________________
૨૬૯
શ્લોક-૫૦
કેમ બેય ભેગા રહે ? કે આત્માના મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ મટયા છે, આતમદ્રવ્ય શુદ્ધ, એને પૂર્વોક્ત બરોબર પરિપાક થવા ક્રિયાના ત્યાગની પૂર્ણતા નથી, ત્યાં તે ક્રિયા હોય છે રાગની, છતાં બે ભિન્ન છે, છતાં એક સાથે રહે છે. આહાહા ! જેમ જડ અને ચૈતન્ય એક સાથે કેમ રહે છે ? એમ રાગ ને સ્વભાવનાં પરિણામ નિર્મળ બેય એક સાથે હોય. આહાહા !
બધો આખો ૧૧૦ કળશ છે. મોટા બે પાનાં ભર્યાં છે. આહાહાહા ! શાંતિથી ધીમેથી કહેવાય છે, બાપા. આ સમજાય એવું નથી એમ નહીં, એને પકડમાં તો આવે કે આ રીતે કહે છે. ભલે પછી એને જ્ઞાન ન થાય સાચું, પણ એને આમ કહેવા માગે છે. આ રીતે, એમ આ પદ્ધતિએ એમ તો એને ખ્યાલ આવવો જોઈએ ને ? ( શ્રોતાઃ- સાથે ૨હેતા ૫રસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે ) હૈં ? નિમિત્તનિમિત્ત સંબંધ એટલે ભિન્ન હોય છે. તો રાગ એક આકાશના પ્રદેશમાં છ દ્રવ્ય ભેગા છે, આત્મા છે ત્યાં ૫૨માણું છે, ત્યાં ધર્માસ્તિ છે અધર્માસ્તિ, આકાશ છે, કાળ છે, પણ આંહી તો જરી વિકારી પરિણામ છે, એ પુદ્ગલના પરિણામ ગણીને, વ્યાપકનું વ્યાપ્ય ગણીને, આ વ્યાપક આત્મા અને તેના નિર્મળ પરિણામ વ્યાપ્ય ગણીને એક સાથે હોય છે. બેય એક નથી, એક સાથે રહેતા છતાં, બેય એક નથી, બે ભિન્ન છે.
અરેરેરે આવું ક્યાં ! વાણીયાને નવરાશ ન મળે, ધંધા પાણીમાં કલાક બે કલાક મળે, એમાં વળી પાછું શ્રીમદ્ કહે છે એને સાંભળવા જાય ત્યાં કુગુરુ લુંટી લે કલાક. બે કલાક લુંટી લે કે તમે દયા પાળો, વ્રત કરો, અપવાસ પાળો, ધર્મ થશે, લુંટી લે બિચારાનું કલાક. આહાહા ! રસિકભાઈ શ્રીમદ્ એમ કહે છે. હૈં ! ( શ્રોતાઃ– બહુ ઠગાઇ ચાલે છે. ) વાત એમ જ છે બાપા. એને ખબર નથી ને ? ખબર જ નથી એટલે શું થાય ? એ અજ્ઞાનની ભૂલ છે એ તો. આહાહા!
વ્યાપ્યવ્યાપકભાવને “કલિયતુમ્” એટલે પિરણામી પરિણામભાવ થાય, જીવનાં પરિણામ તે પરિણામ અને રાગના પરિણામ તે પરિણામી થાય, એવો અભાવ છે. સમજાણું કાંઈ ? અને જીવના પરિણામ તે વ્યાપક થાય અને રાગ પરિણામ વ્યાપ્ય થાય એનો અભાવ છે. એક કળશેય જો એ બરાબર સાંભળે તો, બરાબર વિચારે તો, આહાહાહા ! “કલિયતુમ અસહૌ” પામવા અસમર્થ છે, બેના પરિણામ પરિણામી એક થવું તે અશક્ય છે. આહાહા !
ભગવાન આત્માનાં દ્રવ્યના પરિણામ જે નિર્મળ છે એ નિર્મળ પરિણામ પરિણામી થઈને રાગના પરિણામને કરે, એ અશક્ય છે. અને રાગના પરિણામ જે પુદ્ગલ છે, એ પરિણામી થઈને, સમ્યગ્દર્શનના પરિણામ અથવા આત્માના નિર્મળ પરિણામને કરે એ અશક્ય છે. સમજાણું કાંઈ ? આટલું બધું એમાં ભર્યું છે. આહા ! થોડુંક વાંચવું ઘરે કે શેનો અર્થ શું થયો'તો, ને કેમ થયો'તો. ( શ્રોતાઃ- આપે કર્યો અર્થ તે તો સાચો જ છે ) સાચો ને આ તો એને બેસવા માટે, કઈ રીતે ( છે ).
કીધું’ તું ને એક ફેરી નહીં ? અમારા માસ્તર હતા પોણોસો વર્ષ પહેલાંની વાત છે, ૭૭ વર્ષ પહેલાં, નેવ્યાસી, ૧૨ વર્ષની ઉંમ૨ હતી, તેર વર્ષની, નિશાળમાં મારો પહેલો નંબર ચાલતો ને તે વખતે, ઉમરાળા, નરોતમ માસ્તર હતા બ્રાહ્મણ પછી બાયડી નોતી, એટલું અત્યારે યાદ છે, બાઈડી ક્યાંક બીજે હોય ને એકલા પોતે રાંધવાનું હોય ને ? એ રાંધતા પછી છોકરા જે હોંશિયા૨ે હોયને એને બોલાવે ઘરે, એ રાંધતા હોય ને છોકરાવને બોલાવે, એને કહે કે તમે આ