________________
૨૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પાઠ વાંચીને આવજો અને એ પાઠનો હું શું અર્થ કરું છું, એ પછી તમે મેળવજો. આ તો ૭૭ વર્ષ પહેલાંની વાત છે, છોંતેર, બાર તેર વર્ષની ઉંમર હતી, નિશાળમાં અમારો નંબર પહેલો હતો. એ વખતે, કોઈ વખતે બીજો નંબર થઈ જાય, ક્યાંક બહાર ગયા હોય ને એવું થઈ ગયું. તે એ બોલાવે એ માસ્તર ઘરે. કણબીવાડ છે ત્યાં મેડી હતી, ત્યાં ઘણાં વર્ષ થયા, બિચારા પોતે એકલા રાંધતા. દાળ ભાત રોટલી કરે ને છોકરાવની હારે વાત કરે, તમે પાઠ વાંચીને આવ્યા? હવે એનો અર્થ સાંભળો, અમે આ અર્થ કરીએ છીએ તમને બેઠો'તો. તો અમને તો કાંઈ બેઠું નથી ભાઈ ! અમે તો, એક વખત બાર મહિના ગારીયાધાર ગયો'તો પછી આવ્યો પહેલે મહીને તો નંબર છેલ્લે બેસે, ગારીયાધાર બાર મહિના ગયો'તો પહેલે દિ' તો કાંઈ નંબર પહેલો આપે? અને છેલ્લો નંબર ને ભાઈ, રોવું આવ્યું હોં, અરેરે! અમે છેલ્લે નંબરે? પછી મહિને પછી ફરી જાય, પણ પહેલે તો શું કહેવાય ? લઈને આવે ને? સર્ટીફીકેટ કે તેનું હોય કાંઈક ? બેહારે તો છેલ્લે નંબરે ને પહેલે, બાર મહિનાથી ગારિયાધાર યાદ છે છેલ્લો નંબર સાંભળીને આમ રોવું થયું'તું તે દિ'. આહાહાહા!
આંહી કહે છે. ઓહોહોહો ! અનયોઃ કર્તકર્મભ્રમમતિઃ “અનયોઃ” જીવ ને પુદ્ગલની વચ્ચે, અનયોઃ છે ને? અન્યોઅન્ય, અનયોઃ કર્તકર્મભ્રમમતિઃ અનેરા પ્રકારે, તે જીવ ને પુગલને, એટલે જીવના નિર્મળ પરિણામને અને રાગના પરિણામને કર્તાકર્મપણું છે, એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે છે. એ દયા, દાન, પૂજા, વ્રત, ભક્તિના જે પરિણામ છે એ રાગ છે. એ રાગના પરિણામને અને આત્માને, એટલે જીવ ને પુગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે, એ રાગ છે, અજ્ઞાનપણે પોતે માન્યો છે પોતાનો, ત્યાં સુધી તે કર્તાકર્મ, રાગ મારું કાર્ય છે અને હું કર્તા એમ માને. જીવ પુલને કર્તાકર્મપણું અથવા રાગના પરિણામ મારું કાર્ય ને હું કર્તા, અને નિર્મળ પરિણામ કર્તા ને રાગ તેનું કાર્ય, એવા કર્તાકર્મપણાનું, એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે છે. આહાહા!
ઘણે ભાઈ જાવું પડે એને, આહાહા... “ત્યાં સુધી ભાસે છે” કહે છે કે એવું ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી ભેદજ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ” આહાહાહા! રાગ પરિણામ મારું કાર્ય અને હું કર્તા, નિર્મળ પરિણામ કાર્ય ને રાગ કર્તા, ત્યાં સુધી એને ભાસે છે, નિર્મળ પરિણામ તો એને છે નહીં. પણ આ દ્રવ્ય મારો દ્રવ્યના ગુણના એ કર્તા, ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી ભેદજ્ઞાન કરનારી વિજ્ઞાનાર્સિ: વિજ્ઞાન જ્યોતિ, અર્ચિઃ છે ને? અર્ચિ એટલે જ્યોતિ. વિજ્ઞાન જ્યોતિ, વિજ્ઞાન
જ્યોતિ, કકચવત અદય વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે, રાગના પરિણામને અને ભગવાન આત્માને ભેદજ્ઞાનરૂપી જ્યોતિથી, કરવતથી જેમ કરવતથી જેમ લાકડા બે જુદાં પાડે, કરવત-કરવત કરવત, આ કર નામ હાથથી આમ આમ કરે તે કરવત, એનું નામ કરવત છે ને? એકાક્ષરી છે ચારેય બોલ કરવત કાનો માત્ર મીંડુ કાંઈ ન મળે. આહાહાહા !
ઈ કરવત જેમ લાકડામાં મુકે ને બે કટકા કરી નાખે, એમ વિજ્ઞાન જ્યોતિ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને જ્યાં ભેદજ્ઞાન વિજ્ઞાન થયું. આહાહા! “વિજ્ઞાન જ્યોતિ ક્રકચવત્ અદય” કરવતની જેમ નિદર્ય રીતે, અરેરે ! રાગને ને મારે અનાદિનો સંબંધ, એ બંધવને કેમ મારે જુદા પાડવા? પરમાત્મા પ્રકાશમાં આવે છે ને ભાઈ ? પરમાત્મપ્રકાશ બંધુને મારી નાખે