________________
ગાથા-૭૯
૨૫૭ અખંડ એક અખંડ આવે છે ને? ઓલામાં આપણે અખંડ એક લખ્યું છે, ચાકળો છે ને ત્યાં, આજે જોયું તું ત્યાં. એક અખંડ, જ્ઞાયક એક અખંડ, નથી ચાકળો છે સામે, પણ આમાં છે અખંડ એક, આ ૩૨૦ ગાથામાં. ભગવાન આત્મા અખંડ છે, જેમાં પર્યાયનોય ભેદ નથી. એક સ્વરૂપ સામાન્ય ઉર્ધ્વ પ્રવાહ ધ્રુવ, કાયમ રહેનારો એ છે કે છે છે છે છે છે છે પરમ પવિત્રતાના ગુણનું ધામ ભગવાન છે છે છે છે એ સામાન્ય દ્રવ્ય, એને સામાન્ય દ્રવ્ય કહીએ, તે દ્રવ્યની જેને દૃષ્ટિ થઈ છે, તે દ્રવ્યનું જેને જ્ઞાન થયું છે, તેના પરિણામ તો વીતરાગી ગણવામાં આવ્યા છે પ્રભુએ. એને જે મલિન પરિણામ થાય છે, એ આ વીતરાગી પરિણામને ગ્રહતું નથી, ઉપજતું નથી, પોતાના પરિણામને ગ્રહે-ઉપજે ને પરિણમે છે. આહાહાહાહા !
શબ્દ શબ્દ ફેર, બહુ ફેર લાગે. એક કલાકની આવી વાતું. હવે એમાં હુજી તો અડધો-પોણો કલાક થયો છે. ભાઈ પરમાત્મા જિનેશ્વરદેવ ભાઈ એની વાણી ગણધરોને અને ઇન્દ્રોને સાંભળવા મળે, એ વાણી કેવી હોય? આહાહા ! ભાઈ, એ વાણી આ છે. આહાહાહા !
માટે જીવના પરિણામને, શું કીધું? પુદ્ગલ રાગાદિના પરિણામ જીવના પરિણામને આદિ મધ્ય અંતમાં રહે ને ઉપજે ને પરિણમાવતું નથી. પણ એ રાગના પરિણામ પોતાની આદિ-મધ્ય અંતમાં પોતે પોતાને ગ્રહે ને પરિણમે ને ઉપજે છે. આવું કઠણ છે આ. એની મેળે વાંચે તો કઠણ પડે એવું છે. બાપુ મારગડા પ્રભુનાં, એ વીરાના માર્ગો છે ભાઈ, “વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના પણ કાયરને પ્રતિકૂળ પ્રભુની વાણી પરમ શાંત રસ મૂળ છે, એટલે કે તેના પરિણામ શાંતરસ છે, એ બતાવનારી છે. આહા ! પરમ શાંત રસ વીતરાગ પરિણામ તે જિનવાણીનું ફળ છે. આહા! ઔષધ જે ભવરોગનાં ચાર ગતિના પરિભ્રમણનું એ ઔષધ છે, વીતરાગની વાણીનો ભાવ, પણ કાયરને પ્રતિકૂળ પડે, આવો તેવો થાય છે, આવો માર્ગ હોય? તો આ બધો વ્યવહાર લોપ થઈ જશે. એમ કહે છે દલીલ કરે છે ને? વ્યવહારને લોપ કરવો એ જ નિશ્ચયની પ્રાપ્તિ છે. વ્યવહારનો રાગ એ પુદ્ગલનાં પરિણામ છે, મારાં નહીં એવી જેને દષ્ટિ દ્રવ્ય ઉપર થઈ તેના પરિણામ વીતરાગી હોય છે. તે વીતરાગી પરિણામને પુદ્ગલના પરિણામ ગ્રહતું ઉપજતું પરિણામાવતું નથી, પણ પોતાના પરિણામને ગ્રહે ને ઉપજે ને પરિણમાવે છે. આહાહાહા !
આમાં પાણીનું ગળવું ને કયાંય રહી ગયું. હું? ભાઈનો પ્રશ્ન હતો ને તે દિ'નાનાલાલભાઈના મકાનમાં, ગઈ સાલ હશે, કઈ સાલ હતી, નહીં? હું? છઠ્ઠી સાલ, એને ઘણાં વરસ થઈ ગયા, અઠયાવીસ વરસ થયા. આહાહા!
માટે જીવના પરિણામને એટલે કે, જીવ જે દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે તેની જેને દૃષ્ટિ થઈ છે તેના પરિણામને, એ દૃષ્ટિ છે એ જીવના પરિણામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશાંતિ એ જીવના પરિણામ, એ જીવના પરિણામને પોતાના પરિણામને એટલે રાગ-રાગના પરિણામને પોતાના પરિણામના ફળને, રાગનું ફળ દુઃખ તેને, તે પુદ્ગલના પરિણામ જાણતું નથી. તે ફળને નહિ જાણતું, આહાહાહા... પુસ્તક સામે છે કે નહિં ભાઈ ! સંસારના નામા મેળવે છે કે નહીં? ઓલો કે મારે પાંચ હજાર તમારી પાસે માંગુ ઓલો કહે હું દસ હજાર માગું આ રહ્યા જુઓ વાંચો મેળવો. ત્યાં મેળવે માળા દહરાના દિ' દિવાળીના નામે આ એ નામું ભગવાન શું કહે