________________
૨૩૩
ગાથા-૭૮
કર્તા થયો તેથી ૨ખડી મર્યો. એ રાગ ને દયા, દાન ને વ્રતના પરિણામ એ એની જાતના નથી, કજાત છે, બાહ્યસ્થિત છે ને ? એનો કર્તા થઈ મિથ્યાત્વથી અનંત સંસા૨માં ૨ખડી મર્યો પ્રભુ, ક્યાં નરક ને નિગોદ, પ્રભુ તો એમ કહે છે, નરકના એક ક્ષણના દુઃખ શું કહું ? કહે છે તને, એવા ૩૩ સાગર એવા અનંતવાર તેં ભોગવ્યા ભાઈ, કાળ અનંતકાળ ગયો એમાં નરકમાં ગયો છો, ના૨કી નીચે છે. એક માણસને મારે તો એને એકવાર ફાંસી આપે કોર્ટમાં નક્કી થાય તો. પૈસા બૈસા આપીને વળી પુણ્ય હોય ને છૂટી જાય, છતાં કુદરતના કાયદામાં ન છૂટે, પણ એ માણસે લાખ માણસો હજા૨ને માર્યા તો, શું એનું ફળ છે અત્યારે ? રાજા શું આપે એને હજા૨, હજા૨ વાર મારે ? બાપુ એ હજા૨ વાર મારનારને હજા૨ના મા૨ના૨ને જે પરિણામ તીવ્ર છે, એ મહાદુઃખના કા૨ણ છે અને જેટલું એવા દુઃખના કા૨ણ છે, જ્યાં એટલાં દુઃખો જ્યાં છે, એમાં એ ઉપજે છે એને ના૨કી કહેવામાં આવે છે. આહાહા ! એ ૫રમાત્મા તો એમ કહે છે કે એ ક્ષણના દુઃખ પ્રભુ શું કહીએ ? એ ક્ષણના ના૨કીના દુઃખો તેં વેઠયા એ કરોડભવે અને કરોડ જીભે એ ન કહેવાય બાપુ તને ખબર નથી. એ મિથ્યાત્વને લઈને આવા દુઃખો અનંતવા૨ સહન કર્યા છે. એ મિથ્યાત્વ શું છે એની તને ખબર નથી. આહાહા !
આંહી કહે છે કે રાગની દયા, દાન ને વ્રત ને ભક્તિ-પુણ્યનો શુભભાવનો કર્તા થાય એ મિથ્યાર્દષ્ટિ છે, મિથ્યાત્વ છે, મહા અનંત સંસાર એમાં પડયો છે, મિથ્યાત્વમાં અનંતા ભવ પડયા છે એના ગર્ભમાં. એ જેને તોડીને જેણે આત્મજ્ઞાન કર્યું છે, એ જ્ઞાનીને સુખ દુઃખના પરિણામમાં પુદ્ગલ પોતે અંતર્ધ્યાપક આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું તે રૂપે પરિણમતું ને તે રૂપે ઉપજતું, એ તો પુદ્ગલનું જડ કર્મ છે. તેમાં તે વ્યાપક થઈ પ્રસરીને, તેનું વ્યાપ્ય નામ કાર્ય તે સુખદુઃખની કલ્પના, તે પુદ્ગલનું કાર્ય છે. આહાહા !
( શ્રોતાઃ- સુખદુઃખ એટલે શાતા-અશાતા પ્રકૃતિ ) શાતા-અશાતાનું નિમિત્ત છે. પણ અંદર સુખદુઃખની કલ્પના થાય એની અહીં વાત છે. સંયોગ મળે અનુકૂળ પ્રતિકૂળ એ તો જડ ૫૨ એની વાત નથી, એને જે કલ્પના થાય, કે આ ઠીક છે આ મને સુખ, પૈસાને લઈને હું સુખી છું બાઈડીને લઈને સુખી છું, આબરૂને લઈને સુખી છું, મોટો હોદ્દો મળ્યો પચાસ હજા૨નો મહિનાનો અમલદા૨ થયો માટે સુખી, એવી જે કલ્પના સુખની છે એની વાત છે આંહી. આહાહાહા !
એ સુખદુઃખનું જે ફળ, એ પુદ્ગલકર્મના ફળને કરે છે પુદ્ગલ. છે? એ સુખદુઃખાદિ પુદ્ગલકર્મફળને, પુદ્ગલ પોતે આદિ મધ્ય અંતમાં વ્યાપીને કરે છે. વિકૃત છે ને ? સુખ કલ્પ્ય માન્યું છે, સુખ છે નહીં સ્ત્રીમાં, પૈસામાં, આબરૂમાં માન્યું છે, છે નહીં. એ માન્યું છે કે સુખની કલ્પના તેનો કર્તા ધર્મી નથી, એમ કહે છે. અજ્ઞાની તેનો કર્તા છે, કેમકે તેને જ્ઞાન સ્વભાવ આત્માની ખબર નથી. એથી એ હરખશોકનો કર્તા થઈને એનું ફળ ભોગવે, પણ ધર્મી જીવ, જેણે ધર્મ સ્વભાવ ભગવાન આત્મા, જ્ઞાયકસ્વરૂપી પ્રભુ ભગવત્ સ્વરૂપ આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા એનું જેને જ્ઞાન થયું, એની જેને પિછાન ને પ્રતીતિ જ્ઞાન થઈને થઇ, એને એ જે સુખદુઃખની કલ્પના અંદર થાય, એ પુદ્ગલનું કાર્ય છે પણ આત્માનું નહીં. આહાહા ! સમજાય છે ? આવી વાતું છે.
અહીં એક ફેરી વાત થઈ' તી. નાનાલાલ કાળીદાસ કરોડપતિ છે ને, રાજકોટ, મુંબઈમાં