________________
ગાથા-૮૦-૮૧-૮૨
૨૭૭ માત્ર નિમિત્ત નૈમિત્તિક ભાવનો નિષેધ નહીં, નિમિત્ત હો, નિમિત્ત હો માટે અહીં વિકાર થયો, કર્મનો ઉદય નિમિત્ત છે માટે વિકાર થયો એમ નથી, તેમ વિકારના પરિણામ થયા માટે કર્મને પરિણમવું પડ્યું એમ નથી. આહાહા ! આવી સ્વતંત્રતા છે, બેયની સ્વતંત્રતા “કર્તા એટલે સ્વતંત્રપણે કરે તે કર્તા” અજ્ઞાની જીવ પુણ્ય-પાપને સ્વતંત્રપણે અજ્ઞાનથી કરે છે અને કર્મના પરિણામ જે પુગલના, પુદગલ વર્ગણા હતી એમાં કર્મના પરિણામ થયા એ કર્મ પણ પોતે સ્વતંત્રપણે કર્મની પર્યાયપણે પરિણમે છે, એને આંહી વિકારી પરિણામ હતા માટે આંહી કર્મનું પરિણમન થયું એમ નથી.
આ મોટો ઉપાદાન-નિમિત્તનો ગોટો આમાં. માત્ર નિમિત્તનૈમિતિકભાવનો નિષેધ નહીં હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ, બન્નેના પરિણામ થાય છે. બન્નેના આ રીતે સ્વતંત્ર રીતે આનું કર્મના પરિણામનું નિમિત્ત આત્મા નહીં અને આત્માના પરિણામનું નિમિત્ત કર્મ નહીં બસ આટલી વાત છે, છતાં પરિણામ પોતપોતાથી થાય છે. આહા !
તે કારણે જેમ માટી વડે કરાય છે” માટી વડે ઘડો કરાય છે, “તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી” એમ જીવને જેમ માટી વડે ઘડો કરાય છે, એમ જીવના ભાવ વડે પોતાના વિકાર કરાય છે, ઓલામાં જુદું હતું, ઘડાનો માટીનો કર્તા જેમ ઘડો, એમ ત્યાં આત્મા પોતાના નિર્મળ પરિણામનો કર્તા જીવ, અને અહીં વિકારી પરિણામનો કર્તા પુદ્ગલ, જેમ માટી ઘડાને કરે, એમ કર્મ વિકારી પરિણામને કરે એ જ્ઞાનીની દૃષ્ટિની અપેક્ષાએ વાત હતી. એ દૃષ્ટાંત ત્યાંયે ઘડાનું હતું, કે માટી ઘડાને કરે વ્યાપક થઈને વ્યાપ્ય, એમ ભગવાન વ્યાપક થઈને વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રના પરિણામે વ્યાપ્યને કરે, માટી ઘડારૂપે થાય એ માટીનું કાર્ય છે, એમ જીવ પોતે નિર્વિકારી પરિણામને કરે તેને તે કાર્ય અને કર્તા છે, અને વિકારી પરિણામ જ્ઞાનીની દૃષ્ટિમાં દ્રવ્યદેષ્ટિ થઈ છે. જ્ઞાનીને વિકારી પરિણામનું વ્યાપકપણે કર્મનું છે અને વ્યાપ્યપણું એના વિકારી પરિણામ છે.
જેમ માટીનો ઘડો થાય છે એમ કર્મને લઈને વિકાર પરિણામ થાય છે. એમ ત્યાં જ્ઞાનીની દૃષ્ટિમાં આ કેવું છે. આહા! સમજાણું કાંઈ ? દૃષ્ટાંત તો બેય ને એક સરખા. ન્યાંય એ હતું કે માટી ઘડારૂપે થાય છે એમ વિકારી પરિણામ કર્મથી થાય છે, એમ ત્યાં દષ્ટાંત હતું, જ્ઞાનીની દષ્ટિની અપેક્ષાએ દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ, અને ત્યાં માટીની જેમ ઘડાને કરે છે એમ આત્મા પોતાના નિર્વિકારી સમ્યગ્દર્શનશાનચારિત્રના પરિણામને કરે છે એમ ત્યાં હતું. અહીંયા માટી જેમ ઘડાને કરે છે એમ અજ્ઞાની જીવ પોતાના વિકારી પરિણામને કરે છે. દેવીલાલજી! આવું છે.
દાખલો તો બેયમાં છે પણ બેયમાં પહેલાં ફેર છે. છે ને? જેમ માટી વડે ઘડો કરાય છે, તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત, અજ્ઞાનભાવની વાત છે ને આ, જીવ પોતે જેમ માટીમાંથી ઘડો થાય છે, એમ જીવ પોતે અજ્ઞાનભાવે માટીમાંથી ઘડો થાય છે, એમ જીવ અજ્ઞાનભાવે રાગદ્વેષનો કર્તા થાય છે, કદાચિત્ એટલે અજ્ઞાનભાવે, આહાહા ! કહો સમજાણું કાંઈ ? આવું છે.
હવે ગાથાઉ પાંચ ગઈ એનાથી એકદમ ફેરફાર કરી નાખ્યો. દાખલો ઈનો ઈ છતાં