________________
૨૫૯
ગાથા-૭૯
અત્યારે તો માણસ કહે છે.
આંહીં તો વ્યવહા૨નો રાગ છે એ પુદ્ગલના પરિણામ ગણ્યાં છે. અને તે પરિણામ આ નિર્મળ પરિણામને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલ દ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. એ ૫૨દ્રવ્ય પરિણામસ્વરૂપ એવું કાર્ય આત્માનું પવિત્ર પરિણામ જે આત્માના એ જીવનું કાર્ય, એ રાગની અપેક્ષાએ ૫૨દ્રવ્યના પરિણામનું કાર્ય. હા, પોતાની અપેક્ષાએ સ્વદ્રવ્યનું કાર્ય. આહાહાહા ! શબ્દે ફેર શબ્દે ફેર એવું કહે છે ને ? ઓલા કહે છે ને માણસ, “આનંદ કહે ૫૨માનંદા માણસે માણસે ફે૨ એક લાખે તો ન મળે ને એક ત્રાંબીયાના તેર” એમ આંહીં પ્રભુ કહે છે તારે અને મારે, અરે બાપા વાતે વાતે ફેર છે ભાઈ ! એય મારગડા જુદા પ્રભુના છે !
એ જીવના પરિણામ, તો જીવ એટલે આત્મા આત્મા, એટલે પવિત્રનો પિંડ, પવિત્ર ગુણનો પિંડ પ્રભુ, એ પવિત્રતા ગુણનાં પિંડનું કાર્ય પવિત્ર છે, એ રાગ એનું કાર્ય નહિ. એ રાગ ને પુણ્ય-પાપના પરિણામનું કાર્ય એ પુદ્ગલનું છે. તે પુદ્ગલનાં પરિણામ જીવના પરિણામ વીતરાગી સમ્યગ્દર્શન આદિના પરિણામ તેને તે નથી કરતું. છે ? તેને નહિ કરતું હોવાથી, તેને એટલે ? પ૨દ્રવ્ય પરિણામ એટલે ? રાગથી ભિન્ન એવો ભગવાન એના જે પરિણામ વીતરાગી પરિણામ તેને રાગ નહિ કરતું હોવાથી, એક ગાથાએ તો ગજબ કામ છે ને ? આ તો વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની વાણી ભાઈ, આ કાંઈ કથા વાર્તા નથી. આ તો ભગવત્ સ્વરૂપ આત્મા, એના પરિણામ અને રાગના પરિણામ બેય ભિન્ન છે, એમ બતાવવું છે. હેં ! આહાહા ! અત્યારે તો વાંધા મોટા ખરે ઉપાડે છે કે, આ પૂજા ને ભક્તિ ને વ્રત ને એ બધો ધર્મ છે, અરે પ્રભુ એ તો વિકલ્પ છે, રાગ છે, ભાઈ ૫૨ત૨ફનાં લક્ષવાળી વૃત્તિ છે. અને પુણ્ય-પાપમાં કહ્યું છે ને ? કે જ્યારે તમે આ શુભ-અશુભ ભાવનો નિષેધ કરશો, તો મુનિને શ૨ણ શું ? આવે છે ને ? કે એને શ૨ણ છે આત્મા. એ પુણ્ય-પાપના ભાવનું શરણ નહિ, તમે એને નિષેધ કરો છો કે એ તો જીવના નહિ ને જીવનું કાર્ય નહિ, તો મુનિને શ૨ણ શું હવે ? બાપુ મુનિને શરણ શુભ-અશુભ ભાવ રહિત, ભગવાન પૂર્ણાનંદનો નાથ તે તેનું શ૨ણ સમકિતીને છે. અરિહંતનું શરણ ને સિદ્ધનું શરણ એમ કહેવું માંગળિકમાં એ પણ વ્યવહા૨નો રાગ છે. આહાહાહા ! અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ્, સાહુ મંગલમ્, ધમ્મો મંગલમ્ ચતારી શરણં આવે છે ને ચત્તારિ શરણ, અરિહંતા શ૨ણ, સિદ્ધા શરણું, સાહુ શરણં, કેવલી પન્નતો ધમ્મો શરણું. એ પણ, એ તો ૫૨ની અપેક્ષામાં વિકલ્પની વાતું છે બાપા. આહાહા !
કહો પુંજાભાઈ ! નૈરોબીમાં તો આ બધું આકરું પડે એવું છે, પણ નૈરોબીમાં ચાલે છે હવે, ત્યાં તો પચીસ ત્રીસ વરસથી હાલે છે. પંદર લાખનું મંદિર કરાવે છે ને ત્યાં ? નૈરોબી, આફ્રિકા આ લોકો જેઠ સુદ અગિયા૨સે મુરત કર્યું છે, પંદર લાખનું જિન મંદિર થોડા વખતમાં થઈ જશે, પંદર લાખનું, વ૨સ લાગશે, આફ્રિકા બે હજાર વર્ષમાં ત્યાં જૈનનું નામ નહોતું. ત્યાં મંદિર કરાવે છે આ લોકો, અહીંના ત્યાં પ્રચારવાળા આઠ ઘર છે, આફ્રિકા નૈરોબી, આ તો સત્ય છે ને ? ગમે ત્યાં હોય બાપુ. આહા !
એ નહીં કરતું હોવાથી, પુદ્ગલદ્રવ્યને એટલે રાગને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. રાગ કર્તા ને નિર્મળ પરિણામ કાર્ય એમ નથી. ભાષા તો સાદી છે પ્રભુ, ભાષા તો કોઈ એવી નથી