________________
ગાથા-૭૯
૨૫૩ એના પરિણામ તો નિર્વિકારી પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાન શાંતિ વીતરાગતા એ એના પરિણામ, એ પરિણામ રાગના પરિણામની અપેક્ષાએ પરદ્રવ્યનાં પરિણામ છે, ધીમેથી સમજવું પ્રભુ આ તો કાંઈ વાર્તા નથી, આ કાંઈ કથા નથી. એક ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો ને કરી ખીચડી ને કુંભારને આપીને, ઘડુલો આપ્યો ને વાતો કરતાં ને છોકરાઓ, બાપુ આ તો ત્રણ લોકના નાથ વીતરાગ પરમેશ્વરે સર્વશપણે જાણ્યું અને જોયું, તે તેમણે કહ્યું તે આ છે. આહાહા ! સમજાણું કાંઈ?
એ શુભ પરિણામ છે દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના એને અહીંયા વિકાર છે ને? તેથી જીવનો સ્વભાવ જે ત્રિકાળ છે એ તો શુદ્ધ છે, એના અનંતા ગુણો છે, અનંતા ગુણોની હૈયાતિવાળું તત્વ પણ એ તો બધાં અનંતા ગુણો પવિત્ર અને શુદ્ધ વીતરાગ સ્વભાવી છે, એથી જેણે એવા વીતરાગી સ્વભાવ આત્મા એની જેને સમ્યગ્દર્શન ને જ્ઞાનમાં હૈયાતી જણાણી, પૂર્ણ શુદ્ધ સ્વભાવનો ભરેલો ભગવાન એવી જેને હૈયાતિ પરિણામમાં જણાણી તે પરિણામ તો સમ્યગ્દર્શન ને જ્ઞાન ને વીતરાગી છે. આહાહાહા !
એ જીવના પરિણામને, રાગના જે પરિણામ છે એ વિકૃત છે, તે જીવના નહિ. એ પુલના પરિણામ ગણીને એ રાગ દયા, દાન, વ્રતના પરિણામને પુગલના પરિણામ ગણીને, કેમ કે મલિન સ્વભાવ જીવનો નથી, એથી મલિન પરિણામ એ પર્યાયમાં થયાં એ જીવના નથી. એ પુદ્ગલના કાર્ય છે તે પુદ્ગલનાં પરિણામ, પારદ્રવ્યના પરિણામ એટલે વીતરાગી ભગવાનના, આત્માના પરિણામ જે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ને વીતરાગતા છે ઈ, એ પરદ્રવ્યના પરિણામને રાગ જાણતો નથી. છે? આહા!
એ પરદ્રવ્યના પરિણામ અંતર્થાપક થઈને, ભગવાન આત્મામાં એક અકાર્ય કારણ નામનો ગુણ છે, ઝીણી વાત છે પ્રભુ, ભગવાને એમ કહ્યું છે પરમેશ્વરે કે આત્મામાં એક અકાર્યકારણ નામનો ગુણ છે પવિત્ર, બધાં ગુણ પવિત્ર છે ને? એ અકાર્યકારણ નામનો ગુણ છે તેથી તે ગુણનું કાર્ય જે સમ્યગ્દર્શનશાન થાય તે કાર્યમાં રાગ કારણ છે ને તે પરિણામ કાર્ય છે એમ નથી. તેમ એ વીતરાગી પરિણામ કારણ છે અને રાગ કાર્ય છે એમ નથી. આવો માર્ગ ભારે આકરો ભાઈ ! આહા. એ વીતરાગ સિવાય આહા... આ કયાંય બીજે છે નહીં, કોઈ માર્ગમાં, બધા માર્ગો અજ્ઞાનીએ એકએક કલ્પિત કરેલા છે.
આ તો પરમાત્મા જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ બિરાજે છે. મહાવિદેહમાં પરમાત્મા ૨૦ તીર્થકરો મહાવિદેહમાં, સમોશરણમાં બિરાજે છે. ઇન્દ્રોની સમક્ષ પ્રભુની વાણી નીકળે છે. એ વાણી સાંભળવા ગયેલા કુંદકુંદાચાર્ય દિગંબર સંત એ લાવીને આ વાત લાવ્યા. ભાઈ પ્રભુ તો આમ કહે છે, પ્રેમચંદભાઈ, આવી વાતું છે.
પ્રભુનું એ ફરમાન છે કે જે રાગ થાય છે, એ આત્માના પરિણામ નહિ, કેમ કે આત્માના ગુણો છે એ બધા પવિત્ર, નિર્મળ છે માટે રાગ પરિણામ એનું નહીં, એ રાગ પરિણામ પર્યાયમાં થયા, પણ એ પુદ્ગલને કારણે, પુદ્ગલના નિમિત્તના સંબંધે થયેલા માટે તે પુદ્ગલના પરિણામ છે. એ પુદ્ગલના પરિણામ આત્માના પરદ્રવ્યના પરિણામ એટલે મોક્ષમાર્ગ જે પરિણામ નિર્વિકારી એ પરદ્રવ્ય આ રાગની અપેક્ષાએ પરદ્રવ્યના પરિણામ એને એ રાગ ગ્રહતું નથી. છે?