________________
ગાથા-૭૯
૨૪૧ આત્મા, એમ જેણે જાણ્યું ને અનુભવમાં આવ્યું, તેવા ધર્મીના પરિણામમાં તો જ્ઞાતાદેષ્ટા, આનંદ ને શાંતિના એના પરિણામ હોય, એમાં જે એને રાગાદિના પરિણામ થાય છે, તે એ આત્માના જ્ઞાયક સ્વભાવમાં અનંત ગુણનું સ્વરૂપ છે, તે કોઈ ગુણ રાગરૂપે થાય એવો કોઈ ગુણ નથી. આહાહાહા ! એથી ગુણીને જેણે, ગુણી એટલે આ ચોખાની ગુણી ને ઘઉંની ગુણી ઈ નહીં. ગુણી એટલે આ ભગવાન અનંત ગુણનો ધણી એવો ગુણી, જેમાં અનંત અનંત અનંત અપાર અનંત ગુણ પડ્યા છે, એવા અનંત ગુણનો ધણી ગુણી, એવા ગુણીનું જેને જ્ઞાન ને ભાન થયું છે, એવા ધર્મીના પરિણામ તો જાણવાના દેખવાના આનંદના હોય છે.
એનામાં જે આ રાગ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ થાય એ બધાં પુદ્ગલના પરિણામ છે. આહાહાહા ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ પરિણમીને રાગ કરે એવું તો એનામાં છે નહીં કોઈ દિ' માટે કહે છે, જેને ધર્મ સમજાણો છે, જેને આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદસ્વરૂપ છે, એવું જેને અંતર્શાન થયું છે તે જ્ઞાનીના પરિણામ જ્ઞાન અને આનંદના હોય છે, એ જીવના પરિણામ. એની મેળે તો એક અક્ષરેય ઉકલે એવું નથી. એય ! લખુભાઈ ! પંચાયત ગામની આડ ને કાં ફિલ્મની ને છોકરાવને સાચવવાના મારી નાખ્યા જગતને, કોને મારી નાખ્યો? પોતાને. પોતે જ્ઞાયક ને ચૈતન્ય જ્યોત છે તેને ન માનતા હું આ રાગનો કરનાર ને આનો કરનાર, એ જીવતી
જ્યોતનો નકાર કર્યો, એ જીવતીનો નકાર કર્યો એ જીવની હિંસા કરી, એણે પોતાની. આહાહા ! (શ્રોતા – બીજાની હિંસા કરી શકે) બીજાની હિંસા કરી શકતો નથી. બીજાની દયા અને બીજાની હિંસા જીવ ત્રણ કાળમાં કરી શકતો નથી. સમજાય છે કાંઈ ? આહાહાહા !
અહીંયા તો પોતે ભગવાન ચૈતન્ય જ્યોત છે, અનંત ચૈતન્યાકાર રત્નાકરનો સાગર પ્રભુ છે. એવું જેને અંતરમાં સ્વ તત્ત્વનું જ્ઞાન ને ભાન થયું તે જીવના પરિણામ તો જ્ઞાન દર્શન આનંદ ને શાંતિના એના પરિણામ હોય છે. એક વાત, એ જીવના પરિણામની વ્યાખ્યા થઈ. અને પોતાના પરિણામ એટલે પુદ્ગલકર્મના પરિણામ એટલે અંદર જે શુભ કે અશુભ ભાવ થાય રાગ, દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, રળવા કમાવાનાં ભાવ એ જ્ઞાનીને તે પરિણામ પુદ્ગલના છે મારા નહીં. પુંજાભાઈ ! આવું ત્યાં કાંઈ નૈરોબીમાં મળે એવું નથી. આહાહાહા !
એ પોતાના પરિણામ, એટલે પુદ્ગલના પરિણામ, એટલે? જે શુભ ને અશુભ ભાવ થાય એ પુદ્ગલના પરિણામ છે, ચૈતન્યના નહીં. આહાહાહા ! બે, પોતાના પરિણામના ફળને એટલે કે પુદ્ગલ છે તેમાં થતાં રાગદ્વેષ અને એમાં થતું એનું ફળ હરખ શોક, સુખ દુઃખની કલ્પના એ બધું કર્મનું ફળ છે, જીવનું નહીં. ચૈતન્ય ભગવાન તો જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છે. એમ જેને જ્ઞાન અને ભાન ધર્મનું થયું, તેને સુખદુઃખની કલ્પના એ કર્મનું ફળ છે. પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહીં જાણતા એવા પુદ્ગલદ્રવ્ય, એ ત્રણેયને જાણનાર જડ નથી. રાગ અને કર્મ એ જીવના પરિણામને જાણતો નથી, એના રાગના પરિણામને એ રાગ જાણતો નથી, તેમ રાગનું ફળ જે દુઃખ કે કલ્પના સુખની, એને તે રાગ જાણતો નથી. એ પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આવો પ્રશ્ન છે હજી તો. આહાહાહા!
આવો જેને પ્રશ્ન અંતરથી ઉઠયો છે, એને આ ઉત્તર દેવામાં આવે છે. આહાહા... શું કહ્યું એ! જ્યારે ૭૬-૭૭-૭૮ માં એમ કહેવાઈ ગયું, કે ધર્મી જીવને ધર્મ એવો જે આત્મા એનો