________________
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી, ઉત્તરંગ અથવા નિતરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિ:સંસાર અવસ્થાઓને પુગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
ભાવાર્થ-આત્માને પરદ્રવ્ય-પુગલકર્મના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે; પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
પ્રવચન નં. ૧૭૧ ગાથા-૮૩ તા. ૧૭/૦૧/૭૯ બુધવાર પોષ વદ-૪
णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि।
वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।। ८३।। આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું,
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અહીંયા તો સમુચ્ચય વાત કરવી છે. જ્ઞાનીની વાત હતી તે ગઈ ૭૫-૭૬–૭૭–૭૮-૭૯. આ તો સમુચ્ચય સામાન્ય વાત જે અનાદિની છે એ વાત છે.
જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ સમુદ્રમાં જે તરંગો ઊઠે અને તરંગો સમાઈ જાય, સમુદ્રમાં તરંગ ઊઠે ને સમુદ્રમાં તરંગ સમાઈ જાય વિલય થાય. એવા અવસ્થાઓને પવનનું વાવું, પવનનું થવું એ વાવું ઉત્તરંગમાં, તરંગ થવામાં પવનનું વાવું નિમિત્ત અને નિસ્તરંગમાં પવનનું નહીં વાવું નિમિત્ત એવું હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્ય-વ્યાપકભાવના અભાવને લીધે, પવન છે તે વ્યાપક છે કર્તા છે અને સમુદ્રની પર્યાય વ્યાપ્ય કર્મ છે કાર્ય છે, એનો અભાવ છે. આહા.... શું કહ્યું સમજાણું?
સમુદ્રના પાણીમાં તરંગ ઊઠે દરિયામાં એમાં પવનનું વાવું નિમિત્ત અને તરંગ સમાય એમાં પવનનું ન વાવું નિમિત્ત, અભાવ નિમિત્ત છે. છતાં પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવનો