________________
૨૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ તે ધર્માત્મા ને મોક્ષના માર્ગી છે, અને તેને માર્ગી કહીએ. એથી ઉન્માર્ગ બધા ઉન્માર્ગ છે, ગજબ વાતું છે બાપા ! આવું, હૈં ? એવું છે ભાઈ, મીઠાશથી કહે, ધીમાશથી કહે, કહે તો પણ માર્ગ તો આ છે બાપુ. આહાહાહા !
ભગવાન આત્મા એમનું દ્રવ્ય શુદ્ધ, એનાં ગુણ શુદ્ધ અને એની પર્યાય શુદ્ધ, તે પરિણામીનું પરિણામ પરિણામી એવું જે દ્રવ્ય આત્મા તેનું પરિણામ પણ તે રાગ છે તે પરિણામીનું એ પરિણામ આત્માનું પરિણામી અને એનું એ પરિણામ એમ નથી. વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ છે. એટલે રાગ પરિણામ અને આત્મા પરિણામી, એનો અભાવ છે. પુદ્ગલ પરિણામી અને રાગ પરિણામ તેનો સદ્ભાવ છે. અને રાગ પરિણામી, રાગ પુદ્ગલ અને જીવના નિર્મળ પરિણામ, પરિણામ એનો અભાવ છે. આવી વાતું છે. એકલા પક્ષના વાડામાં બેઠા હોય એને આ એવી લાગે વાત આ શું પાગલ જેવી વાતું કરે છે ? બાપુ મારગડા પ્રભુના. આહાહાહા !
આહા ! તેમનામાં પરસ્પર અંતરંગમાં, અન્તઃ શબ્દ છે ને અન્તઃ છે, અન્તઃ, અન્તઃ એટલે તેમને ૫૨૫૨ અંતરંગમાં વ્યાપ્યવ્યાપકભાવને પામવા અસમર્થ છે. એટલે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ, પરિણામી થઈને જીવના નિર્મળ પરિણામ, વ્યાપ્ય થાય એનો અભાવ છે. એમ ભગવાન આત્મા નિર્મળ પરિણામ અને નિર્મળી, પરિણામી તેનો રાગ પરિણામ થાય અને પરિણામી દ્રવ્ય થાય કે નિર્મળ પરિણામી થાય એનો અભાવ છે. સમજાણું કાંઈ ? આહાહા !
શું કીધું ? વિકારી પરિણામ, તે પરિણામી દ્રવ્યનું પરિણામ નહીં, અને નિર્મળ પરિણામ તે કદી રાગના પુદ્ગલના પરિણામીનું પરિણામ નહીં. આહાહાહાહા ! આવી વાત ભાઈ, એક કળશે તો ગજબ કરી નાખ્યો છે ને ? ( શ્રોતાઃ- દરેક કળશ કેવા ?) એવી વસ્તુ છે. અહીં તો શક્તિ પ્રમાણે એનો ખુલાસો થાય, બાકી તો પાર ન મળે, સંતો અને કેવળીઓ એની તોલે..... આહાહા!
૫૨સ્પ૨ એક સાથે ૨હે એમાં વિરોધ ક્યાં છે, એ તો કીધું ને ? ૧૧૦ માં, ૧૧૦ કળશમાં આવે છે, ૫૨૫૨ એકક્ષેત્રે રહેવામાં કોઈ વિરોધ નથી, રાગના વ્યવહારનું પરિણામ પુદ્ગલનાં, અને ભગવાનના નિર્મળ પરિણામ એને એક ક્ષેત્રે રહેવાનો કાંઈ વિરોધ નથી. સ્વભાવ વિરોધ છે, પણ એક ઠેકાણે રહેવામાં વિરોધ નથી. ૧૧૦ કળશ, છે ને આમાં ? ૧૧૦ જુઓ, ૧૧૦ જુઓ, જુઓ જ્યાં સુધી ક્રિયારૂપ પરિણામ અને આત્મદ્રવ્યના શુદ્ધત્વનું પરિણમન, ક્રિયા એટલે રાગ તેમનું એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે એવું પણ છે પરંતુ, એ વિશેષ કોઈપણ હાનિ નથી, ઠીક છે. છે ? એક જીવમાં એક જ કાળે જ્ઞાનક્રિયા, બંને કઈ રીતે હોય ? તો સમાધાન છે કે, વિરોધ તો કાંઈ નથી. આહાહાહા ! ૧૧૦ કળશ આ તો ભાઈએ પુછયું'તું દેવીલાલજીએ.
આહાહાહા!
એ રાગના પરિણામ, પુદ્ગલ પરિણામના પરિણામ, અને નિર્મળ પરિણામ, નિર્મળ દ્રવ્યના પરિણામ એક ક્ષેત્રે, એક સાથે રહેવામાં કાંઈ વિરોધ નથી. એકપણે રહેવામાં વિરોધ છે, બેય એક, (શ્રોતાઃ- સાધક છે એટલે એમ હોય જ) સાધક છે ને ? એટલે અંદર રાગ હોય છે, પણ એ પુદ્ગલના પરિણામ ગણીને તેનો ભગવાન આત્મા જાણનાર ગણ્યો છે, એનો ક૨ના૨ ને કર્તા નથી. આહાહાહાહા ! બહુ ગાથા સારી આવી ગઈ, રસિકભાઈ બરાબર. આહાહા ! એકે તો....