________________
૨૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, રાગ આત્માના જ્ઞાન પરિણામને ઉપજાવતો નથી. ધ્રુવ પરિણામ જે જ્ઞાન પરિણામ થયા, ત્યાં રાગને જાણવાના ને પોતાને જાણવાના જે જ્ઞાન પરિણામ થયા એ તો તે વખતે ધ્રુવ તે પરિણામ જ થવાના હતા. તેને રાગ ગ્રહે છે, રાગ તે પ્રાપ્ય થઈને તેને પકડે છે, એમ નથી. આહાહાહા... અરેરેરે ! ગ્રહતું નથી, એ રાગાદિ પરિણામ તે રૂપે પરિણમતું નથી, તે રૂપે તે આત્માના જાણવા દેખવાના પરિણામને, પરિણામપણે રાગ ઉત્પન્ન થતો નથી અને તે રૂપે ઉપજતો નથી. જ્ઞાનના પરિણામપણે રાગ ઉપજતો નથી, જ્ઞાનના પરિણામે તો પોતે પોતાને પકડયા છે આત્માએ પ્રાપ્ય થઈને ધ્રુવ તે વખતે પોતે ઉપજ્યો છે ને પૂર્વથી બદલ્યો છે પોતે આત્મા, એ પરિણામને રાગ વ્યાપીને કરે છે એમ નથી. આહાહા !
બહુ આકરું મોટાણી ! અરે પ્રભુ! એ ભાગ્ય વિના તો કાને ન પડે એવી વાત છે. બાપુ ! દુનિયાના ભાગ્ય તો ધૂળ છે, ઈ ભાગ્યશાળી નથી ભાંગશાળી છે. આહાહાહા! આ ચીજ બાપા પરમ સત્યના ભણકાર કાને પડે એ પણ ભાગ્ય વિના પડે નહીં ભાઈ, સમજે તો પછી વળી, આહાહા... તે ઉપજતું નથી પણ વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન . ૧૬૮ ગાથા-૭૯ તા. ૧૪/૦૧/૭૯ રવિવાર પોષ વદ-૧
શ્રી સમયસાર ! ઝીણી વાત છે પ્રભુ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે જેમ માટી ઘડાને ગ્રહે, ફેરવે, વ્યય કરે અને ઉપજે. એમ જીવના પરિણામને રાગના પરિણામ એ પુદ્ગલના પરિણામ છે, એ આત્માના જીવના પરિણામને એ જાણતો નથી એમ સિદ્ધ કરવું છે. આહાહાહા !
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની હૈયાતિવાળું અસ્તિત્વ છે. આહાહાહા ! પ્રભુ આ આત્મા જે છે એ તો અતીન્દ્રિય સુખની હયાતિવાળું અસ્તિત્વ છે એનું. એવા અસ્તિત્વનું જેને ભાન થયું સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને, તેના અસ્તિત્વના પરિણામમાં પર્યાયમાં નિર્મળ સમ્યગ્દર્શનશાનચારિત્ર જે વીતરાગી પરિણામ છે તે જીવના પરિણામ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? ઝીણું છે ભાઈ, વર્તમાન ચાલતો પ્રવાહ એથી જાત બીજી છે પ્રભુ ! આહાહા !
એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ એ આત્માના પરિણામ નહીં એમ આંહી કહે છે. અરે પ્રભુ! એ તો વિકાર છે, તે વિકાર છે એ પુગલના કારણે થયેલું એ પુદ્ગલનું કાર્ય છે. આહાહાહા ! આકરી વાત. એ રાગને આદિ પરિણામ થાય તેને જ્ઞાતાદ્રષ્ટા તરીકે જે જાણવાના કામને કરે, એ જાણવું, શ્રદ્ધવું, માનવું, સ્વરૂપમાં રમવું એ જે પરિણામ વિતરાગી પરિણામ છે એ જીવના પરિણામ છે. આહાહા!
બહુ ફેરફાર ભાઈ. આહાહા ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવનો આ હુકમ છે, કે એ જીવના પરિણામને, છે? પોતાના પરિણામને એટલે કે કર્મ જે જડ છે, પુગલ છે, માટી છે કર્મ, એના પરિણામ છે શું છે કે દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ એ કર્મના પરિણામ છે, એમ કહે છે એ ભગવાન આત્માના પરિણામ નહીં. આહાહાહા ! આવું છે. દુનિયાને તો એવું લાગે એવું છે, કે આ શું વળી આત્મા, નવું? પ્રભુ એ નવું નથી. અનાદિનો વીતરાગ જિનેશ્વર