________________
૨૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ત્યાં અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય, ત્યાં સુધી રાગ અને દયા દાનના વિકલ્પો, એનો કર્તા અજ્ઞાનબુદ્ધિથી થાય. આહાહા !
એ જ્ઞાનીની વાત કરી પાંચ ગાથામાં. ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯ પાંચેય ઝીણી. હવે અજ્ઞાનીની વાત કરે છે. જો કે જીવના પરિણામને એટલે વિકારી પરિણામ આંહી અત્યારે ઓલા જીવના પરિણામ હતા તે નિર્મળ પરિણામ હતા. છે ને એમ આવ્યું'તું ને? જીવના પરિણામને, એ પાંચ ગાથામાં જીવના પરિણામને એટલે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, વીતરાગી પરિણામને એમ હતું. જીવના પરિણામ, ધર્મીના જીવના પરિણામ તે વીતરાગી દર્શન, જ્ઞાન ને ચારિત્ર તે જીવના પરિણામ તે પરિણામને પુદ્ગલ જાણતું નથી. રાગ, વ્યવહારરત્નત્રયનો રાગ એ આ જીવ પરિણામને જાણતું નથી, તેમ રાગ રાગને જાણતું નથી, તેમ રાગ રાગના ફળને દુઃખને જાણતું નથી. તેથી તેને કર્તાકર્મ ભાવ બે વચ્ચે નથી, રાગ અને સ્વભાવની વચ્ચે. આંહી હવે જીવના પરિણામ એટલે વિકારી લેવા, ત્યાં આવ્યું'તું ને પહેલું ૭૯ ગાથા નહીં, હવે પૂછે છે કે જીવના પરિણામને ૭૯ ની પહેલી લીટી ઉપર છે? એ જીવના પરિણામ વીતરાગી છે.
સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામ એ જીવના પરિણામ. પોતાના પરિણામ એટલે રાગ, પુદ્ગલનાં પરિણામ રાગ દયા, દાન, વ્રતાદિ, કામ, ક્રોધ અને પોતાના પરિણામના ફળ એટલે દુઃખ, રાગનું ફળ દુઃખ એને નહિ જાણતા એવાં પુગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મપણું છે કે નથી. એ પ્રશ્ન હતો એનો ઉત્તર થઈ ગયો. હવે આંહી જીવના પરિણામને એટલે જ્યાં જીવના પરિણામ જુદા અને આ જીવના પરિણામ એટલે જુદા, ત્યાં જીવના પરિણામ દ્રવ્યદૃષ્ટિવંતના પરિણામની વાત લીધી છે. આહાહા ! એટલે એના પરિણામ દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે, તેથી જેની દેષ્ટિ ભેદજ્ઞાન અને દ્રવ્યદૃષ્ટિ થઈ છે, તેનાં પરિણામ તો વીતરાગી સમ્યગ્દર્શનશાન ચારિત્ર એ જીવના પરિણામ, અને ત્યાં જે રાગના પરિણામ હતા, તે બધા પુદ્ગલનાં પરિણામ, પુદ્ગલનું કાર્ય, પુગલનો ઉત્પાદ-વ્યય. આહાહાહા ! ઝીણું ઘણું ભાઈ.
2 ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે કે -
ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે. પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એમાં જ પુરુષાર્થ છે. દમબદ્ધ માનતાં ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્યદ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચય થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય.
(આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૯)