________________
શ્લોક-૫૦
૨૬૩ પર્યાયનો ઉત્પાદ, નિર્મળ પર્યાયની પૂર્વનો વ્યય, અને ધ્રુવ. એ જ્ઞાની પોતાની એટલે આ ત્રણ પ્રકાર, દ્રવ્યગુણ ને પર્યાય ને ઉત્પાદ, વ્યય ને ધ્રુવ, એને જાણતો અને પરની પરિણતિને જાણતો, એટલે કે પર એટલે કે દયા દાન રાગાદિ પરિણામ છે એ પર પરિણતિ પરનું કાર્ય છે. એ ઉત્પાદ થાય છે રાગનો એનું કારણ તો એનું પુદ્ગલ છે, તે છે. ઈ પુદ્ગલનો ઉત્પાદ તેને તેના ગુણને ને તેના દ્રવ્યને, એ પરમાં એ શબ્દ આવ્યા. ધર્મી જીવ પોતાની દ્રવ્યગુણ પર્યાયની શુદ્ધતાને અને પરના દ્રવ્યગુણ પર્યાય આદિ અશુદ્ધના રાગ આદિને દ્રવ્યગુણ પર્યાય, એ બેયને જાણતો, છે? પોતાની અને પરની પરિણતિ, એટલે દ્રવ્યગુણ પર્યાય, આવી વાતું છે. હું? પરિણતિનો અર્થ દ્રવ્યગુણપર્યાય, એકલી પર્યાયને જાણે છે જ્ઞાની એમ છે? અને જ્ઞાની પરની એકલી પર્યાયને જાણે છે, એમ છે? પણ અહીં પરિણતિની નિર્મળતાનું કાર્ય છે, તેને જાણે છે એટલે કે દ્રવ્યગુણને પણ જાણે છે, એકલી પરિણતિને નહીં. ઝીણું બાપુ, માર્ગ વીતરાગનો. આહાહાહા!
અહીંયા કહે છે. જ્ઞાની એટલે ધર્મી જીવ એને કહીએ કે જેની દૃષ્ટિમાં, દ્રવ્યનો સ્વીકાર થયો છે. જે અનંત આનંદનો નાથ પ્રભુ, અનંત અનંત બેહદ જ્ઞાનનો સાગર આત્મા, એનો જેને દૈષ્ટિમાં સત્કાર સ્વીકાર થયો છે. આહાહાહા ! કહો, સમજાય છે આમાં? ધીમેથી કહેવાય પ્રભુ, માર્ગ પ્રભુનો બહુ ઝીણો બાપુ! અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ બહુ, અરે સાચું સાંભળવા મળે નહીં. આહા! એ સાચું કાર્ય ક્યારે કરે ને ક્યારે જનમ મરણથી ઉગરે. આહાહા!
ધર્મી જીવ એને કહીએ, જ્ઞાની કહો કે ધર્મી કહો. જેણે ધર્મી એવો જે દ્રવ્યસ્વભાવ, પરિપૂર્ણ શુદ્ધ છે એવા દ્રવ્યનો સ્વભાવ જેણે ધર્મીને જેણે જાણ્યો છે, તેને ધર્મી કહીએ. આ બધા ઇચ્છામિ પડિકમણું તસ્સ ઉત્તરિ ને સામાયિક પોહા કરે એ કોઈ ધર્મ નથી, એ કોઈ જ્ઞાની નથી, અજ્ઞાની છે એ તો બધા. આહા! એય ! આહાહા ! જેની દૃષ્ટિ વર્તમાન પુણ્ય ને પાપના પરિણામ જે વિકૃત છે, એના ઉપર દૃષ્ટિ છે, તે અજ્ઞાની છે. કેમ કે એને આખો દ્રવ્યગુણ જે શુદ્ધ ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ જે સત્તા, જેનું અસ્તિત્વ મોજૂદગી પૂર્ણ શુદ્ધ ને આનંદ છે, એનો જેને સ્વીકાર નથી અને રાગનો સ્વીકાર છે, ભલે દયાના પરિણામ થયા, એમાં રાગ છે એ, એ મેં કર્યા એવો સ્વીકાર છે, એ અજ્ઞાની ત્રિકાળી જ્ઞાયક ભાવને અનાદર, તિરસ્કારે છે. કહો, દેવીલાલજી! હવે આવી જાતની વાત.
ઈમાં સ્વપરપરિણતિ” પ્રગટ છે આત્માની નિર્મળ દશા, નિર્મળ ગુણ ને નિર્મળ દ્રવ્ય, એને ધર્મે જાણતો અને પ્રગટ છે જે રાગાદિ પુણ્યાદિના પરિણામ, પુગલના કાર્ય, એ પરિણામી પરિણામ, પુલ પરિણામી છે અને એનું રાગદ્વેષ આદિ તેનું પરિણામ છે. ઈ પરિણામી પરિણામને જ્ઞાની જાણતો, અને પોતે પરિણામી પરિણામને પોતાના જાણતો, પરિણામી આત્મા ત્રિકાળ અને પરિણામ વર્તમાન નિર્મળ પરિણામ. આહાહા! ચારેય ગાથાનો આ સાર આમાં મુકી દીધો છે. આહા!
બીજી રીતે કહીએ, તો જે ધર્મી છે, જ્ઞાયક સ્વરૂપનો જેને પૂર્ણ સ્વરૂપ છે તેનો સ્વીકાર છે, તે ધર્મીને નિર્મળ પરિણામનો ઉત્પાદ છે, અને નિર્મળ પરિણામ તેની પર્યાય છે, અને તે ઉત્પાદ, વ્યય ને ધ્રુવ પોતાના જાણે છે, અને નિર્મળ પરિણતિ તેનું કાર્ય છે તેને જાણે છે, અને એનો કર્તા દ્રવ્યગુણ તેને પણ જાણે છે. આહાહાહા ! આવું કામ ઝીણું, અને તે પરદ્રવ્ય સ્વરૂપ છે રાગ