________________
૨૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ રાગ પરિણામ જાણતું નથી. રાગ પુગલના પરિણામ રાગને જાણતું નથી, રાગનું ફળ દુઃખ છે તેને તે રાગનું પરિણામ જાણતું નથી. આહાહાહા ! આ તો આવી ગયું છે થોડું પણ આ પહેલેથી છે ને. આહાહા !
એવું પુદગલ દ્રવ્ય પોતે, એ રાગના ભાવ જે શુભ-અશુભ થાય, તે પુદ્ગલનાં પરિણામ છે, તે પુદ્ગલદ્રવ્ય પોતે, એ પુદ્ગલદ્રવ્ય છે રાગાદિ, આહાહાહા.... ગજબ વાતું, પોતે પરદ્રવ્યના પરિણામમાં એ રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ અને રાગ જે છે, એ પુદ્ગલના પરિણામ છે, ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય છે. પવિત્ર છે અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય વીતરાગતાનો સાગર છે, એના પરિણામ તો વીતરાગી થાય તે તેના પરિણામ છે, અને રાગાદિ થાય એ પુદ્ગલના પરિણામ છે. એ પુદગલના પરિણામ જીવના પરિણામને જાણતું નથી, પોતાને જાણતું નથી, તેનું ફળ દુઃખ છે તેને જાણતું નથી, છે? એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્યનું પરિણામ એટલે આત્માના વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાનના પરિણામ એ રાગના પરિણામની અપેક્ષાએ પરદ્રવ્યનાં પરિણામ છે, એ નવરંગભાઈ ! આવું છે બાપુ. શું થાય?
અનંત કાળથી રખડે છે ૮૪ ના અવતાર કરી કરીને અનંતા નર્કના કર્યા, અનંતા નિગોદના લસણ ને ડુંગળીના અનંતા ભવ કર્યા, એક મિથ્યાત્વને લઈને, એ મિથ્યાત્વ શું છે, એની એને ખબર નથી. એ રાગ જે દયા, દાન, વ્રત, જાત્રાનો થાય એ રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાષ્ટિ છે અને એ મિથ્યાષ્ટિમાં અનંતા ભવ કરવાની તાકાત છે. આવી વાત છે પ્રભુ. આહાહાહા !
એ પરદ્રવ્યના પરિણામમાં એટલે? જે શુભઅશુભ ભાવ થયા, એ શુભ વિકાર છે અને ભગવાન આત્મા તો નિર્વિકારી શુદ્ધ પવિત્ર અનંત ગુણોના હૈયાતીવાળી સત્તા છે, તો તેવા શુદ્ધ સ્વભાવની સત્તાવાળો પ્રભુ એના પરિણામ તો શુદ્ધ હોય, એ શુદ્ધ પરિણામ છે, એ રાગના પરિણામની અપેક્ષાએ પરદ્રવ્યના પરિણામ છે. આહાહાહા !
કહો, પ્રેમચંદભાઈ ! આ લંડનમાં કાંઈ મળે એવું નથી. લંડનમાં ભાઈ રહે છે, વાંચે છે ત્યાં આપણું લંડનમાં રહે છે આઠ દિ'થી આવ્યા છે, વાંચે છે ત્યાં લંડનમાં, આફ્રિકામાં વાંચે છે તે ત્યાં તો મોટું મહાજન છે. અરે પ્રભુ! મારગડા પરમાત્મા ત્રિલોકનાથના હવે જુદા છે ભાઈ ! આહાહા ! રાગ છે એ જૈનનો માર્ગ નહીં, જૈનનો માર્ગ વીતરાગ પરિણામ તે જૈનનો માર્ગ છે અને એ વીતરાગ પરિણામ છે એ વીતરાગી દ્રવ્ય છે એને આશ્રયે થાય છે. તેવા જે વીતરાગી પરિણામ જે ધર્મ, મોક્ષનો માર્ગ, એ રાગનાં પરિણામ પુદ્ગલની અપેક્ષાએ તે પરદ્રવ્યના પરિણામ છે. કહો શશીભાઈ, ગાથાકું આવી છે. આહાહા ! ધીમેથી સમજવા જેવું છે પ્રભુ! અનંત કાળથી રખડે છે ભાઈ, એ દુઃખી છે, દુઃખી છે. પરમાત્મા જિનેશ્વરદેવે જે કહ્યો માર્ગ અને એણે અનંત કાળમાં એક સેકંડ માત્ર પણ જાણ્યો નથી અને પોતાની સ્વચ્છંદતાએ કલ્પનાએ ધર્મ માન્યો અને રખડયો છે. આહા...આહાહા... આવી વાત બેસવી કઠણ.
પરદ્રવ્યના પરિણામમાં, એટલે શું સમજાણું? જે કાંઈ શુભ-અશુભ ભાવ થાય, એ તો વિકૃત છેને? અને આત્માનો સ્વભાવ વિકૃત નથી, આત્માનો સ્વભાવ તદ્દન નિર્વિકારી ત્રિકાળી છે, તેથી