________________
ગાથા-૮૦-૮૧-૮૨
૨૮૧ આ દાખલો કેવો આપ્યો છે, અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરે છે. માટી વડે કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવવડ પરભાવ, એટલે અહીં સિદ્ધ કરવું છે. પુલભાવોનો કર્તા તો કદી પણ થતો નથી એમ સિદ્ધ કરવું છે. કર્મનો ઉદય છે માટે વિકાર થયો એ પણ એમ નથી, એ તો પહેલું સિદ્ધ કર્યું, પણ હવે આમ સિદ્ધ કરવું છે કે જીવ પોતે પુદ્ગલના પરિણામનો કર્તા પોતાના વિકારી પરિણામનો કર્તા હોવા છતાં એ પરના પરિણામનો કર્તા તો છે નહિ, એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ? નહીંતર તો પુદ્ગલ છે કર્મ એ કાંઈ વિકારી પરિણામનો કર્તા નથી એ તો સિદ્ધાંત મુકી દીધો, પણ એને સરવાળો આ લેવો છે, કે જીવ જેમ જ્ઞાની થયો તેમ” જેમ વિકારી પરિણામનો કર્તા નથી તેમ અજ્ઞાની વિકારી પરિણામનો કર્તા છે, એ પુદ્ગલના પરિણામનો કર્તા નથી. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા.... આવું છે.
ભાવાર્થ- જીવના પરિણામને એટલે વિકારી પરિણામને અને પુદ્ગલનાં પરિણામ એટલે કર્મની પર્યાયને, પરસ્પર માત્ર નિમિત્તનૈમિતિકપણું છે પરસ્પર હોં, તે નિમિત્ત ને આંહી નૈમિતિક, આ નિમિત્ત ને એ નૈમિતિક, વિકારી પરિણામ નિમિત્ત, કર્મ નૈમિતિક, કર્મનો ઉદય નિમિત્ત, વિકારી પરિણામ નૈમિતિક એટલો સંબંધ છે. નિમિત્તનૈમિતિકપણું છે, તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી, પરસ્પર આવી ગયું પાછું બેય, કર્મનો ઉદય તે રાગને કરે નહિ અને રાગ છે તે કર્મને બાંધે નહીં. આહાહાહાહા !
જૂના કર્મનો ઉદય છે, એ રાગને કરે નહીં અને રાગ છે એ નવા કર્મ બંધાય એને કરે નહીં, પણ જૂના છે એની હારે સંબંધ પછી નહીં રહ્યો. ભાઈ ! રાગદ્વેષના પરિણામ છે, એને પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત છે, છતાં તે કર્મે એને અહીં કર્યું નથી એક વાત. હવે અહીં રાગદ્વેષ નિમિત્ત છે અને નવા કર્મ બંધાય છે, એ જૂના હારે સંબંધ ન રહ્યો. શું સમજાણું કહ્યું? જૂના કર્મનું નિમિત્તપણું વિકારી પરિણામ કરે તેને નિમિત્તપણે કહે, છતાં એ જૂના કર્મ તે વિકારી પરિણામનો કર્તા નહીં. હવે અહીંયા વિકારી પરિણામ નિમિત્ત અને કર્મબંધનના પરિણામ એ નૈમિતિક ને ઓલા જૂના કર્મ જે વિકારીમાં નિમિત્ત હતા એ નહીં, વિકારી પરિણામ નિમિત્ત અને નવા કર્મના પરિણામ થાય તે નૈમિતિક, પણ છતાં તે કર્મના પરિણામનો, વિકારી પરિણામ કર્યા નહીં. નવરંગભાઈ ! ભાષા તો સાદી આવે છે જોયું, ક્યાં ગયો તમારો ગયો? છે જ્યાં ભણ્યો હશે એ પાપનું બધું, આ બીજી જાતનું છે આ. આહાહા ! કહો સમજાણું કાંઈ ? આહા !
તો પણ પરસ્પર કર્તાકર્મભાવ નથી, એટલે બેય સિદ્ધ કર્યું. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થાય, છે? કર્મનું નિમિત્ત અને વિકારી પરિણામ પોતાના ભાવ થાય, તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, અજ્ઞાનદશામાં. આહાહાહા ! શુદ્ધ પરમાત્મસ્વરૂપ ભગવાન પવિત્રનો પિંડ પ્રભુ, એનું જેને જ્ઞાન નથી અને અજ્ઞાન છે, મહાપ્રભુ પવિત્રનો પિંડ આત્મા, અનંત અનંત અપાર ગુણ છે પણ બધાં પવિત્ર ને શુદ્ધ, એવા ભગવાન આત્માના ગુણો અને દ્રવ્યનું જેને જ્ઞાન નથી, આવી ચીજ છે છતી તેનું જ્ઞાન નથી. તેના અજ્ઞાનને લીધે વિકારી પરિણામનો એને કર્તા કહેવાય. આહાહા ! સમજાણું કાંઈ?
ચૈતન્યના ભગવાન શુદ્ધ, શુદ્ધ દ્રવ્ય શુદ્ધ ગુણ અપરંપાર અખંડ ભંડાર મોટો પ્રભુ! એવા ભંડારના શુદ્ધ ભાવનું જેને જ્ઞાન નથી અને જેને ફક્ત રાગદ્વેષ ને પર્યાયનું એને જ્ઞાન છે એ