________________
૨૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ પરિણામીનું પરિણામ છે, પરિણામી પુદ્ગલ છે તેનું એ પરિણામ છે, ભગવાન પરિણામી એનું એ પરિણામ નથી. આહાહાહા ! છે કે નહીં નવરંગભાઈ ! આહાહાહા ! આવો પ્રભુ. આહાહાહા!
(કહે છે) એટલે અહીં પોતાની અને પરની પરિણતિને, આ બેયની વ્યાખ્યા કરી, સમજાણું? ભગવાન આત્માનો ઉત્પાદ, વ્યય ને ધ્રુવ, અને દ્રવ્યગુણની પર્યાય એ ઉત્પાદ પણ નિર્મળ છે, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ઉત્પાદ છે, પૂર્વની અવસ્થાંતર થઈ ને થયું માટે તે વ્યય છે અને ધ્રુવ છે વસ્તુ એ તો ત્રિકાળ છે. એવા સ્વદ્રવ્યગુણ પર્યાયને અને સ્વના ઉત્પાદ, વ્યય, ધ્રુવને, સ્વના ઉત્પાદ-નિર્મળ વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાન આદિના પરિણામ એ સ્વના ઉત્પાદ-વ્યયને ધ્રુવને જાણતો, સ્વના દ્રવ્યગુણપર્યાયને જાણતો, આ પર્યાય એટલે નિર્મળ, અને પદ્રવ્યના પરિણામ, પરિણામીનું પરિણામ એ વિકારી પરિણામ, તે પરિણામી પુદ્ગલની પર્યાય છે. તેને જાણતો તેના પુદગલ દ્રવ્યને જાણતો, તેના ગુણને જાણતો અને તે પુદ્ગલ દ્રવ્યનો જે રાગ થયો ઉત્પાદ તેને જાણતો એ પૂર્વની અવસ્થાનું અવસ્થાંતર કર્યું પુગલે તેને જાણતો અને તેના ગુણ અને દ્રવ્યની ધ્રુવતાને પણ જાણતો. આવું છે.
આરે! વીતરાગ માર્ગ બહુ ઝીણો બાપા! સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર એ માર્ગ ક્યાંય નથી, અન્ય મતમાં ક્યાંય આ ગંધ નથી. આહા! કેટલું સ્પષ્ટ છે “માં” કીધું ને? પ્રગટ છે કહે છે? “આ” નિર્મળ પરિણામ નિર્મળપરિણામી, નિર્મળગુણ તેને જ્ઞાની પોતે જાણતો, મલિન પરિણામ એનો પરિણામી દ્રવ્યકર્મ, તે દ્રવ્યગુણ ને પર્યાય ને ઉત્પાદ, વ્યય, ધ્રુવના પરને પોતે પોતામાં રહીને, પોતાને જાણતો ને પરને જાણતો પ્રવર્તે છે, આહાહા... જાણતો પ્રવર્તે છે. આહાહાહા !
એટલે કે જાણવાના પરિણામમાં, શ્રદ્ધાના પરિણામમાં આનંદના પરિણામમાં જાણતો પ્રવર્તે છે. આહાહાહા! આવો માર્ગ છે, દુનિયાને આકરો પડે ને એકાંત લાગે હોં, એય સોનગઢવાળા એકાંત કરે છે, અને પ્રભુ સાંભળ ભાઈ ? આહા! તને તત્ત્વ શું છે બાપુ, અને તત્ત્વનું પરિણામ શું હોય, પરિણામ એટલે કે પર્યાય, ભગવાન તત્ત્વ તો જ્ઞાયક તત્ત્વ છે ને પ્રભુ? એના પરિણામ તો સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રના વીતરાગી પરિણામ એના હોય ને? એટલે કે જેની દ્રવ્યદૃષ્ટિ થઈ છે, તે જ્ઞાની તે દ્રવ્યનાં પરિણામ નિર્મળ એને હોય છે. એ નિર્મળ પરિણામ તે ધર્મ, તે નિર્મળ પરિણામ ધર્મને જાણે, ગુણને જાણે, દ્રવ્યને જાણે, નિર્મળ પરિણામ જે ધર્મ, એ ઉત્પાદ થયો તેને જાણે, પૂર્વનું અવસ્થાંતર કર્યું તેને જાણે, અને ધ્રુવને જાણે. પોતાના અને પરના ત્રણેય. બહુ સંકેલ્યું છે. છે? એટલો અર્થ થયો. હું? (શ્રોતા – પરિણતિનો અર્થ થયો આમ) એ પરિણતિનો અર્થ એમ છે આમાં. કળશટીકામાં વંચાઈ ગયું છે ને વ્યાખ્યાન, એકલી પર્યાયને જાણે? પણ અહીં પરિણતિ એની નિર્મળ હોય છે એની પ્રધાનતાથી તેને અને તેના દ્રવ્ય ગુણને જાણે એમ કહ્યું. આહાહા !
કહો, રસીકભાઈ કલકત્તામાં ક્યાંય મળે એવું નથી આવું. (શ્રોતા - કલકત્તામાં આ દુકાન નથી) ભાઈ એમ કહે છે ને? લાભુભાઈએ કીધીને વાત, તેથી તો અમે આવ્યા છીએ અહીં, લાભુભાઈએ કહ્યું તું ને વડોદરા, અરે આવું બાપે છે ભાઈ. આહાહા !
સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરની આ વાણી છે. પરમાત્મા ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વર