________________
ગાથા-૮૩
૨૮૭ અભાવ છે. પવન છે તે વ્યાપક થઈ અને એના તરંગને ઉઠાવે, એનો અભાવ છે. એમ પવનનો અભાવ થઈ અને આંહીં એનો વિલય થાય, તરંગનો નાશ થાય એનો અભાવ છે. આવું ઝીણું છે.
સમુદ્રના તરંગના ઉત્પન્નને પવન નિમિત્ત હોવા છતાં અને પવનના અભાવનો તરંગના નાશને નિમિત્ત હોવા છતાં પવનના ભાવને અને સમુદ્રના તરંગની અવસ્થાને વ્યાપકભાવ અને વ્યાપ્યનો અભાવ છે. પવન કર્તા થઈ વ્યાપક થઈ અને તરંગને ઉત્પન્ન કરે છે એમ નથી. અને પવનનો અભાવ વ્યાપક થઈ અને તરંગનો વિલય કરે છે એમ નથી. સમજાય છે કાંઈ? પવનને અને સમુદ્રને વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક કર્તા એવા કર્તા કર્મનો અભાવનો, અભાવને લીધે પવન કર્તા અને સમુદ્રના પાણીનું ઉછળવું તે તરંગ તે કર્મ એનો અભાવ છે. નિમિત્ત ભલે હો, છતાં તે પવનનું વાવું, એ તરંગનું ઊઠવું એનો કર્તા છે પવનનું વાવું એ છે નહીં. આહાહાહા!
કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પવનને અને સમુદ્રના તરંગને કર્તાકર્મના ભાવની અસિદ્ધિ હોવાથી સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને, સમુદ્ર પોતે જ વ્યાપક કર્તા થઈને, ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાને વિષે, આહાહાહા ! એ પાણીમાં જે સમુદ્રનો તરંગ ઊઠે એની આદિ મધ્ય અંતમાં દરિયો છે, એની આધમાં પવનનું વાવું નિમિત્ત છે માટે એ એની આધમાં છે, તેથી
ત્યાં તરંગ ઊઠે છે એમ નથી. સમજાણું કાંઈ ? સમુદ્ર જ, “જ” છે ને? એકાંત છે. પાછું એમ નહીં કે નિમિત્ત કંઈક-કંઈક કર્તા છે, કથંચિ–કથંચિત્ સમુદ્ર પોતે તરંગનો કર્તા છે અને કથંચિત્ પવન કર્તા છે, એમ નથી. આહાહા!
પ્રશ્ન મોટો ઉઠયો'તો ને તે દિ' નિમિત્ત કોઈ વખતે પણ કરે છે એમ હતો પ્રશ્ન, ત્યાં ઈસરી, ઈસરી, આંહી કહે છે કે નિમિત્ત હો અને પવન-તરંગનું ઊઠવું હો, પણ એ તરંગના ઉઠવામાં નિમિત્ત હોવા છતાં તરંગનું ઊઠવું એ વ્યાપક છે પવન અને એનું આ કાર્ય છે ઊઠવું એમ નથી. સમુદ્ર પોતે જ અંતરમાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને પવનને ઉત્પન્ન કરે ને તરંગને ઉત્પન્ન કરે છે. આહાહાહા ! કહો સમજાય છે કે નહીં ?
- હવે આ મોજૂદ દેખાય કે પવન આવે અને તરંગ ઊઠે અને પવન ન હોય તો તરંગ વિલાઈ જાય, હેં? ના, ના એમ નથી સાંભળ કહે છે. આહાહા! સમુદ્ર પોતે જ તેની તરંગ ઉઠવામાં આધમાં મધ્યમાં અને અંતમાં સમુદ્ર છે, એની આદિમાં પવન હતો માટે તરંગ ઉઠયું એમ નથી. જુઓ તો સ્વતંત્રતા, પછી આ તો આત્મામાં ઉતારશે હોં. આ તો દેષ્ટાંત છે. સમુદ્ર જ, સમુદ્ર જ એમ છે ને એકલો જ સમુદ્ર. આહાહાહા !
પારાવાર એવ” છે ને અંદર છે. “પારાવાર એવ” બીજી લીટીમાં છે સંસ્કૃતમાં. આહાહા ! બીજી લીટીમાં આ તો નજર ન્યાં ગઈ હોય એટલે? “પારાવાર એવ” બીજી લીટી, સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને, દરિયો પોતે જ આ તો નિમિત્તથી કથન, બાકી પવન પોતે જ, અહીંયા ઉત્તરંગ પોતે જ પોતાના કર્તાકર્મ થઈને ઉત્પન્ન થાય છે.
એ તરંગ જે ઊઠે છે એનું કર્તા તરંગ, કાર્ય તરંગ, સાધન તરંગ, ષટ્કારક તરંગ એના છે, પણ હવે અહીં સમુદ્ર બતાવવો છે. આહાહા... આવી વાત. એ સમુદ્ર જ પોતે અંતર્થાપક થઈને એટલે પ્રસરીને ઉત્તરંગ એટલે તરંગનું થવું, અને તરંગનું વિલય થવું એ અવસ્થાને વિષે આદિ મધ્ય અંતમાં વ્યાપીને- શરૂઆત, મધ્ય ને અંતમાં સમુદ્ર તરંગના ઉત્પન્ન ને નાશને અવસ્થામાં