________________
૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વ્યાપ્ય કાર્ય એમ નથી. વિકારી પરિણામ તેનું વ્યાપ્ય એનો અભાવ હોવાને લીધે, કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, કર્મે રાગને કરાવ્યો એમ નથી. તેમ કર્મનો અભાવ થયો માટે મોક્ષ દશા થઈ એમ નથી. ભાઈએ લખ્યું છે ને? ફૂલચંદજીએ, જ્ઞાનાવરણીનો ક્ષય છે માટે કેવળજ્ઞાન થયું એમ નથી. કર્મનો ક્ષય થયો, એ અકર્મ પર્યાય થઈ. ( શ્રોતા – કર્મની અકર્મ) વાત સાચી છે. પરમાણુંની જે કર્મરૂપે પર્યાય હતી, એની અકર્મરૂપે થઈ પણ કર્મની અકર્મરૂપે પર્યાય થઈ તેથી અહીં કેવળજ્ઞાન થયું એમ નથી. આહાહા!
જેમ સમુદ્રના તરંગને ઉત્પન્નમાં તેમજ નાશ તેમાં પવનનું વાવું ન વાવું નિમિત્ત હોવા છતાં તે પવનનું વ્યાપકનું કાર્ય છે એમ નથી. એમ ભગવાન આત્મા સંસાર અવસ્થાની વિકૃત દશામાં તેને કર્મની ઉત્પત્તિનું નિમિત્ત હોવા છતાં તે કર્મનો વ્યાપક થઈને વિકારીનું કાર્ય કરે એમ નથી. આહાહાહા !
જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર. એ વિકારનો ભાવ જે થાય છે તેની આદિમાં અંતમાં જીવ પોતે છે. આહાહાહા! હવે ઓલામાં એમ કહેવું, જ્ઞાનીમાં એમ આવ્યું 'તું કે જેની દ્રવ્યદૃષ્ટિ થઈ છે, જ્ઞાયકભાવ સ્વરૂપનું જ્ઞાન થયું છે એને રાગનું જે ઉત્પન્ન થવું એ ઉત્પન્ન થવાનું કારણ તે કર્મ છે. સમજાણું કાંઈ? પહેલાં આવી ગયું'તું આ, કર્મનો, અહીં રાગ થવો રાગ જ્ઞાનીને જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એવું જે જ્ઞાન થયું છે, તેને જે રાગ થાય છે, એ રાગનું કર્તા, કર્મ છે અને રાગ તેનું કાર્ય છે. આત્મા તેનો જાણનાર છે, જ્ઞાયક છે ને? જાણ્યું જાણનાર છે, એટલે રાગ થાય તેનો રાગ જીવનું કાર્ય છે આદિ મધ્ય અંતમાં વ્યાપીને રાગ કરે છે, એ જ્ઞાનીની દૃષ્ટિમાં નથી.
અહીંયા તો સમુચ્ચય જીવની વ્યાખ્યા કરતા શું થાય એ વાત છે. આહાહા ! જે ત્યાં એમ કહ્યું'તું ૭૯ ગાથામાં અને એના કળશમાં. કળશ એક કલાક હાલ્યો'તો. કે રાગનું ઉત્પન્ન થવું એનું વ્યાપ્ય એ કર્મ એ રાગ કાર્ય કર્મનું છે, (શ્રોતા- એ જ્ઞાનીની વાત છે) એ કીધું ને. જેની સ્વભાવ દૃષ્ટિ થઈ છે, તો સ્વભાવ અને દ્રવ્ય તો શુદ્ધ છે, તેથી તેનો ઉત્પાદ, નિર્મળ પર્યાયનો ઉત્પાદ તે તેનું કાર્ય છે. પણ મલિન પર્યાયનો ઉત્પાદ તે કાર્ય કર્મનું છે. આહાહાહા ! અહીંયા તો વસ્તુસ્થિતિ સ્વતંત્ર કેમ છે એ સિદ્ધ કરવું છે. એ વાત, આહાહા.. સમજાય છે કાંઈ?
જીવ જ પોતે, ન એકાંત છે, બે કારણ નહીં એમ કહે છે. આહાહા ! જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને? બે કારણથી થાય, સ્ત્રી ને પુરુષ બે થઈને દિકરો થાય. એમ કર્મ ને આત્મા બે થઈને રાગ થાય. એ તો બીજુ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. આહાહાહા !
આંહી તો જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર એટલે વિકારી દશામાં આદિ મધ્ય અંતમાં જીવ પોતે છે. એની આદિ મધ્ય અંતમાં કર્મ છે માટે ત્યાં સંસાર અવસ્થા છે એમ નથી. સસંસાર અવસ્થામાં જીવ જ પોતે આધમાં વિકારની અવસ્થાની આધમાં, વિકારની અવસ્થાની મધ્યમાં, વિકારની અવસ્થાના અંતમાં પોતે વ્યાપ્યો છે. અને નિઃસંસાર અવસ્થામાં પણ કેવળજ્ઞાનની પર્યાય થઈ તે અવસ્થામાં પણ આધમાં આત્મા વ્યાપ્યો છે, મધ્યમાં અંતમાં એ છે, કર્મનો અભાવ છે માટે ત્યાં કેવળજ્ઞાન થયું, એમ નથી. આહાહાહા.. જ્ઞાનાવરણીનો ક્ષય થયો માટે કેવળજ્ઞાન થયું એમ નથી કહે છે, અને તે તો ક્યારે થયું ત્યારે તો ઓલાનો અભાવ