________________
ગાથા-૭૮
૨૩૭ છે, તે વખતે ધ્રુવ તે જ થવાના, એ પુદ્ગલનું પ્રાપ્ય છે, એ પુદ્ગલ તે રીતે પરિણમ્યું છે, પુદ્ગલ તે રૂપે ઉપજ્યું છે. આહાહાહા... ભારે આકરું કામ. શરીર, વાણી, પૈસા ને બાઈડી છોકરામાં તો કાંઈ કર્તાકર્મપણું છે જ નહીં અજ્ઞાનીનેય તે, અજ્ઞાનીને કર્તાકર્મપણું હોય તો અંદરમાં રાગનો કર્તા ને રાગ એનું કાર્ય, અજ્ઞાની માને. આહાહાહા !
હવે અહીંયા ધર્મી જીવ, ધર્મ કરનાર એને કહીએ કે જેને સુખદુઃખના પરિણામ થાય તેને ઈ જાણે. જાણવા છતાં એ પરદ્રવ્યના પરિણામને ગ્રહે નહીં, છે? તે વ્યાપ્યલક્ષણ પ્રાપ્ય વિકાર્ય નિર્વત્ય એવું જે પ્રાપ્ય લક્ષણવાળું કાર્ય લક્ષણ, પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ એટલે કાર્ય તેને તે નહીં કરતા એવા, ધર્મી તેને નહિ કરતો એવા ( જ્ઞાનીને પુગલ સાથે કર્તાકર્મ ભાવ નથી). આહાહાહા !
અહીં તો ચોથા ગુણસ્થાનથી માંડી છે ભાઈ, ઓલો કહે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે જ્ઞાની કહેવાનો. અરે પ્રભુ! કારણકે એને સુખદુ:ખના પરિણામ છે એને જાણે છે એવું લીધું છે ને? છતાંય એ જ્ઞાની છે. એટલે નિર્વિકલ્પ સમાધિમાં હોય તો જ જ્ઞાની છે, અને સુખદુઃખના પરિણામ થયાં તેને જાણે માટે જ્ઞાની નથી એમ નથી. જ્ઞાનસાગરે બહુ લખ્યું છે. આહાહાહા !
એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ તેને નહીં કરતા એવા તે જ્ઞાનીને પુલ સાથે કર્તાકર્મભાવ નથી. તે હરખશોકના પરિણામ પુદ્ગલ છે, એનું કાર્ય છે એની સાથે આત્માને ધર્મીને કર્તા કાર્યપણું છે નહીં એ સુખદુઃખના પરિણામ કર્તા ને એ આત્માનું કાર્ય એ જ્ઞાનીને ધર્માને છે નહીં, ધર્મી તેનો જાણનાર છે, એ જાણનારના પરિણામનું વ્યાપ્ય છે, તે તેનું કાર્ય છે ને તે તેનો કર્તા છે. આહાહા... ૭૬મી ગાથામાં કહ્યું'તું તે અનુસાર અહીં પણ જાણવું. “પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું એને બદલે પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની એમ કહ્યું છે. લ્યો વિશેષ કહેશે.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ)
છ પર્યાયનું આવું સ્વતંત્ર સામર્થ્ય છે ? ભાઈ ! તું શરીર-વાણી-મન ને રાગને ભૂલી જા, તે તારામાં નથી. અરે ! તારી નિર્મળ પર્યાયને પ્રગટ થવામાં દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, પૂર્વની પર્યાયના વ્યયની અપેક્ષા નથી ત્યાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? પર્યાયનું આવું સ્વતંત્ર સામર્થ્ય છે. પર્યાય સ્વતંત્ર જ થાય છે એમ નક્કી કરતાં તેનું લક્ષ કયાં જાય?—કે દ્રવ્ય તરફ જ લક્ષ જાય અને તેનું નામ જ પુરુષાર્થ છે. દ્રવ્ય તરફ લક્ષ જતાં જ્ઞાનમાં દ્રવ્યનું જ્ઞાન આવે પણ દ્રવ્ય આવતું નથી. સત્નો જેને નિર્ણય થાય તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય. આ જ કરવાનું છે, બાકી બધું તો ધૂળ-ધાણી છે.
(આત્મધર્મ, અંક ૭૨૬, વર્ષ-૬૦, પાના નં. ૧૪)