________________
૨૫૧
ગાથા-૭૯
૫૨માત્માનો માર્ગ આ છે.
કહે છે કે પુદ્ગલ જે છે એ પોતાના પરિણામને જાણતા નથી, એટલે રાગ જે થાય છે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો એ રાગ છે. હિંસા, જૂઠું, ચોરીનો એ રાગ પોતે જાણતો નથી. રાગમાં જ્ઞાનનો સ્વભાવ નથી, તેથી તે રાગ પોતાને જાણતો નથી. એ રાગ જીવના સમ્યગ્દષ્ટિના જીવના શુદ્ધ પરિણામને જાણતો નથી, બે. જીવના પરિણામને, પોતાના પરિણામને એટલે રાગને રાગ જાણતો નથી, રાગ છે ઈ જીવના પરિણામને જાણતો નથી, જીવના પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જે વીતરાગી પરિણામ એ જીવના પરિણામ, એ જીવના પરિણામને રાગ પરિણામ જાણતો નથી, રાગ પરિણામ રાગને જાણતો નથી. અને રાગ પરિણામ પોતાના પરિણામના ફળને જાણતો નથી. રાગનું ફળ દુઃખ છે એને એ જાણતું નથી. આહાહાહા !
ગાથા અડધી તો ચાલી ગઈ'તી પણ ફરીને, આજે કેટલાક નવા હોય ને, ભગવાન માર્ગ તો એવો ઝીણો છે ભાઈ, વીતરાગનો ધર્મ જિનેશ્વરદેવ ત્રણલોકના નાથ એનો ધર્મ એ તો વીતરાગી પરિણામ છે. કેમ કે આત્મા પોતે જિન સ્વરૂપ છે, આ આત્મા જે છે અંદર એ જિન સ્વરૂપ વીતરાગ મૂર્તિ છે આત્મા, એ વીતરાગ મૂર્તિ છે એમાંથી વીતરાગ પરિણામ પ્રગટ થાય છે. આહાહા!
અરેરે ! આ દેહમાં દેહ છે એ તો માટી છે આ તો ધૂળ છે, પૈસા પૈસા તો એક બાજુ રહી ગયા, આ ધૂળ કયાંય રહી ગઈ, કર્મ અંદર આઠ છે જ્ઞાનાવરણી એ પણ માટી ને ધૂળ જડ છે, પણ અહીં તો એ ઉપરાંત અંદરમાં રાગના પરિણામ વ્રતના, તપના, ભક્તિના જાત્રાના થાય, કે હિંસા, જૂઠા, ચોરીના પરિણામ થાય, એ પરિણામને પણ પુદ્ગલના પિરણામ કહેવામાં આવ્યા છે. કેમ કે એ વિકાર છે, એ આત્માનો સ્વભાવ નથી, સ્વભાવથી થયાં નથી.
એ ભગવાન આત્મા તો અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત પ્રભુતાની પવિત્રતાનું પિંડની હૈયાતીવાળું તત્ત્વ, તે હૈયાતીવાળા અસ્તિત્વ તત્ત્વને જેણે પકડયું છે, જેના શ્રદ્ધામાં જ્ઞાનમાં એ અસ્તિત્વને પકડયું છે, તેને ધર્મી કહીએ ને તેના પરિણામ જે રાગ વિનાના થયા, તે જીવના પરિણામ કહેવાય. આવી આકરી વાત છે બાપા !
દુનિયા શું ચાલે છે તે બધી ખબર છે ને ? હૈં ? આંહીં તો ૮૯ વર્ષ થયા. સીત્તેર વર્ષથી તો આ બધો પરિચય છે જગતનો. આખી વાત બહુ ફેર પ્રભુ. વીતરાગ માર્ગને અને માનેલા અજ્ઞાનીના માર્ગને બહુ ફેર છે. આહાહા! કહે છે પ્રભુ, સંતો કહે છે, દિગંબર સંતો એ ૫૨માત્માની વાણી જ કહે છે. ૫૨માત્મા ત્રણલોકના નાથ જિનેશ્વરના આ સંતો આડતિયા છે. એ જિનેશ્વરનો માર્ગ આ ને માલ આ છે એમ પ્રસિદ્ધ કરે છે. આહા !
કે એક તો રાગ જે છે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ અહીંયા જેમ માટી ઘડાપણે થાય છે, ઘડાને ગ્રહે છે, માટીના પિંડનો વ્યય કરે છે અને ઘડાની પર્યાયને ઉપજાવે છે એ બધું માટીનું કાર્ય છે, કુંભારનું નહીં, એમ ભગવાન આત્મા શુદ્ધ આનંદની હૈયાતીવાળી અસ્તિત્વ મોજુદગી ચીજ છે, એની જેણે અંદ૨માં પકકડ કરી છે, ધર્મી સમ્યગ્દષ્ટિએ આનંદની હૈયાતીવાળી મોજૂદગી ચીજ છે સત્તા, એની જેણે પ્રતીતિ અને જ્ઞાન કર્યું છે, તે પ્રતીતિ અને જ્ઞાનનાં પરિણામ તે નિર્મળ અને વીતરાગી છે. એ જીવના પરિણામ છે એ જીવના પરિણામને