________________
૨૮૩
ગાથા-૮૦-૮૧-૮૨ ને મુનિપણું લઈ લ્યો ને, ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો, આ આવા ઉપદેશ બધા. આહાહા !
ભગવાન આત્મા એ રાગના કર્તા વિનાની એ ચીજ છે અંદર, કેમ કે જે શુદ્ધ સ્વરૂપ છે તે અશુદ્ધનો કર્તા કેમ થાય? એવી જે શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ (ચીજ) પડી છે. એનો તો આશ્રય લીધો નથી અને આ રાગનો આશ્રય લઈને અહીં ક્રિયાકાંડમાં જોડાઈ ગયો. એથી એ અજ્ઞાની કદાચિત્ રાગનો કર્તા કહો. આવું કઠણ પડે માણસને, એટલે સોનગઢનું એકાંત છે ને એમ કરીને વાતો કરે બિચારા કરે શું? દુનિયાની તો બધી ખબર છે ને બાપુ, ખબર નથી ? આ મારગડા જુદા ભાઈ !
પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી, આંહી સિદ્ધ એ કર્યું છે છેલ્લું. પુદગલને ને એને પરસ્પર નિમિત્ત-નિમિત્ત હોવા છતાં પુગલ કર્મ રાગનો કર્તા નહીં. રાગ પુગલ એટલું સિદ્ધ કરીને છેલ્લું સિદ્ધ આ કર્યું કે જીવ પુદ્ગલના પરિણામનો કર્તા નથી. જીવની વાત એને સિદ્ધ કરવી છે ને વધારે તો. આહાહા !
એથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મ ભાવ, એટલું જ લેવું. જીવ અજ્ઞાનપણે પોતાના પવિત્ર પૂર્ણ સ્વરૂપ તેના ભાન વિના, તે તરફની દૃષ્ટિ વિના, તે તરફના વલણ વિના જે અપવિત્ર જે પુણ્ય-પાપ છે, પવિત્ર સ્વભાવથી વિરુદ્ધ તેના સાથે કર્તાકર્મભાવ, અહીં વિશેષ મેળવ્યું હવે, ભોક્તાભોગ્યભાવ છે એમ હવે કહે છે. પાછું જોયું? કર્તાકર્મપણું સિદ્ધ કર્યું. હવે ભોક્તાભોગ્ય, ભોક્તા આત્મા અને વિકારી પરિણામ ભોગ્ય. પરપદાર્થ ભોગ્ય આત્માને એમ નહીં. આહાહાહા !
આ રોટલાને આત્મા ભોગવે, સ્ત્રીના શરીરને ભોગવે એમ નહીં, એમ તો અજ્ઞાનપણેય નથી એમ કહે છે. એ પોતાના વિકારી પરિણામનો ભોક્તા અને ભોગ્ય અને વિકારી પરિણામ બસ. એક ભોક્તા આત્મા ને રોટલાનો ભોગ્ય, રોટલા ભોગવવાને લાયક એમ નથી. આવી વાતું છે. એમાં કર્તાકર્મપણું કહ્યું, પણ હવે ઈ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યપણું પણ છે એમ હવે કહે છે.
પોતાના પરિણામ સાથે ભોક્તાભોગ્ય છે પણ પરવસ્તુને ભોગવે કે આત્મા કર્મને ભોગવે કે સ્ત્રીને ભોગવે કે મોસંબીને ભોગવે કે મહેસુબને ભોગવે એમ કોઈ દિ' ત્રણ કાળમાં છે નહીં. આહાહા ! (શ્રોતાઃ- ખાટોમીઠો સ્વાદ કેમ આવે છે.) સવાદ ક્યાં, રાગનો સવાદ આવે છે જોયું ઓલું કહ્યું નહોતું? મેસુબ જે છે મોઢામાં પડ્યો, જીભ એને અડી જીભ, આત્મા અડ્યો નથી એને, પણ આત્માને ખ્યાલ આવ્યો કે આ ગળ્યું છે એવો ખ્યાલ આવ્યો ગળ્યું, ગળી ચીજને અડયો નથી. એ ગળી ચીજ તો જડ છે માટી ધૂળ છે અને આત્મા તો અરૂપી છે, એ ગળી ચીજને અડે નહીં આત્મા, પણ એનું લક્ષ જતાં ઠીક છે એમ જે રાગ થયો એ રાગને અનુભવે છે, મેસુબને નહીં, સ્ત્રીને નહીં, આહાહાહાહા... આવી વાતું છે.
ઈ પોતે પોતાના ભોક્તા, રાગને ભોક્તા ભોગ્ય છે, પણ એને સ્ત્રીનું શરીર કે માંસ, હાડકું કે શું કહેવાય બીજું મેસુબ કે મોસંબી કે રસગુલ્લા કે મરચાંના અથાણાં કે એ બધું આત્મા ભોગ્ય ને ભોગવાય એમ નથી. એ આત્મા એને ભોગવી શકતો જ નથી એમ કહે છે. આહાહા....!!