________________
૨૬)
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પ્રભુ પણ સમજવા માટે ને હિત જેને કરવું હોય એને સમજવું પડશે ભાઈ એમ રખડી મર્યો છે અનાદિથી ભ્રમણા ભ્રમણા ઉધી. આહાહા ! એ મલિન પરિણામ નિર્મળ એવો ભગવાન આત્મા, અનંતા અનંતા ગુણોનો નિર્મળ પ્રભુ, એક સમયનો મલિન રાગ, એને પોતાના માની અને એમાંથી મને હિત થશે માની રખડી મર્યો છે ૮૪ ના અવતારમાં. આહા! તેથી અહીં પરમાત્મા, સંતો એને ભિન્ન બતાવી રહ્યા છે.
ભાવાર્થ, છે ભાવાર્થ. કોઈ એમ જાણે કે પુગલ જડ છે, રાગ પુણ્ય-પાપ આદિ જડ છે અને કોઈને જાણતું નથી, એ રાગ કાંઈ જાણતું નથી, રાગનો સ્વભાવ કાંઈ જાણવાનો છે? રાગ છે તે અચેતન છે રાગ તે જ્ઞાનના સ્વભાવ ચૈતન્યથી વિરુદ્ધ છે. ચાહે તો શુભરાગ હો પણ એ અચેતન છે, ચૈતન્યનું જ્ઞાન સ્વરૂપ આનંદ પ્રભુ એનો એમાં અંશ નથી રાગમાં, માટે તે રાગને અચેતન અને પુદ્ગલ કીધું છે. કોઈને જાણતું નથી, તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે? જાણનારને ભલે પર હારે કર્તાકર્મપણું ન હોય, પણ નથી જાણનારને આત્મા હારે કાંઇ કર્તાકર્મપણું હશે? એટલે જડ કર્તા ને આત્માના નિર્મળ પરિણામ કાર્ય, એમ હશે? પરંતુ એમ પણ નથી. આહાહાહા !
પુદ્ગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. એ રાગ ને પુણ્યના પરિણામ જીવને નિર્મળ પરિણામ ઉત્પન્ન કરી શકતા નથી. જીવના પરિણામ નિર્મળને બદલાવી શકતા નથી, તેમ ગ્રહી શકતો નથી. તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી, કોને? એ પુણ્ય ને પાપના ભાવ એ પુદ્ગલ ગણીને, તેને કર્તા ને આત્માના નિર્મળ પરિણામ કાર્ય એમ છે નહીં. આહાહાહા ! તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી.
પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. આત્મા શરીરને હલાવી શકતો નથી. આ તો જડ છે, એનું હાલવું એનું કાર્ય તો જડનું છે. આત્મા કહે કે હું આને હલાવું છું, મૂંઢ છે. અજીવનો ઘણી થાય છે. અજીવને જીવ માને છે. આહાહા! આ છેલ્લા શબ્દનો અર્થ છે આ છે ને? પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે, આત્માને જડ સાથે ને જડને આત્મા સાથે કે પરમાણુંને બીજા પરમાણું સાથે કાંઈ સંબંધ કર્તાકર્મ છે નહિ. એ એનો અર્થ છે લ્યો. કલાક થઈ ગયો તમારે એક ગાથામાં. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
(
શ્લોક - ૫૦
)
( ધર) ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।।५०।।