________________
ગાથા-૭૯
૨૪૭ છે તેને પ્રાપ્ય કહીએ, તેને માટી ગ્રહે છે એટલે પહોંચી વળે છે, માટી પહોંચી વળે છે, કુંભાર નહીં, આહાહા ! હજી તો દાખલો, પછી સિદ્ધાંત તો આકરો પડશે. આહાહા!
ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઉપજે છે, ઘડાની અવસ્થા પહેલાં જે અવસ્થા હતી, એને બદલે, બદલાવે છે પોતે માટી, ઘડા પહેલાં હોય ને માટીનો પિંડો, તે પિંડની અવસ્થા બદલે છે એ માટી, અને પિંડની અવસ્થા ઘડારૂપે થાય છે એ માટી કરે છે. માટીનું પ્રાપ્ય ઘડો, તે કાળે તે પર્યાય થવાની જ હતી. તેને માટીએ પ્રાપ્ય ગ્રહણ કરી છે, અને તે કાળે પૂર્વના પિંડની અવસ્થાનો વ્યય થવાનો જ હતો, થયો એને માટી તેનો વિકાર્ય કરે છે, એટલે પલટાવે છે, અને ઘડારૂપે ઉપજ્યો, ઉપસ્યું એ માટી તે રૂપે ઉપજી છે. આહાહા !
હવે અહીં તો આખો દિ' અમે આ કર્યાને આ કર્યા'ને આ કર્યા'ને દુનિયાને આમ કર્યા ને દુનિયાને સુધાર્યા ને, મારી નાખ્યો જીવને. એ જ્ઞાતા દૃષ્ટા છે, એનું એણે માન્યું નહીં, અને આ છે એમ માન્યું એટલે ઓલું મારી નાખ્યો એને, જીવન મરણ તુલ્ય કરી નાખ્યો છે. પાઠ છે ને? ૨૮ કળશમાં છે. મરણતુલ્ય કરી નાખ્યો પ્રભુ, જીવતી જ્યોત જ્ઞાતા દૃષ્ટા ચૈતન્ય જ્યોત, એને તે ન સ્વીકારતા રાગનું કાર્ય મારું ને પરના કાર્ય મારાં, એ વખતે તે જીવતી જ્યોતનો તે અનાદર કર્યો, મારી નાખ્યો તેં. આહાહાહા!
માટી પોતે ઘડારૂપે ઉપજે છે તેમ, આ દૃષ્ટાંત, તેમ જીવના પરિણામને એટલે કે જાણવા દેખવાના પરિણામને, પોતાના પરિણામને એટલે રાગ થયો તે એનું પરિણામ છે પુદગલનું, પોતાના પરિણામના ફળને, એટલે હરખ શોકના પરિણામ થયા તે પુદ્ગલના ફળને નહિ જાણતું એવું પુદ્ગલ દ્રવ્ય, આહાહાહા! ગાથા ભારે આવી છે. છે ને સામે, સામે પુસ્તક છે કે નહીં ? ક્યા શબ્દનો અર્થ થાય છે. એમ બાપા! આહા.... અરેરે ! એને ક્યાં અવસર મળ્યો છે. મનુષ્ય ભવ, એમાં આ ચીજ ન સમજે અને સમ્યજ્ઞાનનો દોરો નહીં પરોવે, તો તો એ સોય ખોવાઈ જશે. એને અહીં સમ્યજ્ઞાન, હું તો એક જ્ઞાયક જાણનાર છું, રાગનું જ્ઞાન એ પણ મારાંથી થયું છે, એ રાગનું જ્ઞાન નહીં, એ અહીં સિદ્ધ કરવું છે. પુદ્ગલથી જ્ઞાનના પરિણામ થયા, રાગથી એમ નહીં, એ સિદ્ધ કરવું છે.
જુઓ, જીવના પરિણામને ને પોતાના પરિણામને એમ આપણે પહેલી વ્યાખ્યા થઈ'તી માથે, અને પોતાના પરિણામમાં પણ નહીં જાણતું એવું પુગલ દ્રવ્ય, પોતે પરદ્રવ્યના પરિણામમાં, એટલે શું હવે? આત્મા જ્ઞાયક છે તેના પરિણામ એ રાગના ને પુદ્ગલથી, પરદ્રવ્ય છે એ. આહાહા ! રાગ-દયા,દાન,કામ,ક્રોધના ભાવ જે આ વિકલ્પ થયાં એ પુદ્ગલના પરિણામ, એ પુગલનું ફળ. હવે કહે છે, કે એ કર્મના એ પુદ્ગલનાં પરિણામને પોતાના જીવના પરિણામને પુદ્ગલના ફળને નહીં જાણતા એવું પુદ્ગલદ્રવ્ય, પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્ય એટલે આત્મા, આત્માના જાણવા દેખવાના પરિણામ એ રાગની અપેક્ષાએ પરદ્રવ્યના પરિણામ છે.
હવે, આ એની મેળે વાંચો તો કાંઈ સમજાય એવું નથી કાંઈ. કોઈ દી' આંકડો, લોકો આજે આવ્યા છે ને તાકડે ને એને ખબર તો પડે અહીં કાંઈક છે બીજી વાત. દુનિયામાં હાલે છે કાંઈક કાંઈક ગપ ગોળા ને આ કાંઈક બીજું છે. આહાહા !
શું કીધું? જેમ ઘડાપણે ઉપજે છે માટી, નિપજે છે માટી, અને ફેરવે છે માટી. પિંડનો ઘડો