________________
ગાથા-૭૯
૨૪૯
મોક્ષમાર્ગના પરિણામને અંતર્ધ્યાપક થઈને એ રાગ અંતર જઈ વ્યાપ્ય થઈને શરૂઆતમાં રાગ હતો તો તે શાતાના પરિણામ થયા એમ નથી. આહાહાહાહા ! દેવીલાલજી ! બાપુ આવું તો સાંભળવા કોક દિ’ મળે ભાઈ. આહાહા... એવી વાતું છે બાપુ.
પદ્રવ્યના પરિણામમાં એટલે ? રાગાદિ છે દયા,દાન,કામ,ક્રોધના પરિણામ એ પુદ્ગલ છે અને એનાથી જે ૫૨દ્રવ્યના પરિણામ એટલે આત્માના જાણવા દેખવાના પરિણામ, એ પદ્રવ્યના પરિણામ છે, સમજાણું કાંઈ ? ભાષા તો સાદી આવે છે પ્રભુ, પણ હવે ભાવ સમજવા તો બાપા, શું થાય પ્રભુ, તેં તારી દયા કરી નથી કોઈ દિ' ૫૨ની દયા ક૨વા હાલી નીકળ્યો, જે કરી શકતો તેં નથી. એનો ભાવ આવે, ૫૨ દયાનો એ પણ રાગ ને હિંસા છે જીવની, અ૨૨૨ ! એ રાગને પણ, આવ્યો રાગ, પણ જ્ઞાની જે આત્માનો જાણનાર છે, તેના પરિણામમાં રાગ છે માટે રાગનું જ્ઞાન થયું, રાગ કર્તા ને શાનના પરિણામ કર્મ, એવું છે નહીં. સમજાણું કાંઈ ?
બે ત્રણ લીટીયુમાંય કઠણ, ભગવાન શું કરીએ. ( શ્રોતાઃ- રાગમાં તો પ્રમેયત્વ ધર્મ છે ) એ તો શેય છે. શેય છે અને જ્ઞાયક છે એ પણ વ્યવહા૨ છે. રાગ છે એ જ્ઞાનનાં પરિણામનું શેય છે, અને શેય છે માટે અહીં જ્ઞાનના પરિણામ થયાં એમ નહીં, એમ. ને અહીં જાણનાર છે અને ઓલો જણાય છે એ પણ વ્યવહાર છે.નિશ્ચયથી તો જ્ઞાનનાં પરિણામ છે તે પોતાનાં પરિણામને પોતે જાણે છે. આહાહાહાહા!
અરેરે ! દુનિયા ક્યાં ૨ખડે છે ને ક્યાં, એને આવી વાત સાંભળવા મળે, એમાં પાંચ પચાસ લાખ રૂપિયા થયા, કરોડ બે કરોડ જીઓ એ તો પાગલ મોટો. આહાહા ! ( શ્રોતા:- ઘણા જીરવી શકે છે પૈસા ) હૈં ? શું કીધું ? ( શ્રોતાઃ– ઘણાય જીરવી શકે ) ધૂળમાંય જીરવતા નથી પૈસા. પૈસા મારી નાખે, મરી ગયો નહીં ? બે અબજ ને ચાળીસ કરોડ હતા, આ શાંતિલાલ ખુશાલ ગોવામાં, બે અબજ ચાલીસ કરોડ આપણો પાણશીળાવાળો, દશાશ્રીમાળી વાણીઓ હતો, બે અબજ ચાળીસ કરોડ, એકસઠ વર્ષની ઉંમરે એની વહુ હતી તેને હેમરેજ થઈ ગયું, તે મુંબઈ આવીને આવેલા બે ચાર દિ' રહેલા ઈ બાઈ તો અસાધ્ય હતી, બે ચાર દિ’ થયા ત્યાં એકસઠ વર્ષની ઉંમ૨, રાતે મને દુઃખે છે, બે અબજ ચાલીસ કરોડ, સાંઈઠ લાખના તો મકાન ત્યાં ગોવામાં ત્યાં એક ચાલીસ લાખનું દસ દસ લાખના બે, એ બાઈ પાંચ મિનિટમાં, સગો હતો એક છે ઓળખીતો ભાઈ દાકતરને બોલાવો, દાકતરને બોલાવે ત્યાં દેહ છુટી ગયો, જાવ રખડવા હવે, આહાહાહા ! અ૨૨૨ ! આ બે અબજ ને ચાલીસ કરોડ તો ઉપજ્યા હશે ક્યાંક ઢોર બોરમાં. મૂળ તો નર્કમાં ન જાય માંસ ને દારૂ ન ખાય ને. અ૨૨૨ ! પ્રભુ પ્રભુ શું કરે. (શ્રોતાઃ– એ તો સુખની મોત કહેવાયને ?) તો સુખની મોત કહેવાયને ? શેની ? આ મોત તો સુખની મોત કહેવાયને ? સુખની ને ઢોરમાં અવતર્યો એ સુખની. કષાયના ભાવમાં મમતામાં દેહ છુટયો. આહાહાહા !
આંહી તો ઓલા ૫દ્રવ્યના પરિણામ છે ને એ શું છે ? એ રાગ ને દ્વેષના પરિણામ દયા દાનના કામ ક્રોધના પરિણામ એ પુદ્ગલના છે, અને એની અપેક્ષાએ ૫૨દ્રવ્યના પરિણામ એટલે આત્માના જાણવા દેખવાના પરિણામ એ પરદ્રવ્યના પરિણામ કહેવાય. રાગની અપેક્ષાએ એ પરદ્રવ્યના પરિણામ કહેવાય. આહાહાહા...