________________
ગાથા-૮૦-૮૧-૮૨
૨૭૫ આ વિષય છે એ તો હવે આત્માના–રાગદ્વેષના મિથ્યાત્વના પરિણામ અને કર્મના ઉદયના કર્મના પરિણામ, બેની વચ્ચે નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં કર્તાકર્મપણું નથી એટલું હવે સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? એમ હવે કહે છે કે ગાથા “જીવ પરિણામ હેદું” ઓલામાં આવ્યું'તું કે જીવ પરિણામ એટલે વીતરાગી પરિણામી, આ જીવ પરિણામ એટલે કે વિકારી પરિણામ “જીવ પરિણામહેદું કમ્મત પુગ્ગલા પરિણમંતિ”
પુગ્ગલકમ્મણિમિત તહેવ જીવો વિ પરિણમતિ –આંહી પુદ્ગલકર્મ એટલે કર્મ જડ લેવું, પણ ત્યાં જે પુદ્ગલ લીધા'તા, એ પુણ્ય-પાપના ભાવ, દયા, દાન વ્યવહારરત્નત્રયના એ પુદ્ગલના પરિણામ કહ્યા, તો બે માં ફેર, બેયની ભાષા આખી ફરી ગઈ, દૃષ્ટિના વિષયવંતને પરિણામ જે થાય તે દ્રવ્યર્દષ્ટિ. દ્રવ્ય ને ગુણ શુદ્ધ હોવાથી તેના પરિણામ શુદ્ધ થાય, તે દ્રવ્યગુણ ને પર્યાય તે ત્રણેય શુદ્ધ છે જ્ઞાનીને, અને રાગાદિ જે પરિણામ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ એ બધાં પુદ્ગલનો ઉત્પાદ અને પુદ્ગલના પરિણામ છે. આહાહા!
આંહી એથી બીજી વાત છે. ત્યાં ધર્મી જીવની દૃષ્ટિવંતના પરિણામની વાત હતી અને આંહી અજ્ઞાનીના રાગદ્વેષ ને મિથ્યાત્વના પરિણામ એની વાત છે. આહાહા ! કહો હવે પાંચ ગાથા ગઈ ત્યાં વિષય ફેરવ્યો. નવરંગભાઈ ! પાંચ ગાથા બહુ ઝીણી ગઈ, ઘણી સારી, ઘણું સ્પષ્ટ, આવું સ્પષ્ટ પહેલાં કર્યું નહોતું એવું ઘણું સરસ સ્પષ્ટ. આહાહા !
ણ વિ કુવ્વઈ કમ્મગુણે” આ કમ્મગુણે એટલે જડની પર્યાય અને ત્યાં કમ્મગુણે એટલે રાગદ્વેષના પરિણામ બેયમાં ફેર હતો.
जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति। पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि।।८०।। ण वि कव्वदि कम्मगणे जीवो कम्मं तहेव जीवगुणे। अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हं पि।।८१।। एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण।
पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ।।८२।। આ ગાથા વર્ણાજી હારે ચર્ચા થઈ'તી ઘણા વખત પહેલાં, ગુલાબચંદ ગ્યો'તો ને અહીંથી પહેલાં એ લાવ્યો'તો ઘણાં સાલ હોં, એ તો તેર પહેલાંની વાત એ પહેલાંની વાત છે. એની સાલ બેની એમ કે જુઓ, એકબીજાના નિમિત્ત-નિમિત્તથી થાય છે, આ ત્રણ ગાથામાં થયું છે, થતું નથી. નિમિત્ત છે પણ એનાથી અહીં પરિણામ થતા નથી, એ માટે તો ગાથા લીધી છે.
ટીકા - જીવના પરિણામને નિમિત્ત કરીને એટલે કે જીવનાં રાગદ્વેષ ને મિથ્યાત્વ પરિણામ, જીવના મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામ, એ આ વાત ફરી ગઈ આખી, અજ્ઞાનીની વાત લેવી છે ને અહીં તો, જીવના પરિણામને એટલે મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામને નિમિત્ત કરીને, ફક્ત નિમિત્ત કરીને, પુદગલ કર્મરૂપે પરિણમે છે, પુદગલ પોતાની પર્યાયને કાળે, કર્મરૂપે પરિણમવાના કાળે પરિણમે છે. નિમિત્ત કરીને એનો અર્થ એ જીવનાં પરિણામ ન્યાં થયા, માટે પુદ્ગલના પરિણામપણે પરિણમવું પડ્યું એમ નથી. આહાહા !