________________
ગાથા-૮૩
૨૮૯ આવી ગયું છે, બીજી લીટીમાં. સમજાણું? પવનને અને સમુદ્રના તરંગને વ્યાપ્યવ્યાપકનો અભાવ છે એ તો ત્યાં સિદ્ધ થયું. હવે આંહી તો ઈથી વધારે પોતે, પોતે કરે છે ને ઉતરંગને તરંગ? ને વિલય કરે છે ને? એવું તો કરે છે ને? તો એ પછી પવનનું લાવવું કરે તો શું વાંધો છે? એને કારણે ત્યાં પવનને આવવું પડ્યું, આ આત્મામાં સમુદ્રનો તરંગ ઉઠયો એણે પવનને લાવ્યો એમ એનો કર્તા નથી. પવન પણ એને કારણે ને એની પર્યાયના ઉત્પન્ન કારણે આવ્યો અને એને કારણે તેની પર્યાયનો અભાવ પવનનો થયો. આહાહાહા!
એમ સમુદ્રની પર્યાયમાં પોતાને કારણે ઉત્પન્ન થયો એ પરને કારણે નહીં અને પરને નહીં. પરને કારણે નહીં અને પરને કરે નહીં. એ વાત સિદ્ધ કરી છે. કહો, સમજાય છે કે નહીં? ઝીણી વાત ભાઈ ! આથી તો ગાથા ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯ બહુ ઝીણું ગયું. આહાહાહા!
(કહે છે ) અને વળી હવે ભોક્તાની વાત કરે છે. ઈ કર્તાકર્મની કીધી. હવે ભોક્તા ભોગ્ય, વળી જેમ તે જ સમુદ્ર ભાવ્યભાવકભાવના અભાવને લીધે, એટલે એ પવન ભાવક છે અને સમુદ્રની પર્યાય એનું ભાવ્ય છે એનો અભાવ છે. ભાવ્ય ભાવક ભાવના અભાવને લીધે આ ભાવ્યભાવક ૩રમાં આવ્યું છે ને ૩૭ માં આવ્યું છે. ભાઈ કીધુંને હમણાં ૩૨માં ભાગ્ય ભાવક આવ્યું'તું નિજ સ્તુતિ છે. ત્યાં ભગવાનની સ્તુતિ છે એ તો પર ઉપર જાય છે વિકલ્પમાં, આ તો અસ્તુતિ છે, એટલે? ભાવક જે કર્મ છે મોહ, તેની અનુસારે થતી આત્માની ભાવ્ય જે અવસ્થા, તેને ન કરતો તેને છોડતો, (શ્રોતા:- ભાવ્ય ભાવક ભાવનો અર્થ અહીં જુદો છે) એ જુદા છે કેમકે ત્યાં તો સ્વદ્રવ્યની સ્તુતિનું વર્ણન છે. ને આંહીં તો ફક્ત પર્યાયમાં બીજું નિમિત્ત હોવા છતાં તે પર્યાયનો કર્તા નથી, એટલે સિદ્ધ કરવું છે. આહાહા!
ફરીને, આમાં કાંઈ બીજી ત્રીજી વાર આવે તો કાંઇ વાધો નહીં. ૩ર મી ગાથામાં ભાવ્યભાવક છે એ નિજ સ્તુતિ છે ત્યાં, નિજસ્તુતિ, ભગવાનની સ્તુતિ છે એ તો પરની સ્તુતિ એ તો વિકલ્પમાં જાય છે. ને સ્વની સ્તુતિમાં ભાવક જે મોહ તેને અનુસારે થતો વિકલ્પ ભાવ્ય તેને ન થવા દેતાં, તેનાથી જુદું પાડતાં, નિજસ્તુતિ છે ને? ભાવક મોહ તેને અનુસાર, અનુસાર એ કરતો નથી ભલે, એને અનુસારે થતો ભાવ્ય નામ રાગદ્વેષ મોહ ભાવ્ય તેનું ભેદજ્ઞાન કર્યું, તેને ન થવા દેતા દૂરથી ન થવા દેતા એમ છે. એમ છે ને. આહાહાહા ! એમ કે થયો છે અને પછી ટાળે છે એમ નહીં. શું કીધું છે?
કર્મનો ભાવક છે અને અહીં ભાવ્ય વિકાર થયો છે એને જીતે છે એમ નહીં. પણ કર્મ જે નિમિત્ત છે તેને અનુસાર જે ભાવ થતો તેનાથી ભિન્ન પડ્યો, તે સ્વને અનુસાર થતાં કર્મના નિમિત્તના અનુસાર જે ભાવ્ય હતો તે ફરી થયો નહીં, એ જીવની સ્તુતિ કહેવાય છે. આહાહાહા ! સમજાય છે? ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે એ આવે, બીજું શું આવે? આહાહાહા ! અને ૩૭ માં એ જ ભાવકભાવ્ય, ૩૬માં શેય જ્ઞાયક કીધો ને ૩૭ માં ભાવ્યભાવક ભાવ. પણ ત્યાં જીવને સિદ્ધ કરવો છે એટલે ભાવક કર્મ અને ભાવ્ય વિકારી ભોગવવાનો ભાવ એનો અભાવ છે. એ પોતાના અનુભવને ભોગવે છે. આહાહાહા ! ન્યાં તો પછી શબ્દ ઘણાં લીધાં છે. ૧૬ બોલ ને નહીં ? મોહ અને કર્મ ઘણાં લીધાં છે, ૧૬ ત્યારે હાલતું હોય ત્યારે ત્યાં એ હાલે. શું કીધું છે? ૩૭ માં જે ભાવક છે મોહ ને એનાથી ભાવ્ય