________________
ગાથા-૭૯
૨૪૩ એ રાગનું ફળ કર્મનું છે. આહાહા ! તો એ કહે છે, કે આત્માના પરિણામને એ રાગ જાણે નહીં, રાગને રાગ જાણે નહીં, ને રાગનું ફળ દુઃખ, દુઃખની કલ્પના તેને એ જાણે નહીં, એવા એ પુદ્ગલ, એને આત્માના પરિણામ સાથે કાંઈ કર્તાકર્મ છે કે નહીં? એ રાગ કર્તા ને અહીં જ્ઞાન પરિણામ એનું કાર્ય, એમ છે કે નહીં ? આવી આકરી વાતું છે બાપા, શું કહ્યું સમજાણું કાંઈ? આ તો શિષ્યનો તો આવો પ્રશ્ન છે, એના ખ્યાલમાં વાત આવી છે, કે આ (શ્રોતા- શિષ્ય ઊંચા નંબરનો છે) એ એવાને આંહી ગયા છે. બાકી સાધારણને થોથા જેવા હમણાં સાંભળવા આવ્યા ને વયા જાય કલાક બે કલાક એ કાંઈ શ્રોતા નથી, સાંભળનાર નથી. આહાહાહાહા!
ચીમનભાઈ ! શું પૂછયું શિષ્ય? હજી શિષ્ય શું પૂછયું એ સમજણમાં ન આવે, શિષ્યનો એ પ્રશ્ન છે, કે જ્યારે આ આત્મા આત્માનો જાણનારો થયો, તો ઈ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે, તો ચૈતન્ય સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવા આનંદના હોય, પણ એ પરિણામને રાગ જાણતો નથી. રાગ પુદ્ગલ છે, એ રાગ એ પરિણામને જાણતો નથી, એક વાત. રાગ રાગને જાણતો નથી, બે વાત. રાગનું ફળ જે સુખદુઃખની કલ્પના તેને તે જાણતો નથી. ત્રણ વાત. તો એવા જે રાગના પરિણામ પુગલના, પુગલના પરિણામ એ આત્માના પરિણામનો કાંઈ કર્તા છે કે નહીં? કેમ કે જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે જેવો રાગ આવે એવું આંહીં જ્ઞાન તે સમયે પોતાથી થાય છે, અરે ! આરે ! આવી વાતું હવે. અરે દુનિયા ક્યાં રખડે ને શું કહ્યું?
જ્યારે રાગ થાય છે, ત્યારે જ્ઞાનીને તે સંબંધીનું જ્ઞાન પોતાથી થાય છે. રાગ છે માટે જ્ઞાન થયું એમ નહીં. સમજાણું કાંઈ ? આહાહા.. બાપુ ધર્મ કોઈ ચીજ અલૌકિક છે. એ વિના મરી ગયો ૮૪ના અવતારમાં રખડી રખડીને, (શ્રોતા – બેયનો કાળ તો એક છે ને) એક છે, કાળ એક છે, છતાંય રાગને લઈને જ્ઞાન થયું નથી. ઈ આંહી સિદ્ધ કરવું છે. જ્ઞાનીના જ્ઞાનમાં આત્મા જણાણો શાયક સ્વરૂપ, તેથી તેનાં પરિણામ જાણવાના સ્વના ને રાગ થાય તેના જાણવાના પરિણામ થાય, પણ એ પરિણામ રાગ છે માટે થયાં છે, એમ નહીં. તેથી રાગ તે કર્તા છે ને અહીં જાણવાનું કામ થયું તે તેનું કાર્ય છે એમ નહીં. અરરર! એક એક અક્ષર, અરે ભગવાન શું કરે? પ્રભુ તને તારી ખબર નથી, તને તારી ખબર નથી, નથી પરની ખબર. આહાહાહા!
આંહી તો જેને ખબરું પડી છે એને એ ખબર પડનારને, જાણનારના જાણવાના પરિણામને, સમકિતનાં પરિણામને, એ રાગ છે તે રાગનું જ્ઞાન અહીં થાય, પણ એ જ્ઞાન રાગ છે માટે થયું છે એમ નહીં, એ ટાણે પોતાનો સ્વભાવ સ્વ ને પરને જાણવાનો હોવાથી જ્ઞાન સ્વપરને જાણતું પ્રગટ થાય છે, રાગ થયો તેજ કાળે તે સમયે સ્વપર જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. તો એ સ્વપર જાણતું જ્ઞાન થાય છે પર્યાય, એને રાગનું અહીં જ્ઞાન કહેવું કે નહીં? રાગ કર્તા ને જાણવાનું પરિણામ તેનું કાર્ય, એમ કહેવું કે નહીં ? એમ શિષ્યનો પ્રશ્ન છે. આહાહા ! આવો ઉપદેશ હવે, ઓલું તો હવે દયા પાળો વ્રત પાળો દાન કરો અપવાસ કરો, મંદિર બનાવો એ તો સહેલું સટ હતું રખડવાનું, એ તો રખડવાનો ભાવ છે. આહાહાહા !
આ પહેલો પ્રશ્ન સમજાણો? આ પોણી ત્રણ લીટીનો પ્રશ્ન છે, નવરંગભાઈ ! જીવના પરિણામને એટલે કે વીતરાગી પરિણામ જીવના, ધર્મીના. પોતાના પરિણામને એટલે પુદ્ગલના