________________
ગાથા-૭૯
૨૪૫ એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. આ કાંઈ વાર્તા કથા નથી, આ તો ભાગવત કથા છે. આહાહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એનું જ્ઞાન થવું ને રાગ થવો તેનું જ્ઞાન થવું, એની આ વાતું છે ભાઈ. આહાહા ! ટીકા, ટીકા છે? જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, છે ટીકા? છે કે નહિં, આવ્યું કે નહિં? ક્યાંય ચોપડાય જોયા ન હોય ઓલા, પાપના ચોપડા જોયા હોય બધા ત્યાં ફિલ્મના ને ગામની પંચાતના. આહાહાહા!
ટીકા - માટી, માટી છે ને માટી, ઈ પોતે ઘડામાં અંતર્થાપક થઈને, ઘડાની પર્યાયને માટી કરે છે. ઘડાની પર્યાયને કુંભાર કરતો નથી. (શ્રોતા – વકીલ કરે ?) વકીલ વકીલાતની ભાષા કરતો નથી. વકીલ છે ને? જજ પાસે દલીલ કરે એ દલીલ આત્મા કરતો નથી. એ જડની અવસ્થા છે. પ્રભુ તારી લીલા તો જો, તું કોણ છો ભાઈ? તારી ખબરું વિના વરવિનાની જાન જોડી દીધી. એ જાન ન કહેવાય એ તો માણસના ટોળાં કહેવાય. એમ આત્મજ્ઞાન વિનાની વાતું જેટલી બધી કીડીનાં નગરા જેવા છે ઈ તો બધા. આહાહા!
માટી પોતે ઘડામાં અંતર્થાપક, ઘડાની પર્યાયમાં માટી પ્રસરીને ઘડો થાય છે, કુંભારથી નહીં. (શ્રોતા – ઈ સમજાતું નથી, માટીથી ઘડો થાય?) માટી હજી દાખલો સમજાતો નથી ત્યાં તો સિદ્ધાંત કહેવાય છે, ભાઈનો પ્રશ્ન હતો ને? રોટલીનો નહીં? પ્રેમચંદભાઈનો લંડનમાં રહે છે, વાંચે છે ત્યાં અહીંનું, આવ્યા છ સાત દિ' થયાં, રોટલીનો પ્રશ્ન હતો ને, રોટલી લોટથી થાય છે. રોટલી વેલણાથી નહીં, તાવડીથી નહીં, બાઈના હાથથી નહીં, બાઈનો હાથ રોટલીને અડતો નથી. એ વેલણું લોટને આમ-આમ થાય એ લોટને અડતું નથી. અરેરે ! હવે આ વાત ક્યાંથી સમજાય?
(શ્રોતાઃ- વેલણામાં લોટ ચોંટી ન જાય?) એ લોટ પોતે છે રોટલીરૂપે થયો છે. એ લોટની પર્યાય રોટલી છે. એ તાવડીની નહીં, બાઈડીની નહીં, સ્ત્રીની નહીં, અગ્નિની નહીં. (શ્રોતાઃ- આ દુકાન જુદી જાતની છે.) લખુભાઈ ! શું કહે છે? આ દુકાન જુદી જાતની છે કહે છે. આહાહાહા !
અરે ભગવાન, તું કોણ છો ને ક્યાં છો ને કેમ છે તારું સ્વરૂપ ? શ્રીમમાં નો આવ્યું? “હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” સોળ વર્ષે દેહની સ્થિતિ. આત્મા અનાદિ અનંત એને કાંઈ સ્થિતિ નથી. હું કોણ છું ક્યાંથી થયો? હું છું આત્મા, ક્યાંથી થયો? કે અનાદિ છું, ખરું સ્વરૂપ શું છે? ખરું સ્વરૂપ તો મારું જ્ઞાતા દેષ્ટા આનંદ છે. રાગ ને પુણ્ય-પાપના પરિણામ એ આત્માનું સ્વરૂપ ખરું નથી. અરેરે! અહીંયા તો હજી બાઈડી અર્ધાગના મારે કહેવાય, અડધું અંગ મારું અને અડધું એનું, ધૂળેય નથી સાંભળને માળા, મારી નાખ્યો તેં આત્માને. આહાહા ! આ મારો આ દિકરો છે જાને તું, જાને-જાને તું તો તું તે હું છે તું તે હું છું. સ્નાન બનાન જાવું હોય આ રાગ ગાંડાના કાંઈ ગામ જુદા ન હોય, ગામ દીઠ પાગલ છે બધુંય જોયું છે ને અમે તો બધું ય જાણું છે જગતને બધું, બધા પ્રકારે. આંહી તો ૮૯ થયા ૭૦ વરસથી તો આ બધું દુકાનથી અભ્યાસ છે. આહાહાહા ! ભાઈ !
માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, એમ લોટ પોતે રોટલીમાં અંતર્થાપક થઈને રોટલી