________________
૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, રાગ અંતરમાં મદદ મળીને આદિ મધ્ય અંતમાં જીવનાં જે સમ્યગ્દર્શનશાનચારિત્રના પરિણામ એમાં રાગ અંતર્થાપક થઈને, આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. આહાહાહા ! વ્યવહારરત્નત્રયનો દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવતનાં પરિણામનો રાગ, શાસ્ત્ર પરવસ્તુ છે તેના ભણતરનો રાગ, એ રાગના પરિણામ પુગલનાં ગણીને, પારદ્રવ્યનાં પરિણામ જીવન વીતરાગી ગણીને, એ રાગના પરિણામ વીતરાગી પરિણામને ગ્રહતાં નથી. એ વીતરાગી પરિણામ થયા તેની આધમાં રાગ હતો એમ નથી, એ વીતરાગી પરિણામ ધર્મના થયા તેના મધ્યમાં રાગ હતો એમ નથી. એ વીતરાગી પરિણામ ધર્મનાં થયા, તેના મધ્યમાં રાગ હતો એમ નથી. તેમ વીતરાગી પરિણામ થયા એમાં રાગ છેડે હતો એમ નથી. આહાહાહા !
એ શશીભાઈ ! આવું છે બાપુ. ભાષા તો સાદી છે ભાઈ કોઈ સંસ્કૃત ને વ્યાકરણને એવું કોઈ મોટી વિદ્વતા નથી આ. આહાહા! આ તો અંતરની વાતું ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર, ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે કહી રહ્યા હતા તે કહેલી વાત, એ વાત આવી છે. ભાગ્યવાનને તો કાને પડે એવી વાત છે. આ સમજવાની વાત તો એકકોર રહી ગઈ. આહા !
કહે છે કે એ રાગ જે શુભભાવ ભગવાનની ભક્તિનો, વિનયનો, પૂજાનો, દાનનો, દયાનો, એ પરિણામ પુદ્ગલનાં પરિણામ કહ્યા, કેમ કે જીવના પરિણામ નિર્મળ સ્વરૂપ છે, તેના પરિણામ નિર્મળ થાય, એથી રાગ પરિણામ પુદ્ગલના કહીને તે રાગ પરદ્રવ્યના પરિણામ એટલે આત્માના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાં પરિણામને તે રાગ આધમાં ગ્રહતું નથી, મધ્યમાં નહીં, પણ એ નિર્મળ પરિણામને રાગ અડતોય નથી, આહા... કહો, ધીરૂભાઈ ! આવો માર્ગ છે. માળે આવી વાતો, આવો કહે છે નવો ક્યાંથી કાઢયો, એમ કહે છે. પ્રભુ! નવો નથી ભાઈ, માર્ગ અનાદિનો તીર્થકર ત્રિલોકનાથ જિનેશ્વર પ્રભુનો માર્ગ આ છે ભાઈ, તને સાંભળવા ન મળ્યો હોય માટે નવો લાગે એમ નથી. આહાહા! ચીમનભાઈ ! આહાહા!
એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. અહીંયા જે સમ્યગ્દર્શનનાં પરિણામ થયા એને રાગ છે તે પકડતો નથી, તે રૂપે પરિણમતો નથી. રાગ સમકિત દર્શનના પરિણામપણે મિથ્યાત્વનો પલટો મારીને પરિણમ્યું નથી ઈ, તે રૂપે ઉપજતું નથી, સમ્યગ્દર્શનના પરિણામપણે રાગ ઉપજતો નથી. આહાહાહા !
હવે અત્યારે તો આ વ્યવહાર રાગ સાધન અને નિર્મળ પરિણામ સાધ્ય એમ કહે છે પ્રભુ. દુનિયા બહુ ફેરફારમાં છે ભાઈ, વીતરાગ પરમેશ્વરનો માર્ગ અને સાંભળવા મળ્યો નથી પ્રભુ. ભગવાન તો આ જીવને ભગવાન તરીકે બોલાવે છે. કેમકે પોતે સ્વરૂપ રાગદ્વેષ વિનાનું સ્વરૂપ છે એ ભગવંત સ્વરૂપ છે, એ તો જિન સ્વરૂપ છે. એ જિન સ્વરૂપનાં પરિણામ(માં) રાગ કયાંથી થાય? એથી એ રાગના પરિણામને પુદ્ગલના ગણી અને એ રાગ છે તે જીવના પરિણામમાં આદિ મધ્ય અંતમાં ગ્રહતું નથી, રાગ ત્યાં ઉપજતું નથી ને રાગ તેને તે પરિણમાવતુંબદલાવતું નથી. આહાહા ! છે?
અહીં સુધી તો આવ્યું તું પરમ દિ' કાલ તો સજજાય હતી, પરમ દિ' આંહીં સુધી આવ્યું છે. પણ ઓલું પહેલું શું છે એ સમજાવ્યા વિના, “પરંતું'નું નહીં બેસે, એટલે ફરીને લીધું, આ