________________
ગાથા-૮૦-૮૧-૮૨
૨૭૯ અને અજ્ઞાનીને દ્રવ્યગુણ મારાં નથી તેથી તેને રાગ મારો છે (એવું ભાસે છે). દેવીલાલજી! આવા તમારે કાંઈ ઢુંઢિયામાં આવું કાંઈ આવે એવું નથી.(શ્રોતા:- સવાલ જ નથી) આવી થોડી ઘણી વાત નાખી છે. પણ આવું સ્પષ્ટ નથી. કારણકે દૃષ્ટિ વિપરીતથી શાસ્ત્ર બનાવ્યા. અને આ તો ત્રણલોકના નાથની સીધી વાણી, સંતો સીધી વાણી જગતને કહે છે. આહા !
જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, તેમ અજ્ઞાનભાવ છે ત્યાં સુધી વિકારનો કર્તા છે એમ, સદાય કર્તા છે એમ, નહીં. જ્યાં સુધી એને દ્રવ્ય ને ગુણની પ્રતીતિ થઈ નથી, મારો નાથ શુદ્ધ ચૈતન્ય ભગવાન પરમાનંદનો નાથ છે, એના અસ્તિત્વની, અસ્તિત્વનું મોજુદગીનું જ્ઞાન થયું નથી એથી તે રાગ ને દ્વેષને જ એ ભાળે છે, આ ભાળતો નથી અજ્ઞાની. અને જ્ઞાની પોતાના દ્રવ્ય ને ગુણ શુદ્ધને ભાળતો હોવાથી, તેના પરિણામ પણ નિર્મળ શુદ્ધ થાય છે, તે પરિણામ તેનું કાર્ય છે, એ પરિણામીનું એ પરિણામ છે. અને જ્ઞાનીને રાગદ્વેષ છે એ પરિણામ છે, જે કર્મ પરિણામીનું એ પરિણામ છે. આહાહાહાહા !
ભાષા તો સાદી પણ ધ્યાન તો રાખવું જોઈએ ને ભાઈ ! આ તો વીતરાગ માર્ગ છે બાપુ, જેની પાસે ઇન્દ્રો એકાવતારી જઈને ગલુડીયાની જેમ બેસે સાંભળવા પરમાત્મા પાસે મહાવિદેહમાં, એ વાણી કેવી હોય ભાઈ ? એના ન્યાયો અને એની રીતની પદ્ધતિ કોઈ વીતરાગની જુદી છે. આહાહા !
અહીંયા “જે માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી પોતાનો ભાવ એટલે રાગ અને દ્વેષ, આંહી ઓલામાં પોતાનો ભાવ એટલે નિર્મળ ભાવ હતો, જ્ઞાનીનો, ( શ્રોતા:- આ પુદ્ગલનો ભાવ ) પુદ્ગલનો, એ તો જ્ઞાતા થઈને શેય છે ને એ તો, અને આંહી તો મારું સ્વરૂપ છે આ તો, જેને આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ, દૃષ્ટિમાં લીધો નથી તેના અસ્તિત્વમાં રાગદ્વેષ છે, એ મારું અસ્તિત્વ છે એમ માન્યું છે અને જેને પોતાનો ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે એવું અસ્તિત્વ ભાસ્યું છે, તેના પરિણામમાં રાગદ્વેષ મારાં છે એમ છે નહીં ત્યાં, ત્યાં રાગદ્વેષ છે એ જ્ઞાતાનું શેય છે. આહાહાહાહા!
એ તો કર્મનું કાર્ય છે ત્યાં, હું તો તેનો જાણનાર છું, કેમ કે મારામાં વિકાર કરે એવો કોઈ ગુણ નથી, અનંતા અનંતા અનંતા અનંતા અનંતા ગુણો હોવા છતાં કોઈ એક ગુણ પણ વિકાર કરે એવો કોઈ ગુણ નથી. (શ્રોતા - ગુણ વિકાર કરે તો વિકાર મટે શેનો) ગુણ વિકાર કરે તો તો પછી વિકાર જ વસ્તુ થઈ ગઈ, વિકાર વસ્તુ કોઈ દિ' થઈ શકે જ નહીં ત્રણેય કાળમાં. આહાહાહા !
પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે. જોયું? જીવના પોતાનો ભાવ રાગ ને દ્વેષ ને પુણ્ય-પાપના ભાવ એ જીવનો ભાવ, આંહી કહેવું છે. જ્યાં કહ્યું'તું એ કર્મનો ભાવ કીધો તો (શ્રોતા- જ્ઞાનીની વાત હતી, ત્યાં જ્ઞાનીની વાત હતી, આ અજ્ઞાનીની વાત છે, કેમકે જ્ઞાનીને દ્રવ્યગુણની શુદ્ધતા ભાસી છે, તેથી તેના ભાસમાં રાગ મારો છે તેમ ભાસતું નથી. અજ્ઞાનીને દ્રવ્ય શુદ્ધ છે ગુણ શુદ્ધ છે તે ભાસ્યું નથી તેથી રાગ ને દ્વેષ મારાં છે તેવું એને ભાસ્યું છે, માટે તે તેના કાર્યનો તે કર્તા છે, પણ કર્મ કર્તા નહીં એમ સિદ્ધ કરવું છે અહીંયા. એ વિકારી પરિણામનો જીવ પોતાના ભાવનો કર્તા છે. છે?