________________
૨૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અજ્ઞાન છે. એ અજ્ઞાનભાવે એને પુણ્ય-પાપના વિકારી પરિણામ કાર્ય અને કર્તા કહી શકાય અજ્ઞાનભાવમાં, પણ છતાં તે પુદ્ગલના પરિણામનો કર્તા તો નહીં. આહાહા !
પરસ્પર નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પરસ્પર કર્તાકર્મપણું, પરિણામી પરિણામપણું નહીં, વ્યાપ્યવ્યાપકપણું નહીં. આહાહાહાહા ! આવી બધી ભાષા. (શ્રોતા - કદાચિત કેમ કીધું) અજ્ઞાન કીધું'ને, અજ્ઞાન છે ત્યાં સુધી કર્તા છે કીધું? શું, પણ કદાચિત અજ્ઞાન છે ત્યાં સુધી તો એ કર્તા છે કદાચિત્ હજી, ભાન થયું પછી કર્તા નથી, અહીં તો વાત થઈ ગઈ ને બેય વાત તમે. એના સાટુ તો આ બે ત્રણ વાર વાત કરી કે શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ને ગુણ શુદ્ધ છે, મહાપ્રભુ મોટી હૈયાતીવાળું મહાતત્ત્વ છે એની જેને ખબર નથી, એ અજ્ઞાની અને પુણ્ય-પાપના પરિણામ વિકારી ઉપર દૃષ્ટિ છે તેથી તે અજ્ઞાની તેનો કર્તાકર્મ થાય છે. આહાહા ! આહાહાહા !
પણ જેના શુદ્ધ દ્રવ્યગુણ પર્યાયની હૈયાતિની પ્રતીત થઈ છે, જેની જ્ઞાનની પર્યાયમાં મહાપ્રભુ દ્રવ્યને ગુણ મોટો શુદ્ધ પ્રભુ જણાણો છે એના પરિણામમાં શુદ્ધતા સિવાય શું થાય એને? કારણકે એનો વિષય જ આખો શુદ્ધ છે પર્યાયનો, એ શુદ્ધ છે તેના પરિણામ શુદ્ધ થાય, તેને જે રાગાદિ થાય તેને તે પર તરીકે શેય તરીકે જાણે, આવી વાતું છે.
આ વસ્તુ તત્ત્વને સમજ્યા વિના, કાંઈ ન મળે ને કાંઈક લઈ લો વ્રત ને પડિયા અને પછી હેરાન. વસ્તુની તો હજી ખબર નથી શું છે આ. (શ્રોતા- વ્રત તપ તો કરવાના છે ને) કરવાના નથી, વિકલ્પ આવે તેનો જાણનાર રહે છે એમ છે પછી, ઝીણી વાત બહુ બાપુ! મારગ ઝીણો બહુ, અત્યારે તો આખા સ્વરૂપને પલટાવી નાખ્યું છે માણસે અને બિચારા વાણીયાને નવરાશ ન મળે.
ઓલું લખ્યું છે ને? ઓલા, જાપાની એ જાપાનનો ઐતિહાસિક મોટો છે ૬૭ વર્ષનો અને એનો છોકરો છે ઐતિહાસિક, બહુ શાસ્ત્રો જોયેલા છે ઘણા એને, આ જૈનના શાસ્ત્રો જોયા પછી એ કહે છે કે, ઓહોહો... જૈનમાં તો “અનુભૂતિનું કહ્યું છે” જૈનમાં તો અનુભૂતિ કરવી તે કહ્યું છે, પણ જૈન (ધરમ) વાણીયાને મળ્યો ને વાણીયા વ્યાપાર આડે નવરાશ ન મળે. જાપાનનો ઐતિહાસિક છે એને ખબર પડી ગઈ બધાને, વાણીયા વેપાર આડે નવરાશ નથી એટલે આ નિર્ણય કરવાનો વખત એને નથી મળતો. અનુભૂતિ ભગવાન આત્મા કહે છે, આત્મા આનંદમૂર્તિ પ્રભુ, એની અનુભૂતિ કરવી એ જૈન ધર્મ છે, પણ એ દ્રવ્ય શું છે, એની હજી ખબરેય ન મળે. અને આ પડિમા ધારણ કરી લીધી એક બે ચાર પંદર દસ અગિયાર, એ તો રાગનો કર્તા થાય મિથ્યાદેષ્ટિ છે. આહાહા !
આકરું કામ બાપુ, એ એમ કહે છે બિચારો, માળા કે જૈનો થયા પણ વાણીયાને મળી વાત અને જૈન પરમેશ્વરનો માર્ગ છે અનુભૂતિ. આત્મા એ શુદ્ધ છે એ બહુ એને તો ખ્યાલ ન હોય પણ, બહુ વાંચેલું ને જૈનનું અન્યનું વાંચેલું ને જૈનનું આ કાઢયું એણે, જાપાનનો છે એ ઐતિહાસિક, લેખ આવ્યો'તો, આંહી નવરાશ ન મળે એને નિવૃત્તિ ન મળે ધંધા આડે. (શ્રોતા – જાપાનવાળાને નવરાશ કેમ મળી હશે) રામજીભાઈ જેવા નવરા તો કોક થતા હશે ને? આહાહા ! ઈ વાણિયાની એવી ઓલી કરી, વાણીયા વેપાર આડે નવરા ન મળે, એમાં આત્માનું જૈન ધર્મની અનુભૂતિ છે એનો નિર્ણય કે દિ કરે ઈ ? આ પડિમા લો, વ્રત લઈ લ્યો,