________________
૨૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ “જેમ માટી વડે કપડું કરી શકાતું નથી. તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશક્ય હોવાથી, આહાહા.... માટી વડે કપડું ન થાય, એમ આત્માના ભાવ વડે કર્મના પરિણામ ન થાય, પુદ્ગલના પરિણામ આત્માના ભાવથી ન થાય. આહાહાહા..... આવું છે. આહા !
દાખલો કેવો આપ્યો છે, જોયું ? ઓલામાં માટીનો જ એકલો ઘડો, અહીં વળી માટી વડે કપડું ન થાય એમ કહી પ૨દ્રવ્યના પરિણામ ન થાય. કર્મના બંધનના પરિણામ જીવ ન કરે, જેમ માટી વડે કપડું ન થાય, તેમ જીવના પુણ્ય-પાપના વિકારના ભાવ વડે કર્મના પરિણામ ન થાય, અને કર્મના પરિણામ વડે આત્મામાં વિકારી પરિણામ ન થાય. માટી વડે કપડું ન થાય એમ આત્માના વિકારી પરિણામ વડે કર્મ બંધાય નહીં, અને કર્મના ઉદયને લઈને જીવના પરિણામ આત્મામાં થાય, એ માટી કપડું ન થાય, એમ જીવનો ઉદય આવ્યો માટે અહીં રાગદ્વેષ થાય એમ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો ભાઈ એકએક ગાથાઓ સમયસારની ગાથા એટલે, આહાહા..... ઉંડપનો પાર ન મળે.
માટી વડે કપડું કરી શકાતું નથી તેમ, પોતાના ભાવ વડે એટલે વિકારી ભાવ વડે, “૫૨ભાવનું એટલે કર્મનું કરાવવું અશક્ય હોવાથી જીવ પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી.” અહીં એ સિદ્ધ કરવું છે. આહાહા ! અહીં રાગદ્વેષ થયા માટે એને આ કર્મબંધન થયું એમ નથી. એ ત્યાં પુદ્ગલના પરિણામમાં કર્મબંધનનાં પરિણામ થવાનો કાળ હતો તેથી ત્યાં થયું, આ રાગદ્વેષ તો નિમિત્તમાત્ર છે અને એ રાગદ્વેષના ભાવ વડે કર્મનું પરિણમન થયું એમ નથી. માટી વડે કપડુ થતું નથી એમ રાગદ્વેષના પરિણામ વડે કર્મના પરિણામ થતાં નથી.
(
આવું એની મેળે વાંચે તો બરોબર સમજાય એવું નથી એવી વાત છે આ. માટે નિવૃત્તિ લઈને સાંભળવાનો જોગ કરવો. આ અમારા ચીમનભાઈએ નિવૃત્તિ લીધી છે ને હવે છોડી દીધું. હવે બધું હવે કરો ઉધ્ધાર. આહાહાહા ! ભાઈ ! અરે આવા કાળ ક્યારે આવે બાપુ. અનંતકાળથી રખડયો, ક્યાંય ત્રસપણું પામ્યો નહોતો, એવા નિગોદમા અનંતકાળ રહ્યો. આહા ! ( શ્રોતાઃત્રસપણું પામ્યો નહોતો ) બચારા ત્રસપણું પામ્યો નહોતો એટલો કાળ તો નિગોદમાં ગયો. ઓહોહો ! અને હજી કેટલા બચારા ત્રસ થયા નથી એવા નિગોદમાં જીવ પડયા છે, ઇયળ થયા નથી હજી. આહા !નિગોદમાંથી નીકળ્યા નથી એટલે પછી શું ? થયું ? એ બટાટા સકકરકંદ આ બટાટાની શંકા છે લોકોને, પણ લસણ ને ડુંગળી, મુળાનો કાંઠો અનંતા જીવ, અનંતા જીવ એમાં એક રાઈ જેટલી કટકીમાં તો અસંખ્ય શરીર, અંગુળના અસંખ્યભાગે ઔદારિક શ૨ી૨, એક રાઈ જેટલા કટકામાં અસંખ્ય ઔદારિક શરી૨ અને એકએક શરીરમાં અનંતા જીવ, અને ત્યાંથી હજી નીકળ્યા નથી કેટલાક જીવ. આહાહા.....!!
ભગવાનની વાણીમાં છે, પ્રભુ તું આ માણસ થયો' ને હવે, હવે તને આ કરવા જેવાનો કાળ તો આ છે. નિગોદમાંથી ત્રસ થાય તો એ ઢાળસાગરમાં કહે છે કે એ તો ચિંતામણિ રતન મળ્યું એને, ત્રસ ત્રસ ઇયળ થાય. ચિંતામણિ મળ્યું એમાંથી માણસ થાય અને એમાં વળી, આર્ય ક્ષેત્રમાં જન્મ, એમાં પણ વીતરાગના કુળમાં જન્મ જૈનમાં અને એમાં પણ વીતરાગવાણી સાંભળવાનો જોગ એવામાં જન્મ. આહાહાહાહા.... બાપુ તારા પુણ્યનો પાર નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આહા !