________________
૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સવારે દૂધ પીએ, ચા, ઘણાં તો ઉકાળા, બપોરે વળી દાળભાત રોટલી શાક, વળી બે વાગ્યે કાંઈક દૂધ બુધ કરે કાંઈક ને સાંજે પછી પુડલા કે ખીચડી કે કઢી કંઈક પહેલાં તો ખીચડી ને કઢી, કરતા હવે વળી કાંઈક પુરી ને રોટલી ને ઢીંકણું પેલું શું કહેવાય? ભજીયા-બજીયા એવું કાંઈક કરે સાંજ, બહુ ફેરફાર થઈ ગયો પહેલાં કરતા. જુની લાઈનમાં તો રોટલી ને રોટલો બસ, ચોખા તો કોક ઠેકાણે હોય. ( શ્રોતા – મહેમાન આવે ત્યારે) મહેમાન આવે ત્યારે. આ તો હવે ચોખા દરરોજ શાક એક ને બે શાક કરે ને એક દાળ હોય ને નહીં તો એક શાક ને દાળ હોય. ઓલું તો એક દાળ હોય તો શાક નહીં ને શાક હોય તો દાળ નહીં એમ હતું તે દિસાંઈઠ વરસ પહેલાં તો. હું! બહુ ફેરફાર ઘણો ફેરફાર થઈ ગયો. લોકોના બહારના જીવનમાં પણ બહુ ફેરફાર થઈ ગયો.
આંહી કહે છે કે જીવ જેમ રાગદ્વેષનો કર્તા ને ભોક્તા છે, રાગદ્વેષનો કર્તા અને કર્મ છે પણ પરનો કર્તા નથી એમ આત્મા પોતાના પરિણામનો ભોક્તા છે, પણ પરવસ્તુનો ભોક્તા નથી એની વાત કરશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
છે પાણીમાં ઉષ્ણપણે તેમ જ શીતરૂપે પરિણમવાની યોગ્યતા છે, પરંતુ પાણીમાં પ્રત્યેક સમયે એક જ પ્રકારે-કાં તો ઉષ્ણરૂપે અથવા શીતરૂપે પરિણમવાની યોગ્યતા હોય છે. તેથી જે જે સમયે જે પ્રકારે પરિણમવાની યોગ્યતા હોય છે તે સમયે તેવું નિમિત્ત હાજર હોય છે. ઉષ્ણપણે પરિણમવાની જે સમયે યોગ્યતા હોય તે સમયે અગ્નિનું નિમિત્ત સહજપણે માત્ર ઉપસ્થિતિરૂપ હોય છે. નિમિત્તથી પાણી ઉષ્ણ થયું જ નથી, થતું જ નથી. તેથી, જેવું નિમિત્ત આવે તેવું પાણીનું પરિણમન થવાની યોગ્યતા છે એ વાત બિલકુલ જૂઠી છે. અગ્નિનું નિમિત્તપણું આવે તો ઉષ્ણપણે પરિણામે અને તેના બદલે તે સમય રેફ્રીજરેટરનું નિમિત્તપણું આવે તો શીતરૂપ પરિણમે એવી પાણીની વર્તમાન યોગ્યતા હોતી જ નથી. જો એમ હોય તો નિમિત્તથી કાર્ય થાય છે એવું વિપરીત સિદ્ધ થાય. પ્રત્યેક સમયે પાણીની વર્તમાન યોગ્યતા સુનિશ્ચિતરૂપે જ હોય છે અને તે તે સમયે તેને અનુકૂળ એવા નિમિત્તની હાજરી સહજપણે હોય છે.
(આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૩૩)