________________
શ્લોક-૫૦
૨૭૧ છે, ધર્મી મુનિઓ બંધવને મારી નાખે છે અનાદિનો રાગનો સંબંધરૂપી બંધવ. આહાહાહા !
નિર્દય રીતે કહે છે, એમ નહિ કે, અરેરેરે ! આમ મારો, આને ધ્યાનની અગ્નિ લગાડી દઈને એમ, એ બાજુથી ખસી જઈને એમ કહે છે. નિર્દય એટલે જે રાગભાવ છે, તેમાં જે પોતાપણું માન્યું છે, એમાંથી ખસી જઈને, નિર્દય રીતે જરી પણ દયા નહીં ને, અરેરે ! રાગ ને મારો સંબંધ અનાદિનો છે ને? થોડોક તો રાગ રાખું મારો, કરવતની જેમ નિદર્ય રીતે, અદય છે ને? અંદર જરી દયા નથી પછી. એ દયા, દાન ને વતનો વિકલ્પ પણ રાગ મારું સ્વરૂપ નહીં. આહાહાહા ! સમ્યજ્ઞાન જ્યોતિ જ્યાં ચૈતન્ય તરફ વળી છે, રાગનો સંબંધ જે પર્યાયમાં અનાદિથી છે એ બંધવને મારી નાખ્યો અને અત્યારે, બંધ, સંબંધ એવો જે બંધવ એને જ્ઞાન અર્ચિ, જ્ઞાનની પર્યાય અંતરમાં વળી, પરનો સંબંધ છોડયો, નિર્દય રીતે છોડયો, અહીં એક કળશમાંય કલાક થયો.
“સધ: ભેદ... ઉત્પા' જીવ પુદગલનો તત્કાળ ભેદ ઉપજાવે છે. આહા! સધ: તત્કાળ રાગનું લક્ષ છોડીને જ્યાં જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઢળે છે. ત્યારે તેને ભેદજ્ઞાન રાગથી ભિન્ન પડે છે. આહાહા ! સધઃ નામ તત્કાળ ભેદ ઉપજાવીને કોનો, રાગનો અને ભગવાન આત્માનો. આહાહાહા ! “પ્રકાશિત થતી નથી” કરવતને નિર્દય રીતે ઉગ્ર રીતે સધઃ ભેદમ ઉત્પાધ” જીવ પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને ન ચકાતિ, પ્રકાશિત થતી નથી, એકરૂપે પ્રકાશતી નથી. એમ વિજ્ઞાન જ્યોતિ થાય છે, ક્યાં સુધી? કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પણ ભેદજ્ઞાન કોઇ રીતે પ્રકાશિત થતાં અજ્ઞાન થતું નથી. પરથી ભિન્ન પડયું એટલે પછી અજ્ઞાન થતું નથી. વિશેષ
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
કહેશે.
પ્રવચન નં.૧૭૦ શ્લોક-૫૦,ગાથા-૮૦૮૨ તા. ૧૬/૧/૭૮ મંગળવાર પોષ વદ-૩
ભાવાર્થ ૫૦ કળશ, કાલ તો એક કલાક ચાલ્યું'તું કળશ આખો. ઝીણું હતું ઝીણું બહુ. આ તો ભાવાર્થ છે. “ભેદજ્ઞાન થયા પછી એટલે કે રાગ અને ભગવાન સ્વભાવ એનું ભેદજ્ઞાન થયે છતું જીવન અને પુગલને કર્તાકર્મભાવ છે (એમ નથી). જીવને અને પુદ્ગલ એટલે રાગાદિને, રાગ છે એ પુદ્ગલનું કાર્ય છે. ભેદજ્ઞાનમાં રાગ જે દયા, દાન, વ્રત આદિનો વિકલ્પ એ કર્મનો ઉત્પાધે છે, એ કર્મની પર્યાય છે, એ કર્મના પરિણામ છે “એને ને જીવને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી.” આહાહા !
જીવના પરિણામ સભ્ય નિર્મળ એ ઉત્પાદ–વ્યય ને ધ્રુવનો કર્તા આત્મા અને રાગ આદિ વ્યવહારના જેટલા વિકલ્પો દયા, દાન, વ્રત, ભક્તિઆદિ એ રાગના પરિણામનો ઉત્પાદક કર્મ છે, એ કર્મની પર્યાય છે. એ કર્મના પરિણામ છે, “એ ભેદજ્ઞાન થયા પછી બે ને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી.” આવું ઝીણું છે. કાલ તો ખૂબ આવી ગયું ઝીણું, આમાં તો શબ્દાર્થ હોય એટલું, કારણકે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી એટલે કે જ્યાં સુધી દ્રવ્યદૃષ્ટિ, દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ એની દૃષ્ટિ થતી નથી, ત્યાં સુધી દ્રવ્યદૃષ્ટિ, દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ એની દષ્ટિ થતી નથી