________________
૨૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ધ્રુવ તે નિર્વિકલ્પ છે, એટલે એના કાર્ય તરીકે સુખદુઃખની કલ્પના એનું કાર્ય ન હોય. આ અપેક્ષા છે બાપુ, સમજાય એટલું સમજવું ભાઈ. આ તો ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવ, પરમેશ્વર તીર્થકર એનો આ હુકમ છે. આ પામરને ન બેસે એથી કરીને વસ્તુ ફરી ન જાય. આહાહા!
કહે છે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય. થતું, પલટતું અને ઉપજતું. ટૂંકી ભાષા કરી છે પ્રાપ્ય એટલે થતું, વિકાર્ય એટલે પલટતું, અને નિર્વત્ય એટલે ઉપજતું. ધ્રુવ, વ્યય અને ઉત્પાદ, પર્યાયનો ધ્રુવ હોં તે સમયનો. એ સુખદુઃખની પર્યાય તે સમય થવાની જ હતી, પુલનું વ્યાપ્ય છે એ, આત્માનું નહીં. આહાહા!
એવું વ્યાપ્ય લક્ષણવાળું સુખદુઃખ આદિ, દુઃખ આદિ એટલે રતિ થાય, અરતિ થાય, શોક થાય, હોંશ થાય, હરખ થાય. એ સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ સ્વરૂપ એ પુદ્ગલના ફળનું કાર્ય સ્વરૂપ પુગલનું છે, એ પુદ્ગલનું ફળ કાર્ય છે. એ કર્તાનું કાર્ય છે, પુદ્ગલ કર્તા ને એનું તે કાર્ય, તેનામાં પુદગલદ્રવ્ય પોતે, અંતર્થાપક થઈને (વ્યાપે છે). આહાહાહાહા !
ભગવાન તો આનંદસ્વરૂપ છે ને જ્ઞાનસ્વરૂપ છે એવું જ્યાં એને ભાન થયું એની વાત છે, જેને ધર્મની દૃષ્ટિ પ્રગટી છે, ધર્મ એ આત્મા આનંદસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એનું જેને જ્ઞાન અને ધર્મ દશા પ્રગટી છે, એને એ સુખદુ:ખના પરિણામનું પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એ પુદ્ગલનું છે. તેમાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને આદિ મધ્ય અંતમાં, એ સુખદુઃખની કલ્પનાની આધમાં પુલ છે, એ સુખદુઃખની આધમાં આત્મા છે એમ નહીં આંહી.
બરાબર ગાથાકું એવી આવી છે ને? ભાઈ લંડનથી આવ્યા છે ને, લંડનમાં વાંચે છે ત્યાં, આંહીનું વાંચે, આફ્રિકામાંય વાંચે છે, પચીસ ત્રીસ વર્ષથી અહીંનું સાહિત્ય, પાંચ હજાર ઓલા ગયા છે ત્યાં, શું કહેવાય આ તમારા? રેકોર્ડીંગ સમયસારના પાંચ હજાર રેકોર્ડીંગ ગયા છે, આફ્રિકામાં નૈરોબી, ત્રીસ વર્ષથી વાંચે છે ત્યાં. આહાહા !
ભાઈ કહીએ? એટલે આ કહે છે કે દુનિયાને ઠીક ન પડે, એથી કહેતાં લાજ આવે, પણ વસ્તુ તો આ છે. જેને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન છે, તેનો વિષય નિર્વિકલ્પ સામાન્ય સ્વરૂપ છે. એનો વિષય પરિણામ નિર્મળ પણ એનો વિષય નહીં, તો રાગ છે એને સુખદુઃખની કલ્પના છે એ તો એનો વિષય છે નહીં. પણ વિષય દ્રવ્યને સ્વભાવમાં કરતા જે પરિણામ જાણવા દેખવાના થાય, એ એનો વિષય નથી, પણ જાણવા દેખવાના પરિણામનો કર્તા પોતે છે, અને જાણવા દેખવાના પરિણામ તેનું કાર્ય છે. સમજાણું કાંઈ?
ઈ જાણવા દેખવાના પરિણામમાં અંતર્થાપક આત્મા થઈને, જ્યાં વ્યાપ્ય પ્રાપ્ય એટલે તે વખતે તે સુખદુઃખની કલ્પના હતી તેનું તે વખતે જ્ઞાન થયું, એ પોતાથી તે જ્ઞાન એનું વ્યાપ્ય, એ જ્ઞાનનો કર્તા થઈને વ્યાપ્ય કાર્ય તેનું છે, જાણવું. પણ એને સુખદુઃખની કલ્પના તે તેનું પ્રાપ્ય ને કાર્ય છે, એમ નહીં. આહાહાહા! અરરર! આવો માર્ગ! નૌતમભાઈ ! સંભળાય છે? સંભળાય છે એમ કીધું.
(શ્રોતાઃ- સમજાય હજી આ૫ વધારે સમજાવો તો) શક્તિ પ્રમાણે તો થાય છે. ભાષાની શક્તિ હોય છે પ્રમાણે થાય, એ આત્મા ક્યાં ભાષા કરે છે? આહાહાહા !
અરેરે! અનંત કાળથી આથડયો પ્રભુ, તેં તારી જાતને જાણી નહીં, અને કજાત છે તેનો