________________
શ્લોક-૫૦
૨૬૭
*
એટલે તમારો જ કહેવાય ને ? કાંતિલાલ ઈશ્વર બિચારો ત્રીજું માસિક આવ્યું’ને આંહી મોકલ્યું, આહીનું વિરુદ્ધનું છે ને ? સ૨ખાઈને ગાળ્યું દીધી છે. એમાં કાંઈ વાંધો નહીં બાપા, ભલે તને બેઠી છે ને ? તેને બેઠી છે એમ કહે. “જામેં જિતની બુદ્ધિ હૈ ઇતનો દિએ બતાય, વાંકો બુરો ન માનીએ ઔર કહાંસે લાય ?” ભાઈ ! એમ કે પૂજા ને ભક્તિ શું કહેવાય. એ વ્રત, એને એમ કે ધર્મનું કા૨ણ નથી કહેતા, ધર્મનું નથી કહેતા, બંધનું કારણ કહે છે એ અજ્ઞાની છે, જૈન ધર્મના અજાણ છે, અજ્ઞ છે, ઘણાં શબ્દો વાપર્યા છે, એય ! શું થાય એને બેઠું હોય એમ કહે ને ? આહાહા !
આંહી કહે છે, કે પૂજા ભક્તિ ને વ્રત ને સ્તુતિ એ શબ્દ આવે છે એક ઠેકાણે આમાં, સ્તુતિ લીધી છે, ભક્તિ એ સિવાય સ્તુતિ ઓલો ૪૩ માં સ્તુતિ શબ્દ નથી, વંદન ભક્તિ વૈયાવચ્ચ પૂજા એમ છે, પણ ક્યાંય સ્તુતિ શબ્દ છે આમાં, આમાં છે કાંતો ઓલામાં ૧૧૦ કળશ છે ને ? ૧૧૦ જ્ઞાન ને રાગ બેય ધારા ન્યાં છે, ઘણું કરીને, એ બધો વિકલ્પ રાગ છે. અને એ રાગ પરિણામી પુદ્ગલનું કાર્ય છે. આહાહાહા
ભગવાન આત્માનું કાર્ય તો જેણે ભગવાનને જોયો જાણ્યો, એ ચૈતન્ય ભગવાન શાયક સ્વભાવ એના પરિણામ તો રાગ ને સ્તુતિના પરિણામને જાણવું એ પણ હજી વ્યવહાર કહ્યો છે. આહાહા ! સમજાણું કાંઈ ?
ધીમેથી સમજવા જેવી વાત છે બાપા ! અનંતકાળમાં વીતરાગ ૫રમાત્મા જેવું કહે છે એને જાણ્યું નથી. પોતાની સ્વચ્છંદે કલ્પનાએ વાંચ્યા ને અર્થ કર્યા ને માન્યું. પણ ભગવાનનો શું અભિપ્રાય છે, ત્રિલોકનાથના પરિણામમાં અભિપ્રાયમાં શું કહેવું છે. એ અત્યંત અકષાય કરુણાવંત પ્રભુ છે. એ ભગવાન એમ કહે છે તે મુનિઓ કહે છે. ભાઈ ! અત્યંત ભિન્ન દ્રવ્ય હોવાથી, એ રાગના પરિણામ અને પ્રભુના પરિણામ આત્માના નિર્મળ પરિણામ અને મલિન પરિણામ બેયની અત્યંત ભિન્નતા છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? ભાષા તો સાદી છે પણ પ્રભુ ભાવ તો જે છે એ છે, શું થાય ? આહાહાહા !
“ભિન્ન હોવાથી તે બંને ૫૨૫૨ અંતરંગમાં શું કીધું” તે બંને એટલે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને આંહી વીતરાગી પરિણામ અને દ્રવ્યગુણ, બે ને ૫૨૫૨ અંતરંગમાં ‘વ્યાપ્યવ્યાપક ભાવને, પામવા અસમર્થ છે,” એટલે પરિણામી પરિણામપણે થવાને અસમર્થ છે. એટલે શું ? કે દ્રવ્ય જે પરિણામી છે, એ રાગરૂપ આ પરિણામને પામે એ અસમર્થ છે, અને રાગનાં જે પરિણામ છે પુદ્ગલના એ પરિણામ છે એ પરિણામીના અર્થાત્ જીવના પરિણામ પામે એ અસમર્થ છે. આવું છે. છે ? આ તો ચારેય ગાથા બહુ ઝીણી આવી એનો આ સાર છે
આ. આહાહાહા!
66
એમાં કળશ ટીકા બનાવીને ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિ, સંત દિગંબર મુનિ, આમાંથી છે ને મહાચાલતા સિદ્ધ હતા, હજાર વર્ષ પહેલાં, ભરતક્ષેત્રમાં હતા એમની આ ટીકા છે. આહાહાહા ! દિગંબર સંત, જૈન ૫૨મેશ્વરનો પંથ છે, એ મુનિઓ દિગંબર નગ્ન જ હોય, વસ્ત્ર સહિત છે. એ તો નવો (પંથ ) કલ્પિત બનાવ્યો છે શ્વેતાંબરોએ, ભગવાનનો એ માર્ગ નથી. આકરું લાગે ભાઈ, શું થાય ? અહીંયા તો નગ્ને મોકખો ભણીયો, શેષા ઉમગ્ગા બાહ્ય ને અત્યંત૨ નગ્ન જે છે, અત્યંતર પણ રાગ વિનાનો, બાહ્યમાં વસ્ત્ર વિનાનો, એવા નગ્ન મુનિઓ