________________
૨૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઝવેરીની દુકાન એના વેવાઈ આવેલા એ કહે કે અમારા વેવાઈ સુખી છે. મેં કીધું એલા સુખીની વ્યાખ્યા શું? આંહી થઈ'તી વાત ઓલા સ્વાધ્યાય મંદિરમાં, થાનવાળો આવ્યો, થાનવાળો નહીં વઢવાણવાળો, શું કહેવાય ઓલા વકીલ હતા ને, (શ્રોતા:- ચુડગર-ચુડગર) ચુડગર બારીસ્ટર હતા ને ચુડગર તેના કુટુંબમાંથી હુતા, અમારા વેવાઈ સુખી, તો સુખીની વ્યાખ્યા શું છે, કહે આ પૈસા ને બાપુ ઈ સુખનું છે. સુખી તો એને કહીએ કે જેને આત્માના આનંદનું ભાન થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે, એ સમકિતી સુખી છે. “સુખીયા જગતમાં સંત, દૂરીજન દુઃખીયા” સુખીયા જગતમાં રે સંત દૂરી જન દુઃખીયા રે. જેને આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ જેને અનુભવમાં આવ્યો, એ ભલે ગૃહસ્થાશ્રમમાં ભલે ચક્રવર્તીપદમાં હોય, પણ જે આનંદનો અનુભવ આવ્યો એ સુખી છે, બાકી દૂરીજન દુઃખીયા.
એ પુદ્ગલકર્મફળને કરે છે. કોણ? પુદ્ગલ, કર્મ, કર્મ જડ એ તેના ફળ તરીકે સુખદુઃખની કલ્પનાનું કાર્ય તે કર્મનું છે. ભગવાન આત્માનું નહીં. આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિ પુગલકર્મફળ, તેને જ્ઞાની જાણતો હોવા છતાં, એમ કે જાણવાનું કાર્ય કરતો હોવા છતાં, એમ કહેવું છે. ધર્મી તે સુખદુઃખની કલ્પનાને જાણતો હોવા છતાં, જાણવામાં એને શેયજ્ઞાયકનો વ્યવહાર સંબંધ હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, ઘડો જે થાય છે તેમાં માટી અંતર્થાપક થઈને ઘડો થયો છે, કુંભારથી નહીં.
અરેરે! આ કેમ બેસે જગતને? એ માટી વસ્તુ છે, તે પોતે પ્રસરીને ઘટની પર્યાય વ્યાપ્ય પ્રાપ્ત થાય છે, તે કાળે તે ઘટની પર્યાય તે કાળે થવાની હતી, તેને તે માટી રહે છે, પ્રાપ્ય છે. જેમ, છે? માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં, એ ઘડાની આધમાં પણ માટી, અંતમાંય માટી ને મધ્યમાંય માટી, શરૂઆતમાં કુંભાર હતો માટે આધમાં એ, એમ નથી.
અરર! આવી વાતું હવે ગળે ઉતરવી, તત્ત્વદેષ્ટિ એવી ઝીણી છે, ભાઈ ! હેં? (શ્રોતા – એવા તો દાખલા છે) પણ દાખલો ઈ ક્યાં બેસે છે એને ? માટીથી ઘડો થાય છે, એ ઘડાની પર્યાયને વ્યાપક માટી થઈને થાય છે, એ કુંભાર છે માટે ઘડો થાય છે, એમ બિલકુલ જૂઠી વાત છે. આહાહાહા! હેં ? ( શ્રોતા:- કુંભાર તો નિમિત્ત છે) નિમિત્ત છે એટલે એ કરતો નથી. નિમિત્તનો અર્થ છે, કે છે એટલું, પણ એ કરતો નથી ઘડાને.
રોટલીનું કહ્યું નહોતું ભાઈ. હજી તો દાખલો કઠણ પડે એને, સિદ્ધાંત. જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક જઈને એ માટી પોતે પ્રસરીને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને રહે છે ઘડાને ગ્રહે છે, એટલે તે કાળે ઘડાનું પ્રાપ્ય નિશ્ચય છે. તેને માટી ગ્રહે છે, પ્રાપ્ત કરે છે, ગ્રહે એમ ભાષા છે. એ માટી તે ઘડાની પર્યાયને પ્રાપ્ત કરે છે એટલે ગ્રહે છે, કુંભાર નહીં. આહાહાહા!
ભાઈએ પ્રશ્ન કર્યો તો” ને, કે આ રોટલી થાય છે રોટલી, રોટલી થાય છે, બાપુ ભાઈ તને ખબર નથી. એ રોટલીની (પર્યાય) છે-એ રોટલીની પર્યાય છે, એ રોટલી તે કાળે થવાનું એ પ્રાપ્ય છે, તેને એ પરમાણું લોટના છે, તે તેને ગ્રહે છે, એનાથી એ રોટલી થઈ છે, પરથી નહીં. શું કહેવાય આ? વેલણાથી નહીં, તાવડીથી નહીં, બાયડીના આ હાથથી નહીં. અરેરે ! ઉંધું ભારે જગતથી, (શ્રોતા – જગતથી તો ઉધું જ હોયને) જગતની દૃષ્ટિ ઉંધી તે, ઊંધે ઘડે ઊંધા રહે, જે ઘડો ઊંધો હોય એના ઉપર ઊંધા રહે, સવળા ન રહે, એમ દેષ્ટિ ઉધી છે ને ઊંધા હાલવું ને ઊંધા