________________
૨૩૫
ગાથા-૦૮
તર્ક ને ઊંધા જ જ્ઞાન હોય બધું. આહાહાહા !
k
આંહી કહે છે ૫૨માત્મા, કે એ ઘડાના મુખ્યમાં આદિમાં માટી, મધ્યમાં માટી અને અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, એ માટી ઘડાને પહોંચી વળે છે. એ કુંભાર પહોંચી વળે છે ઘડાને એ વાત બિલકુલ જૂઠી છે. અ૨૨ ! આવી વાત બેસે નહીં હવે આખો દિ' સવા૨થી સાંજ ધંધામાં “હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે,” ગાડું હાલતું હોય ને નીચે કૂતરું ઠીઠું અડે એટલે ગાડું મારાથી હાલે છે. એમ દુકાને બેઠો હોય ને આમ પાંચ દસ હજારની પેદાશ દિવસની થાતી હોય ને ઘરાક ઘરાક ઘરાક, આ બધું કામ મારાથી થાય છે એમ માને, પ્રભુ તું શું કર ? ૫૨ની ક્રિયાનું ક્યાં તું કરી શકે છે ? પણ “હું કરું હું કરું” નરસિંહ મહેતા કહે છે હોં વિષ્ણુમાં, હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે ” ગાડાનો ભાર જેમ કૂતરું તાણે એમ આ આખી દુનિયાની ધંધાની વેપારની ક્રિયા હું કરું છું ને મારાથી આ થયું છે, દુકાનને મેં સાચવી ત્યારે આ પૈસા પેદા થયા છે ને મારું ધ્યાન બરાબર હતું, વ્યવસ્થિત કામ કરવામાં હું હોશિયાર છું, એય ! હિંમતભાઈ નહીં ? લોઢા બોઢામાં ? એ બધું ૫૨ના કામ કરી શકું છું એ અજ્ઞાન ને મૂંઢતા છે. આત્માને પાપની ખાણમાં ઉંડા ઉતારવાના લખણ છે એ બધા. આહાહાહા !
આંહી કહે છે માટી પોતે ઘડાની શરૂઆતમાં માટી મધ્યમાં ને અંતમાં ઘડાને ગ્રહે, ઘડારૂપે પરિણમે માટી, ઘડારૂપે ઉપજે. તેમ જ્ઞાની, તેમ ધર્મી પોતે બાહ્યસ્થિત એવા પુદ્ગલદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, જેમ માટી અંતર્ધ્યાપક થઈને ઘડાને ગ્રહે ઉપજે અને પરિણમે એમ જ્ઞાની કર્મનું ફળ સુખદુઃખ છે એના અંતરમાં વ્યાપીને, વ્યાપ્ય અને ગ્રહે એમ છે નહીં. છે ? જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા ૫૨દ્રવ્યના પરિણામમાં એ સુખદુઃખની કલ્પના, એમાં પુદ્ગલમાં પરિણમતો ૫૨દ્રવ્યમાં પણ અંતર્ધ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં, એ સુખદુઃખની કલ્પનામાં શરૂઆતમાં આત્મા તો, મધ્યમાં આત્મા ને અંતમાં, એ છે નહીં.
શ્લોકો એવા ઊંચા આવ્યા ને ? એ પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. ધર્મી જેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉ૫૨ થઈ છે, એવો જે ધર્મી એને જે સુખદુઃખની કલ્પનાની આધમાં મધ્યમાં અંતમાં પુદ્ગલ છે. એની આધમાં આત્મા છે એમ છે નહીં. આહાહાહા.... આવી વાતું હવે ક્યાં મળે ? આંહી હાલે, બીજે તો તકરાર. હૈં ? શું થાય ? ભાઈ ! જગતને જ્યાં બેઠા હોય ત્યાંથી ઉંધું કહે, બીજું તો એને ઉંધું લાગે, ઉંધું બેઠું એને બીજું કહે તો એ ઉંધું લાગે, કહે, શું થાય ભાઈ ? આહાહાહા !
તે આદિ મધ્ય અંતમાં વ્યાપીને ગ્રહતો નથી આત્મા, તે રૂપે પરિણમતો ફેરવતો નથી. આ સુખદુઃખના પહેલાં પરિણામ હતા ને બીજા ફેરવ્યા એમ નથી. એમ તે રૂપે ઉપજતો નથી સુખ દુઃખમાં આત્મા જ્ઞાની ઉપજતો નથી, પર્યાયમાં કરે છે તો એ આત્મા. પણ અહીં પર્યાયદૃષ્ટિ છોડાવવી છે, દ્રવ્યદૃષ્ટિના સ્વભાવની અપેક્ષાએ પર્યાયમાં જેટલો રાગ અને સુખદુઃખની કલ્પના કરે એ બધું પુદ્ગલનું કાર્ય કરીને તેને જ્ઞાતા ઠેરવવો છે. કેમ કે આત્માનું સ્વરૂપ શાયક છે, તો શાયક એટલે જાણવું દેખવું એનું સ્વરૂપ છે, કોઈ રાગનું કરવું કે પુદ્ગલનું કરવું કે રાગના ફળનું ભોગવવું એ એનું સ્વરૂપ નથી. આહાહાહા !