________________
૨૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ મલિનતા થવાના કોઈ ગુણ નથી, તેમ દ્રવ્ય નથી કે દ્રવ્ય નિર્મળ છે ઈ મલિનતાની પર્યાયને કરે. આહાહા!
વસ્તુસ્થિતિ, જ્ઞાની લીધો એનો અર્થ ઈ, કે વસ્તુ જે આત્મા એક સમયમાં શાયક પરિપૂર્ણ અનંત ગુણનું એકરૂપ, એવું જે દ્રવ્ય એની જેને દૃષ્ટિ થઈ, તેથી તે જ્ઞાની થયો. રાગ ને પર્યાયબુદ્ધિ હતી અને એનો કર્તા હતો ત્યાં સુધી અજ્ઞાની હતો, કેમ કે રાગ એવો કોઈ ગુણનો પર્યાય નથી, એ રાગ તો વિકૃત દશા છે. તેથી તેનો કર્તા ને રાગ મારું કાર્ય, ત્યાં સુધી તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની હતો. આહાહાહા ! દયા, દાન, પૂજા, ભક્તિના ભાવ રાગ છે, અને એ રાગ મારું કાર્ય છે એમ માન્યું, એણે દ્રવ્ય સ્વભાવ પવિત્ર છે તે માન્યું નહીં. એણે એ પુણ્યના પરિણામ ને મલિનતાનું કાર્ય મારું એનો અર્થ એ કે નિર્મળ ભગવાન આત્મા તેની દૃષ્ટિમાં આવતો નથી. તેથી તેની દૃષ્ટિમાં અનાદિથી અજ્ઞાનીને એ પુણ્ય ને પાપના પરિણામ તે મારું કાર્ય છે, એમ અજ્ઞાનભાવે તેને ભાસે છે. આહાહાહા ! આવો માર્ગ!
ઈ ૭૫માં કહ્યું, પછી છોંતેર, સત્યોતેર, અઠયોતેર, ઓગણાએસીમાં પ્રાપ્ય, વિકાર્ય, નિર્વત્ય લીધું, જે દ્રવ્યની જે પર્યાય જે કાળે થવાની તે થાય, એમાં આંહી પર્યાય નિર્મળની વાત છે આમાં. જીવ દ્રવ્ય છે વસ્તુ એનું જ્યાં જ્ઞાન, ભાન થયું તેથી તેની પર્યાય નિર્મળ તે તેનું પ્રાપ્ય છે. આહાહાહા ! નિર્મળ પર્યાય એટલે સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રના જે વીતરાગી પરિણામ એ જીવનું દ્રવ્યનું જ્ઞાનીનું પ્રાપ્ય કાર્ય કર્મ છે. આહાહાહા ! એથી ચાર ગાથાનો આ કળશ છે.
મોહ એટલે ? વસ્તુ જે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ જેનો, એવું ચૈતન્યનું જેને જ્ઞાન થયું, અને રાગ ને પુણ્યના પરિણામને ભિન્ન પાડયા. રાગના પરિણામ અને ભગવાન સ્વભાવ જ્યાં સુધી એકપણે માનતો, ત્યાં સુધી તે અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ ( હતો ). આહા ! પણ જ્યારે તે રાગ અને ત્રિકાળી આનંદ જ્ઞાન સ્વરૂપ ભગવાન બેને સ્વભાવ સન્મુખ થઈને, રાગને ભિન્ન પાડયો અને સ્વભાવની એકતા કરી તે જ્ઞાની, તે દ્રવ્યદૃષ્ટિ, તે ધર્મી આ જ્ઞાનીની આ વ્યાખ્યા. આહા !
જ્ઞાની તો ‘ઈમાં’ આ પ્રગટ, ‘ઈમાં’ આ પ્રગટ, આત્માની નિર્મળ પર્યાય એનો ગુણ અને એનું દ્રવ્ય આત્માના દ્રવ્યગુણ પર્યાય નિર્મળ એ પ્રગટ અને ઉત્પાદ, વ્યય ને ધ્રુવ આત્માના પ્રગટ એટલે કે શુદ્ધ પરિણામની ઉત્પત્તિ, અશુદ્ધતાનો વ્યય અને ધ્રુવતા એવું ઉત્પાદ, વ્યય ને ધ્રુવ. જ્ઞાની તે દ્રવ્યગુણ પર્યાયને અને ઉત્પાદ, વ્યય, ધ્રુવને તે જાણે છે. શું કીધું ? જુઓને, જ્ઞાની તો ઈમાં આ પોતાની પરિણતિ. પરિણતિ શબ્દમાં દ્રવ્યગુણ ને પર્યાય ત્રણેય લેવા, શું કીધું ? પરિણતિ એકલી શુદ્ધ પર્યાયને જાણે છે એમ નહીં. ધર્મી સમ્યગ્દષ્ટિ જ્ઞાની દ્રવ્ય દૃષ્ટિવંત એકલા નિર્મળ પરિણામની પરિણતિને જ જાણે છે, એમ નહીં. પણ તેને પરિણતિ શબ્દ કહીને ધર્મી પોતાના દ્રવ્યગુણ પર્યાયને, દ્રવ્યશુદ્ધ ને ગુણશુદ્ધ ને શુદ્ધ પર્યાય એને જાણે છે, કાં ઉત્પાદ, વ્યય ને ધ્રુવ નિર્મળ પરિણતિની ઉત્પત્તિ પૂર્વના પરિણામનું અવસ્થાંતર થયું અને ધ્રુવ, તેને જ્ઞાની પોતાના સ્વભાવ તરીકે જાણે છે. આહા ! આટલું બધું વળી યાદ રહે કાંઈ ?
‘ઈમાં’ આ પ્રગટ સ્વ, ‘સ્વ’ એટલે પોતાની, એટલે કે દ્રવ્યશુદ્ધ ગુણશુદ્ધ ને નિર્મળ પર્યાય એ પોતાની, અને પોતાનો ઉત્પાદ, વ્યય ને ધ્રુવ, કે ઉત્પાદવ્યય, ઉત્પાદ નિર્મળ, નિર્મળ