________________
૨૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૪ રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પારદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થ- ૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં “પુગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં “પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે-એટલું વિશેષ છે.
પ્રવચન નં. ૧૬૬ ગાથા-૭૮
તા. ૧૧/૦૧/૭૯ - હવે ૭૮, ૭૭ થઈ. હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા-શું કહ્યું એ કહે છે, કે આત્મામાં જે કાંઈ હરખ ને શોક, સુખ ને દુઃખની કલ્પના થાય, એવો એ પુદ્ગલકર્મના ફળને જાણતો, એ સુખ દુઃખની કલ્પનાને જ્ઞાની જાણતો, સુખ દુઃખની કલ્પના એ નિશ્ચયથી પુગલનું ફળ અને પુદ્ગલનું કાર્ય છે. આહાહા...હું? ( શ્રોતા આવી ચોખવટ તો આપ કરો છો ) વસ્તુ આમ છે ભાઈ. દુનિયા તો, દુનિયાને જાણતા નથી? દુકાનના ધંધે હતા ત્યારે પણ દુનિયાને બહુ જાણતો, હું તો નિવૃત્તિથી વાંચતો ત્યારે, દુકાન ઉપરેય તે. શાસ્ત્રો વાંચતો તે દિ' ૧૭-૧૮ વર્ષની ઉંમરે ૭૦ વર્ષ પહેલાં, આંહીં તો ઘરની દુકાન હતી પિતાજીની, એ પાંચ વરસ ચલાવી'તી, પણ છતાં હું તો વાંચતો શાસ્ત્ર ને અંદર, ઓહો ! અરે માર્ગ કોઈ જુદો છે. આહા!
અહીંયા કહે છે, પુદ્ગલકર્મના ફળને, એટલે કે જે કલ્પના થાય કે આ પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, ખાવા પીવામાં મેસુબમાં ખાવામાં સુખ છે, એવી કલ્પના થાય, એ પુદ્ગલકર્મનું ફળ છે, એ આત્માનું ફળ નહીં. અને એને તાવ આવતા, નિર્ધનતા થતાં, જે વૈષના પરિણામ થાય, એ પણ શ્રેષના પરિણામ એ પુદ્ગલના કર્મનું ફળ છે, આત્માનું ફળ નથી એ. આહાહાહાહા !
પુદ્ગલકર્મના ફળને જાણતાં, એ સુખ એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ સાથ છે કે નહીં? કેમ આ પ્રશ્ન ઉઠયો! કે એ પુદ્ગલકર્મનું ફળ જે સુખ દુઃખની કલ્પના અને જાણે તો છે, એટલું જાણવું તો થાય છે કે નહીં? તો જાણવાનું કાર્ય તો પોતે કરે છે, એ હરખ-શોકના પરિણામને જાણે એ જાણવાનું કાર્ય તો કરે છે, તો પછી કર્મફળ છે, એ એનું કાર્ય છે કે નહીં? સમજાણું કાંઈ?
ભાઈ, બાપા મારગડા જુદા ભાઈ. અરેરે! એને મળે નહીં અને જીંદગી હેરાન થઈને હાલ્યા જાય, પશુમાં અવતરે. ઘણાં તો ઢોરમાં. આહાહા ! કાલે જ ને કંઈક વાત થઈને આંહી બે મરી ગયા. અહીં એક કણબીનાં બે ભાઈયું, શું કહેવાય એ તમારું એ. (શ્રોતાઃ- મોટરસાયકલ) મોટરસાયકલ, જોરમાં આવતા'તા આમ તે અહીંથી બસ આમ નીકળી, ને એ વળમાં આવ્યાગુજરી ગયા. એક તો તરત ત્યાં મરી ગયો. કાલ સવારમાં કે સાંજે ક્યારે ખબર નહીં, બીજો મરવાની તૈયારી છે. એ પર્યાય તે કાળે તે રીતે થવાની એમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આહાહાહા ! (શ્રોતા – ધ્યાન રાખે તો ન થાય) ધ્યાન રાખે કેવી રીતે ધ્યાન, પરની ક્રિયા જે થવાની તેમાં ધ્યાન રાખે તોય થાય ને ન થાય એમ છે જ નહીં. એવી વાતું છે. આહા! જે સમયે