________________
ગાથા-૭૯
૨૩૯
છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું ૫૨દ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ:- કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. ૫૨માર્થે કોઇ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી.
પ્રવચન નં. ૧૬૭ ગાથા-૭૯
તા.૧૨/૦૧/૭૯ શુક્રવા૨ પોષ સુદ-૧૫
૭૮ ગાથા પુરી થઈ, છે ? ૭૯ એની માથે, ત્રણ લીટી છે. ઝીણી વાત છે. હવે પૂછે છે કે, છે ? તદ્ન કાંઈ સાંભળ્યું નથી, આ વાત તદ્ન. હવે પૂછે છે કે જીવના પરિણામને એટલે ? જીવના પરિણામ એને અહીંયા કહેવા છે, કે જેણે આત્માને શાયક જાણ્યો છે, ધર્મદૃષ્ટિ જેની થઈ છે. ધર્મી એવો જે આત્મા શાયક ત્રિકાળી સ્વરૂપ એની જેને દૃષ્ટિ અને જ્ઞાન થયું છે, એવા ધર્મીના પરિણામ, એ જીવના પરિણામ કહેવામાં આવે છે. આ શબ્દની આ વ્યાખ્યા છે, જીવના પરિણામ એટલે કે જેણે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન દ્વારા આત્માને ધર્મી તરીકે જાણ્યો ને ઓળખ્યો ને અનુભવ્યો છે, એવા જીવના પરિણામ, સમ્યગ્દર્શનના, સમ્યજ્ઞાનના શાંતિના, સ્વચ્છતાના, આનંદના, એ જીવના પરિણામ કહેવાય છે. સમજાય છે કાંઈ ?
એ જીવના પરિણામને પોતાના પરિણામને એટલે કે પુદ્ગલ જે કર્મ જડ છે, જડનું પરિણામ એ અંદ૨માં રાગ અને દ્વેષના પરિણામ થાય એ જડના પરિણામ છે. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! પહેલા જીવનાં પરિણામ કહ્યાં, તો જીવ તો જ્ઞાયક સ્વરૂપ છે. એવું જેને જ્ઞાન ને ભાન થયું છે ધર્મીને, તેના પરિણામ તો ધર્મના એટલે જ્ઞાનના, દર્શનના, શાંતિના, પ્રભુતાના ઈશ્વરતાના, પરિણામ જે નિર્મળ છે, તે જ્ઞાનના આત્માના પરિણામ કહેવાય છે. એના જે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના ભાવ થાય, એ જીવના પરિણામ નહીં. આહાહા !
એ પોતાના પરિણામ એટલે પુદ્ગલના પરિણામ, જે અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, કામ ક્રોધનાં પરિણામ ઉત્પન્ન થાય, એ રાગ ને દ્વેષના પરિણામ તે ખરેખર પુદ્ગલકર્મ છે, તેનાં એ પરિણામ છે. સમજાય છે કાંઈ ? ગાથા બહુ ઝીણી છે પ્રેમચંદભાઈ ! લંડનથી આવ્યા છે ભાઈ, ત્યાં વાંચે છે. આ ઝીણી વાતો બહુ આવી છે ભાઈ, મૂળ કાંઈ ધર્મ શું છે એ સાંભળ્યો નથી અને જગતના કામ આડે અવકાશેય ક્યાં છે? આહા !
આહીં તો કહે છે, કે આત્મા ૫૨ના કામ તો કરી શકે નહીં, લખવાનું કામ એ આત્મા કરી શકે નહીં, બોલવાનું કામ એ આત્મા કરી શકે નહીં, હાલવાનું કામ એ આત્મા કરી શકે નહીં. આહાહા ! એ ઉપરાંત આંહી તો અંદર જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ ને પૂજા ભક્તિના ભાવ ને હિંસા, ચોરી, જૂઠું વિષય વાસના જગતના પરિણામ જે કાંઈ આમ કરું ને આમ કરું એવા