યાજેય ઝટ ઝટ કાઢી નાખે. માળા આ સમજવું ને? આહાહા!
અહીંયા તો પ્રભુ એમ કહે છે કે સમુદ્રનું તરંગ ઊઠે છે, નહોતું અને થયું તેથી તેને પવનનું નિમિત્ત છે માટે થયું તરંગ એમ નથી. એ પળ તરંગ ઉઠવાનો તો એનો સમય જ હતો. આહાહાહા એ પવનને કારણે નહીં, એ તરંગ ઉઠવાનો એનો નિજ સમય કાળ હતો. આહાહાહાહા ! ૧૦૨ ગાથા કયાં લાગુ પડે બોલો. એ દરિયો પોતે તરંગને ઉઠવાનો સમય છે તેથી ખરેખર તરંગ તો તરંગને કાળ તરંગ પોતે પોતાને કારણે ઉઠે છે એને દરિયો ઉઠાવે છે એમ કહેવામાં આવે. પણ પવનને લઈને એ તરંગ ઊઠે છે એમ નથી. તેમ પવનનો જે દરિયાનો જે તરંગનો નાશ થયો. તેની આદિ મધ્ય અંતમાં દરિયો છે, પણ પવનનો અભાવ છે માટે અહીં વિલય થયો એમ નથી. તરંગનું સમાઈ જવું થયું, પવનનો અભાવ માટે સમાઈ જવું થયું, એમ નથી. આહાહા ! સમજાણું કાંઈ?
હવે આ તો ગાથાકું સાધારણ છે. આહાહા! પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી. પહેલું ઓલામાં તો આવી ગયું છે, પવનનું ને સમુદ્રનું વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ એ તો