________________
શ્લોક-૫૦
૨૬૫ જિનેશ્વર અરિહંત એને વાણી હોય ને? સિદ્ધને વાણી હોય નહીં, સિદ્ધ તો અશરીરી છે, “નમો સિદ્ધાણંઆ તો નમો અરિહંતાણે. જેને શરીર અને વાણી હોવા છતાં, જેણે આત્માના અંદરમાં કેવળજ્ઞાન લીધું છે. આહાહા ! અરિ નામ રાગ અને દ્વેષના દુશ્મન, એને હંતા નામ જેણે હણી નાખ્યા છે અને એના સ્થાનમાં જેણે વીતરાગી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી છે, એને અરિહંત કહીએ. એ અરિહંતની વાણી જે નીકળી એમ કહેવાય છે નિમિત્તથી, એને દિવ્યધ્વનિ કહેવાય અને એ દિવ્યધ્વનિમાં આવેલો સાર આ સમયસારની વ્યાખ્યા, આત્માથી છે આહી. આહાહા !
ધીમેથી સમજવા જેવું છે બાપુ આ. આ કોઈ ઉતાવળે આંબા પાકી જાય, ગોટલું વાવ્યું ને તરત આંબો થઈ જાય? એ આપણે કહે છે કે ઉતાવળે આંબા ન પાકે? લોકો વાતો કરે પણ એનો અર્થ સમજે નહીં, કંઈ ગોટલો વાવ્યો ને થઈ ગયો આંબો? અરે નો થાય ભાઈ, એને ધીરજ જોઈએ. એ અંકુર ફૂટે ડાળ્યું મોટું થાય, મોટું ઝાડ થાય પછી એને કેરી આવે. અમે ગયા'તા ને ત્યાં કલકત્તા ગંગવાલ છે ને કલકત્તામાં, રતનલાલજી ગંગવાલ પાંચ છ કરોડ રૂપિયા એના મકાનમાં ઉતર્યા'તા, તાકડે એને બન્યું એવું કે ત્યાં આંબો છે એના મકાનમાં. પાંચ છ કરોડ રૂપિયા. ગંગવાલ આવે છે ને અહીંયા રતનલાલજી આ વચ્છરાજજીનું મકાન છે ને ! એનો દીકરો, ત્યાં ઉતર્યા, તો એ કહે કે મહારાજ અહીં ઉતર્યા પણ કોણ જાણે આ જ વરસે આંબાને દસ વર્ષે કેરી આવી છે, કહે. ત્યાં આંબો હતો જોડે, કેરી આવી, તે વિના કેરી નહોતી આવતી કુદરતનું. આહાહાહા ! આંબો છતા કેરી નહોતી કહે.
આંહી તો કહે છે કે પ્રભુ, આત્મા અનંત આનંદનો કંદ પ્રભુ, એનો આંબો પાકી જ જાય. એની દૃષ્ટિ કરે ને એને આદર કરે એટલે પર્યાયમાં આનંદની કેરી આવે જ છે અને એ આનંદના પરિણામને અને તેના ગુણને અને તેના દ્રવ્યને જ્ઞાની સ્વપરિણતિ એટલે દ્રવ્યગુણપર્યાયને જાણતો અને તે નિર્મળ પર્યાયનો ઉત્પાદ, પૂર્વની પર્યાયનું અવસ્થાતર ને ધ્રુવ તેને જાણતો, અને પર પરિણતિના દ્રવ્યગુણ પર્યાયને પણ જાણતો. આહાહાહા! એ દયા દાન ને વ્રતના વિકલ્પ છે એ પરપરિણતિ કર્મનું પર પરિણામીનું પરિણામ છે, એ કર્મના પરિણામીનું પરિણામ છે, આત્માના પરિણામીનું પરિણામ એ નહીં. પ્રભુ, પ્રભુ, પ્રભુ ! કહો ચીમનભાઈ ! ક્યાંય મળે એવું નથી.
અરેરે ! એવો માર્ગ વીંખી નાખ્યો છે ને? હવે, ભગવાન પરમેશ્વર આ ધર્મી એ “પુદ્ગલઃ અપિ અજાન” હવે પુદ્ગલ જે છે, રાગદ્વેષ પુદ્ગલ એ અપિ અજાનન, એ પુદ્ગલદ્રવ્ય પોતાની એટલે પુગલદ્રવ્ય પોતાની એટલે પુગલદ્રવ્યનો રાગ એ એનો પર્યાય, પુદ્ગલદ્રવ્યનો રાગ એ એનો ઉત્પાદ, એ પુદ્ગલ દ્રવ્ય પોતાની એટલે દ્રવ્યગુણ પર્યાયની, એટલે રાગાદિના પર્યાય એ પુદ્ગલના છે, એને પરની પરિણતિને એટલે પર એટલે દ્રવ્યગુણ પર્યાય. નિર્મળ દ્રવ્ય, નિર્મળ ગુણ અને નિર્મળ પર્યાય એ પર પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. ત્રિભોવનભાઈ ! આ બે લીટીનો આવો અર્થ છે. આહાહાહા ! કહો ચાંદલજી! આ દિગંબરમાં જન્મ્યા એને આવી ખબર જ નથી. કાંઈ વાડો મળ્યો ને સારો, આ તો ધર્મ છે જૈન પરમેશ્વર એ કોઈ પંથ નથી, કે કોઈ પક્ષ નથી, વસ્તુ-વસ્તુ જેવી છે તેવી જોઈને જાણીને કહી તે પરમાત્માનો પંથ છે. આહાહા !