________________
શ્લોક-૫૦
૨૬૧ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [જ્ઞાન] જ્ઞાની તો [૩માં સ્વારપરિલિં] પોતાની અને પરની પરિણતિને [નાનન ]િ જાણતો પ્રવર્તે છે [૨] અને [પુન: પિ મનાનન] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [ નિત્યમ સત્યન્તમેવાત] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બને ભિન્ન દ્રવ્યો હોવાથી),[ સન્ત:] તે બને પરસ્પર અંતરંગમાં [વ્યાતૃવ્યાખ્યત્વમ] વ્યાપ્યવ્યાપકભાવને [ યિતુમ
સદી]પામવા અસમર્થ છે.[મનયો: páર્મભ્રમતિ:3જીવ-પુદગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ[ Hજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [ તાવત ભાતિ] ત્યાં સુધી ભાસે છે (-થાય છે) કે [ યાવત] જ્યાં સુધી [વિજ્ઞાનાર્વેિ:] (ભેદજ્ઞાન કરનારી) વિજ્ઞાનજ્યોતિ [pવવામચં]કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે )[ : મેમ ઉત્પાઈ] જીવપુગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [નવવસ્તિ] પ્રકાશિત થતી નથી.
ભાવાર્થ:- ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણકે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
પ્રવચન નં. ૧૬૯ શ્લોક-૫૦ તા. ૧૫/૦૧/૭૯ સોમવાર પોષ વદ-૨
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्त: कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत्
विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५० ।। એ ચાર ગાથાનું આ બધું ભેગું. ૭૬, ૭૭, ૭૮, ૭૯ ચારનો આ કળશ છે, ૭૫ નો આવી ગયો. વ્યાપ્ય વ્યાપક હૈં? ( શ્રોતા:- ૭૫ થી જ્ઞાની કેવી રીતે ઓળખાય ?) છતાંય ૭૬ થી આ પ્રાપ્ય વિકાર્ય આવ્યું છે, એના આ, એનો આ કળશ છે. એમાં તો ફક્ત એટલું હતું કે દ્રવ્ય દૃષ્ટિ થઈ છે એટલે જ્ઞાની થયો છે જેને દ્રવ્ય-દૃષ્ટિ થઈ છે, તે જ્ઞાની થયો છે, તેને રાગદ્વેષના પરિણામ જે અંદર છે એ મોહકર્મના છે, અત્યંતર એવી કર્મની જાત છે. બાહ્યમાં શરીરના પરિણામ એ નોકર્મની જાત છે. કેમ કે દ્રવ્ય જે વસ્તુ છે ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ એવી જે દૈષ્ટિ થઈ, તેને અશુદ્ધ પરિણામ હોતા નથી. ઝીણી વાત છે ભાઈ. કેમ કે દ્રવ્ય જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા અનંત અનંત ગુણ પવિત્રનો પિંડ પ્રભુ, એની જ્યાં અંતષ્ટિ જ્ઞાન થયું ને ભાન થયું એથી તેના પરિણામમાં મલિનતા, એ એનું પરિણામ નહીં, આહાહાહા ! આવી વાત છે. એ જ્યારે જીવના પરિણામ નહીં, ત્યારે એ પુણ્ય-પાપના પરિણામ મલિનને, પુદ્ગલના પરિણામનું પુદ્ગલનું કાર્ય કહીને ભિન્ન પાડી નાખ્યા. સમજાણું કાંઈ ? આવી વાતું છે.
હૈં? ઈ પર્યાયમાં એનામાં છે ઈ, પણ અહીંયા તો દ્રવ્ય દૃષ્ટિ થઈ છે ને? દ્રવ્ય, દ્રવ્ય ચૈતન્ય જ્ઞાયકસ્વરૂપ જેની દૃષ્ટિ થઈ છે એટલે એની પર્યાયમાં મલિનતા કેમ હોય? એમ. કારણકે