________________
૨૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે, ને હું શું માનું છું એને મેળવતો નથી પાછો. એય? આહાહા !
એવું પારદ્રવ્ય પુગલદ્રવ્ય પ્રાપ્ય, જીવના પરિણામને પોતાના એટલે રાગના પરિણામને જીવના નિર્મળ પરિણામને અને પોતાના પરિણામના ફળ દુઃખને નહિ જાણતું એવું પુગલદ્રવ્ય, રાગદ્વેષના પરિણામનું દ્રવ્ય પુદ્ગલ, તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું આ પરદ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ, એવું વ્યાપ્ય લક્ષણવાળું પારદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ, તેને નહિ કરતું, પોતામાં વ્યાપેલું જે રાગાદિમાં તે પુગલ, એ જીવના પરિણામને પરદ્રવ્ય પરિણામને એટલે જીવના વીતરાગી પરિણામને તેને નહિ કરતું, એ વીતરાગી પરિણામ ધર્મના પરિણામને રાગ પરિણામ નહિ કરતું, આહાહા !
કહો હવે આવી વાતું છે. ઓલા કહે કે પૂજા ને વ્રત ને એ રાગ ને એ બંધનું કારણ, એ તો સાધારણ અને ૧૧૦ કળશમાં તો એમેય કહ્યું છે ને? ૧૧૦ કળશમાં ભાઈ મિથ્યાષ્ટિનું શુભ પરિણામ બંધનું કારણ છે, એમ સમ્યગ્દષ્ટિના પણ બંધનું કારણ એને વ્રત નિયમનો વિકલ્પ છે એ પણ બંધનું કારણ કહ્યું છે. ૧૧૦ કળશમાં કળશમાં છે, કળશ, કળશ. આહાહા!
પ્રભુ! પ્રભુ! પ્રભુ ! સને સત્ય રીતે કબુલવામાં પણ જેનો હુજી નકાર. અરે એ સત્યને પ્રાપ્ત કયારે કરે ? અસત્ય જે રાગ છે એ સ્વરૂપમાં નથી એને પોતાના માનીને અસત્ શ્રદ્ધા કરે, એ સત્ ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ એને ક્યારે પ્રાપ્ત કરે? અરે અનાદિથી દુઃખને વેદી રહ્યો છે, જે નિશ્ચયથી પુગલના પરિણામ છે. સુખ દુઃખના (પરિણામ) આવી ગયું છે ને? ( શ્રોતાવ્રત અને ભક્તિ કરવા છતાં પોતે પોતાને ન જાણે... એને રાગ થાય) નથી જાણતા રાગ. હેં! શું કીધું? એ રાગ છે એને ધર્મ માને છે એ અજ્ઞાની એને ધર્મ માને છે. જ્ઞાની છે તે રાગ થાય તેનું જ્ઞાન કરે છે. રાગ તો જ્ઞાનીનેય આવે, પણ એ રાગનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન, રાગ તે આત્માનો નહિ. આહાહાહા !
લંડનમાં શરૂ કર્યું છે એમણે વાંચન સાત આઠ માણસો ભેગા થાય છે બધા. આફ્રિકામાં વધારે છે, નૈરોબી ત્યાં તો મોટું સાંઈઠ ઘર છે ને? અહીંનું વાંચન કરે છે, પચીસ ત્રીસ વરસથી. બાપુ આ વસ્તુ છે બાપુ, ભાઈ ! આ તો પરમાત્માની કહેલી ઇન્દ્રો ને ગણધરોએ સુણેલી સાંભળેલી, એમાં કુંદકુંદાચાર્ય અનુભવી સમક્તિી મુનિ હતા, એણે આ સાંભળીને આ પાછું લાવ્યા અહીંયા. આહાહા ! ભાઈ ! તારી હૈયાતી કેવડી ને કેટલી છે અને કેવી છે? એ પ્રભુ તારી હૈયાતિ અનંત અનંત ગુણની પવિત્રતાની હૈયાતિ તું છો. એવી અનંત ગુણની પવિત્રતાના હૈયાતિની મોજૂદગીનું જેને અસ્તિત્વ સ્વીકાર્યું, આવું અસ્તિત્વ જેણે સ્વીકાર્યું, એ સમ્યગ્દષ્ટિ. એ સમ્યગ્દર્શનનાં પરિણામ એ જીવના પરિણામ છે અને એ સમ્યગ્દર્શનના પરિણામને આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપીને ત્યાં રહ્યો છે, એના પરિણામને રાગ પરિણામ આદિ મધ્ય અંતમાં નથી. પણ રાગના પરિણામમાં આદિ મધ્ય અંતમાં પુદગલ છે, આહાહાહા ! આવી વાતું છે.
ઈ વ્યાપ્યલક્ષણવાળું એટલે કાર્યવાળું રાગ ને વૈષના કાર્યવાળું જે પુગલનું કાર્ય તે પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય એટલે આત્માના નિર્વિકારી સમ્યગ્દર્શનશાનનાં પરિણામરૂપી કાર્ય, તેને નહિ કરતું હોવાથી, તેને રાગ નહિ કરતું હોવાથી, હવે આંહીં વ્યવહાર કરે છે એમ